Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈસુદાને કોંગ્રેસને ગણાવી 'ભાજપની B ટીમ', ગોવાનું આપ્યું ઉદાહરણ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે, જેને લઇને તમામ પક્ષ પૂરા દમ સાથે જનતાને પોતાની તરફ ખેંચવા અન્ય પક્ષ પર સવાલો ઉઠાવી રહ્યા છે અને તેમના દ્વારા કરવામાં આવતી ભૂલોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ અને કોંà
ઈસુદાને કોંગ્રેસને ગણાવી  ભાજપની b ટીમ   ગોવાનું આપ્યું ઉદાહરણ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે, જેને લઇને તમામ પક્ષ પૂરા દમ સાથે જનતાને પોતાની તરફ ખેંચવા અન્ય પક્ષ પર સવાલો ઉઠાવી રહ્યા છે અને તેમના દ્વારા કરવામાં આવતી ભૂલોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પર કટાક્ષ કર્યો છે. 
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવાની છે. જેને લઇને પાર્ટી પૂરી તૈયારીઓ કરી રહી છે. જનતા વચ્ચે જઇને પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ કેમ તેમને વોટ આપવો તે વિશે જણાવે છે અને સાથે કોંગ્રેસ અને ભાજપને કેમ વોટ ન આપવો જોઇએ તે અંગે પણ સમજાવે છે. હાલમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમા તેમણે શાસક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ બંને પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, જે રીતે સમાચાર માધ્યમોથી જાણવા મળ્યું છે કે, ગોવામાં કોંગ્રેસના ધારાસભ્યો એકવાર ફરીથી ભાજપે ખરીદી લીધા છે. ગોવાની જનતાને કોંગ્રેસ પાર્ટીને જીત અપાવવા મત આપ્યા હતા, ભાજપ વિરોધી મત આપ્યા હતા. જોકે, અહીં આમ આદમી પાર્ટીના બે ઉમેદવારોને મત આપ્યા હતા. આમ આદમી પાર્ટીએ ઘણા વચનો આપ્યા હતા પરંતુ સરકાર ન બની. ત્યારે હવે ગોવાની જનતાને પસ્તાવો થતો હશે કે કોંગ્રેસને મત આપ્યા પરંતુ તેઓ તો ભાજપના ખેમામાં જઇને બેસી ગયા. 
Advertisement

ઈસુદાને વધુમાં કહ્યું કે, ભાજપ સામ, દામ, દંડ-ભેદથી પણ ધારાસભ્યોને ખરીદી લે છે. તેમણે કહ્યું કે, ભાજપ નાણાના દમ પર ધારાસભ્યોને ખરીદે છે, જેના કારણે કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો ભાજપમાં ગયા છે. મારે ગુજરાતની જનતાને માત્ર એટલું જ કહેવું છે કે, કોંગ્રેસને મત આપવો એટલે ભાજપને મત આપવો છે. તમે એવું વિચાર્યું હશે કે આ વખતે ભાજપને મત ન અપાય, તમારી ભાજપ પ્રત્યે નફરત હશે અને તમે જો કોંગ્રેસને મત આપો છો તો તે ફરીથી ભાજપના ખેમામાં ચાલ્યા જશે. આજે ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં 58 જેટલા કોંગ્રેસના મોટા નેતાઓ, મંત્રીએ, ધારાસભ્યો રહી ચુક્યા છે, સાંસદ રહી ચુક્યા છે આ બધા લોકો ભાજપના ખેમામાં હાલમાં બેઠા છે.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરીએ કહ્યું કે, ભાજપ હંમેશા કહે છે કે આવશે તો ભાજપ જ, તે એટલા માટે કહે છે કારણ કે, તેના દલાલો સક્રિય છે. દલાલોને ખૂબ ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ ગરીબ પ્રજાને હજારો પ્રકારના ટેક્સ નાખી ચૂસી લેવામાં આવે છે. જો ભાજપને ગુજરાતમાંથી કાઢવી હોય તો તેને એક જ માત્ર પાર્ટી કાઢી શકે છે અને તે છે આમ આદમી પાર્ટી. આ વખતે તમે કોંગ્રેસને મત ન આપતા, ભાજપને પણ મત ન આપતા કારણે આ વખતે તો ભાજપને રાજ્યમાંથી કાઢવાની છે. ઈસુદાને આ બંને પક્ષ સાથે અપક્ષ પર પણ કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, તમે જનતા ભાજપને તો મત ન જ આપતા પરંતુ અપક્ષ ઉમેદવારને પણ મત ન આપતા, કારણ કે ભાજપ જ તેને ઉભા રાખશે. હાલમાં ભાજપ ફંડના નામે કરોડો રૂપિયા ભેગા કરી રહી છે. હુ રાજ્યની જનતાને કહેવા માંગુ છું કે, તમામ સમસ્યાનો ઇલાજ આમ આદમી પાર્ટી છે. રાજ્યની જનતા અપક્ષ, ભાજપ અને કોંગ્રેસ ઉપર વિશ્વાસ ન રાખતા. કારણ કે અત્યાર સુધી 27 વર્ષમાં ભાજપે શું આપ્યું માત્રને માત્ર વાયદાઓ.
Tags :
Advertisement

.