Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું સચિન તેંડુલકરના રસ્તે આગળ વધી રહ્યો છે બાબર આઝમ? સતત ચર્ચામાં છે પાક. કેપ્ટન

ક્રિકેટ જગતમાં સચિન તેંડુલકરનું નામ સૌથી પહેલા લેવામાં આવતું હોય છે. વળી સચિનને ક્રિકટના ભગવાન તરીકે પણ ફેન્સ બોલાવે છે. જે રેકોર્ડ તેંડુલકરના નામે છે તે લગભગ તોડવું અસંભવ છે. પરંતુ કહેવાય છે ને કે Nothing is Permanent.વર્લ્ડ ક્રિકેટમાં બે ક્રિકેટ એક ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બીજા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનું નામ સૌથી વધુ ચર્ચામાં બની રહે છે. ઘણીવાર એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે,
શું સચિન તેંડુલકરના રસ્તે આગળ વધી રહ્યો છે બાબર આઝમ  સતત ચર્ચામાં છે પાક  કેપ્ટન
ક્રિકેટ જગતમાં સચિન તેંડુલકરનું નામ સૌથી પહેલા લેવામાં આવતું હોય છે. વળી સચિનને ક્રિકટના ભગવાન તરીકે પણ ફેન્સ બોલાવે છે. જે રેકોર્ડ તેંડુલકરના નામે છે તે લગભગ તોડવું અસંભવ છે. પરંતુ કહેવાય છે ને કે Nothing is Permanent.
વર્લ્ડ ક્રિકેટમાં બે ક્રિકેટ એક ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બીજા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનું નામ સૌથી વધુ ચર્ચામાં બની રહે છે. ઘણીવાર એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, વિરાટ કોહલી સચીન તેંડુલકરના રેકોર્ડને તોડી શકે છે. વળી આ સાથે હવે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને લઇને પણ ઘણા ક્રિકેટર્સનું માનવું છે કે, આ ખેલાડી આવતા સમયનો ક્રિકેટનો બાદશાહ બની શકે છે. તાજેતરમાં પાકિસ્તાનની ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી રહી છે. બુધવારે મુલ્તાનમાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં યજમાન ટીમે વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટે હરાવ્યું અને ફરી એકવાર કેપ્ટન બાબર આઝમે કરિશ્માપૂર્ણ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. 
બાબરે તેના 103 રન સાથે ઘણા વિશ્વ રેકોર્ડ તોડ્યા હતા, જેમાં સૌથી ઝડપી 17 ODI સદીનો રેકોર્ડ પણ સામેલ છે. બાબરે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓપનર હાશિમ અમલાને પાછળ છોડીને તેની કારકિર્દીની 85મી ઇનિંગમાં આ કારનામું કર્યું હતું. અમલાએ 98 ઇનિંગ્સમાં 17 ODI સદી ફટકારી હતી. આ ઐતિહાસિક ઇનિંગ્સ દરમિયાન, બાબર આઝમે કેપ્ટન તરીકે સૌથી ઝડપી 1000 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો, જે અગાઉ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના નામે હતો. 
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને 42-ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને વિકેટકીપર અને ઓપનર શાઈ હોપના 134 બોલમાં 127 રનના કારણે આઠ વિકેટે 305 રન બનાવ્યા. હોપે પોતાની ઇનિંગમાં 15 ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો. તેણે શમર બ્રુક્સ સાથે બીજી વિકેટ માટે 154 રનની ભાગીદારી કરી હતી. બ્રુક્સે 70 રનની ઈનિંગ દરમિયાન 83 બોલનો સામનો કર્યો અને સાત ચોક્કા ફટકાર્યા હતા.
રોવમેન પોવેલ (23 બોલમાં 32) અને રોમારિયો શેફર્ડ (18 બોલમાં 25) એ અંતિમ ઓવરોમાં ટીમના સ્કોરને 300 રનની પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાન તરફથી હરિસ રૌફ સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 77 રનમાં ચાર વિકેટ લીધી હતી. શાહીન શાહ આફ્રિદીએ 55 રનમાં બે વિકેટ લીધી હતી. મોહમ્મદ નવાઝ અને શાદાબ ખાનના ખાતામાં એક-એક વિકેટ આવી હતી. 
બાબર આઝમની સૌથી ઝડપી 17 સદીની વાત કરીએ તો આ વર્લ્ડ રેકોર્ડ અગાઉ હાશિમ અમલાના નામે હતો, જ્યારે વિરાટ કોહલી આ મામલે ત્રીજા સ્થાને સરકી ગયો છે. વિરાટ કોહલીએ 17 ODI સદી ફટકારવા માટે 112 ઇનિંગ્સ લીધી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે 113 ઇનિંગ્સમાં આ માઇલસ્ટોન પૂરો કર્યો હતો. આ સિવાય બાબર વિશ્વનો પહેલો બેટ્સમેન બની ગયો છે જેણે વનડેમાં બે વખત સદીની હેટ્રિક ફટકારી હોય. બાબરની વન-ડે ઇન્ટરનેશનલ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 87 મેચની 85 ઇનિંગ્સમાં 59.78ની સરેરાશ અને 90.43ની સ્ટ્રાઇક રેટથી 4364 રન બનાવ્યા છે, જેમાં 17 સદી અને 18 અડધી સદીનો સમાવેશ થાય છે. 
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં જે સમયે પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરીઝ રમી રહ્યું હતું તે દરમિયાન પણ બાબર આઝમનું બેટ જબરદસ્ત ચાલ્યું હતું. ઓલ ટાઈમ રેન્કિંગ લિસ્ટમાં, બાબરે તે સમયે સૌથી વધુ રેટિંગ પોઈન્ટ્સ મેળવીને મહાન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા હતા. જે રીતે બાબર આઝમનું બેટ ચાલી રહ્યું છે તે જોતા આવનારા સમયમાં તે ક્રિકેટના ઘણા રેકોર્ડ તોડી શકે તો નવાઇ નથી. 
Advertisement
Tags :
Advertisement

.