ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું કોઇ ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા છે પુતિન? મીટીંગમાં ફુલેલા ચહેરા અને ધ્રુજતા પગથી ઉઠ્યા સવાલ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્યને લઈને મીડિયા રિપોર્ટ્સમાં ફરી એકવાર મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમનું સ્વાસ્થ્ય સતત ખરાબ થઇ રહ્યું હોવાનું કહેવાય છે. ક્યુબાના નેતા સાથેની તાજેતરની બેઠક દરમિયાન પુતિનને ગભરામણ થતી હોય તેમ સ્પષ્ટ જણાતું હતું.. તેઓ વારંવાર ખુબજ જોરથી ખુરશીના હાથાને જકડી લેતા જોવા મળ્યા હતા.. આ દરમિયાન તેમના હાથનો રંગ બદલાતો જોવા મળ્યો હોવાનો પણ
11:42 AM Nov 25, 2022 IST | Vipul Pandya
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્યને લઈને મીડિયા રિપોર્ટ્સમાં ફરી એકવાર મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમનું સ્વાસ્થ્ય સતત ખરાબ થઇ રહ્યું હોવાનું કહેવાય છે. ક્યુબાના નેતા સાથેની તાજેતરની બેઠક દરમિયાન પુતિનને ગભરામણ થતી હોય તેમ સ્પષ્ટ જણાતું હતું.. તેઓ વારંવાર ખુબજ જોરથી ખુરશીના હાથાને જકડી લેતા જોવા મળ્યા હતા.. આ દરમિયાન તેમના હાથનો રંગ બદલાતો જોવા મળ્યો હોવાનો પણ દાવો કરાઇ રહ્યો છે. 
પુતિનના હાથનો રંગ બદલાઇને જાંબલી થતો જોવા મળ્યો 
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ક્યુબાના નેતા મિગુએલ ડિયાઝ-કેનલ વાય બર્મુડેઝ સાથેની બેઠકમાં પુતિન ખુબજ અસ્વસ્થ જોવા મળ્યા. પછી તેમણે ખુરશીને ચુસ્તપણે પકડી લીધી હતી. દાવો કરવામાં આવ્યો છે કે આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિના હાથનો રંગ જાંબલી થઈ ગયો હતો.ધ મિરરના અહેવાલ મુજબ, મીટિંગ દરમિયાન પુતિનનો ચહેરો નિસ્તેજ દેખાતો હતો અને તેમનું શરીર ફૂલેલું હતું. ક્યુબાના નેતા સાથે ચર્ચામાં તે સંપૂર્ણપણે અસ્વસ્થ દેખાતા હતા. સભામાં પુતિન સતત પગ હલાવતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તે કોઈ ગંભીર બીમારીનો શિકાર છે.

પુતિન ગંભીર બીમારીથી પીડાતા હોવાનું અનુમાન 
આ મહિનાની શરૂઆતમાં રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રશિયન રાષ્ટ્રપતિ કોઈ ગંભીર બીમારીથી પીડિત છે.એવું કહેવામાં આવે છે કે યુદ્ધમાં જે રીતે યુક્રેન રશિયાને ટક્કર આપી રહ્યું છે...અને તેને કારણે પુતિનના નેતૃત્વની સામે જે સવાલો ઉભા થયા છે.. તેને કારણે તણાવને લઇને તેમની તબિયત સતત બગડી રહી છે. પુતિનના સ્વાસ્થ્યને લઇને પુતિનના ડોકટરો અને તેમના પરિવારના સભ્યો ચિંતિત હોવાનું કહેવાય છે.એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિનને જીવલેણ રોગ છે.
આ પણ વાંચો -  ગુજરાતમાં કોંગ્રેસ ન હોત તો AAP અહીં સરકાર બનાવવાની સ્થિતિમાં હોત : ઈસુદાન ગઢવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DiseaseGujaratFirstillnssPutinrussiaseriousillnessSufferSufferingswollenfacetremblinglegwar
Next Article