Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયામાં ઝડપાયો ISનો આત્મઘાતી બોમ્બર, ભારતીય રાજનેતા પર હુમલો કરવાની હતી યોજના

રશિયામાં ઈસ્લામિક સ્ટેટ આતંકી સંગઠન (ISIS) ના આત્મઘાતી બોમ્બર (Suicide Bomber) ની ધરપકડ કરવામાં આવી છે. તેણે ભારતમાં સત્તાધારી પક્ષ એટલે કે ભાજપના એક મોટા નેતાને આત્મઘાતી હુમલામાં મારી નાખવાની યોજના બનાવી હતી. રશિયન સરકારી એજન્સી ફેડરલ સિક્યુરિટી સર્વિસે  (FSB)  સોમવારે તેના પકડવાની માહિતી આપી હતી.રશિયન સુરક્ષા એજન્સીએ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા એક આતંકવાદીની ઓળખ કરી છે. à
રશિયામાં ઝડપાયો isનો આત્મઘાતી બોમ્બર  ભારતીય રાજનેતા પર હુમલો કરવાની હતી યોજના
રશિયામાં ઈસ્લામિક સ્ટેટ આતંકી સંગઠન (ISIS) ના આત્મઘાતી બોમ્બર (Suicide Bomber) ની ધરપકડ કરવામાં આવી છે. તેણે ભારતમાં સત્તાધારી પક્ષ એટલે કે ભાજપના એક મોટા નેતાને આત્મઘાતી હુમલામાં મારી નાખવાની યોજના બનાવી હતી. રશિયન સરકારી એજન્સી ફેડરલ સિક્યુરિટી સર્વિસે  (FSB)  સોમવારે તેના પકડવાની માહિતી આપી હતી.
રશિયન સુરક્ષા એજન્સીએ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા એક આતંકવાદીની ઓળખ કરી છે. જે બાદ એફએસબીએ તેને કસ્ટડીમાં લીધો છે. ફેડરલ સિક્યુરિટી સર્વિસે તેની ઓળખ મધ્ય એશિયાઈ દેશના વતની તરીકે કરી છે. તેણે ભારતમાં સત્તાધારી પક્ષ એટલે કે બીજેપીના કોઈપણ નેતા પર હુમલો કરવાની યોજના બનાવી હતી. 
એજન્સી અનુસાર, આરોપીએ એપ્રિલથી જૂન સુધી તુર્કીમાં આતંકી ટ્રેનિંગ લીધી હતી. ISના એક નેતા દ્વારા તેને આત્મઘાતી બોમ્બર તરીકે ભરતી કરવામાં આવ્યો હતો. ત્યાં તેને આત્મઘાતી હુમલાની તાલીમ આપવામાં આવી હતી. તે ટેલિગ્રામ દ્વારા IS સાથે જોડાયો હતો. આ પછી આતંકવાદીએ ISIS પ્રત્યે વફાદારીના શપથ લીધા.
રશિયન સરકારી એજન્સી અનુસાર, આતંકવાદી સંગઠને તેને જરૂરી દસ્તાવેજો સાથે રશિયા મોકલ્યો અને પછી તેને અહીંથી ભારત મોકલવાની વ્યવસ્થા કરી, જ્યાં તેને શાસક પક્ષના એક મોટા નેતા પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું. જો કે આતંકવાદીએ કયા ભારતીય નેતાને ઉડાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
FSBએ આતંકીનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં આતંકી ભારત સાથે બદલો લેવાની વાત કરી રહ્યો છે. તેણ કહ્યું કે, હું ભારતમાં હુમલો કરવાનો હતો ત્યાં મોહમ્મદ પયંગબર સાહેબનું અપમાન કરવામાં આવ્યું. ભારતમાં આતંકી હુમલા માટે ઈસ્લામિક સ્ટેટના ઈશારે મને તમામ જરૂરી તમામ મદદ આપવામાં આવવાની હતી.
ભારતીય એજન્સીને કરી જાણ

રશિયન FSBએ ISISના આતંકવાદીની અટકાયત અંગે ભારતમાં સંબંધીત એજન્સીનો સંપર્ક કર્યો છે અને તેના વિશે જાણકારી આપી છે. જ્યારે બીજી બાજુ ભારતીય એજન્સીઓ પણ કથિત આત્મઘાતી હુમલા અંગે વધુ માહિતી મેળવી તપાસ કરી રહી છે.
PMની મુુલાકાત પહેલાં પંજાબમાં એલર્ટ
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ પંજાબમાં આતંકવાદી હુમલાનું એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ પંજાબમાં આતંક મચાવવાનું ષડયંત્ર રચ્યું છે. એલર્ટ અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ ચંદીગઢ અને મોહાલીમાં આતંકી હુમલાની યોજના બનાવી છે. આતંકવાદીઓ ચંદીગઢ અને મોહાલીમાં આતંકી હુમલા કરી શકે છે અને બસ સ્ટેન્ડને નિશાન બનાવી શકે છે. ગુપ્તચર એજન્સીઓએ પંજાબ પોલીસ, જીઆરપી, રાજ્ય ગુપ્તચર એજન્સીને એકબીજા સાથે સંકલન કરીને ઈનપુટ્સ પર કામ કરવા કહ્યું છે.  છેલ્લા 3 દિવસ પહેલા ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંગઠન TRFમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું હતું. 
Advertisement
Tags :
Advertisement

.