Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2023નું શિડ્યુલ જાહેર, 31 માર્ચે પહેલી મેચ અમદાવાદમાં, ગુજરાત-ચેન્નાઈ ટકરાશે

IPL 2023નું શેડ્યૂલ જાહેર31 માર્ચથી શરૂ થશે  IPL 2023ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 21 મેના રોજ રમાશેIPL 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થશે. ફાઈનલ 28 મેના રોજ રમાશે. પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આઈપીએલ ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટ
ipl 2023નું શિડ્યુલ જાહેર  31 માર્ચે પહેલી મેચ અમદાવાદમાં  ગુજરાત ચેન્નાઈ ટકરાશે
  • IPL 2023નું શેડ્યૂલ જાહેર
  • 31 માર્ચથી શરૂ થશે  IPL 2023
  • ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ 21 મેના રોજ રમાશે
IPL 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થશે. ફાઈનલ 28 મેના રોજ રમાશે. પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આઈપીએલ ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટાઈટન્સ ટીમ ગત સિઝનમાં ડેબ્યૂ કર્યુ હતુ. ટીમની પ્રથમ સિઝનમાં જ ટાઈટલ પોતાના નામે કર્યુ હતુ.

રોહિત શર્માની આગેવાની ધરાવતી મુંબઈ ઈન્ડિયન્સ ટીમની મેચ 2 એપ્રિલે રમાનારી છે. બંગ્લુરુમાં રમાનારી આ મેચમાં રોહિત શર્માની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ આઈપીએલમાં સૌથી વધારે વખત ટાઈટલ પોતાને નામે કરી ચુકી છે.

Advertisement

12 સ્થળો પર રમાશે મેચ

અમદાવાદ, મોહાલી, લખનૌ સહિત કુલ 12 શહેરોમાં IPL 2023નું આયોજન કરવામાં આવશે. મેચ હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી અને ધર્મશાળામાં પણ રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ અને અંતિમ મેચ અમદાવાદમાં રમાશે. 10 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં મુંબઈ, રાજસ્થાન, કોલકાતા, દિલ્હી, લખનઉની ટીમો છે જ્યારે ગ્રુપ Bમાં ચેન્નાઈ, પંજાબ, સનરાઈઝર્સ, બેંગ્લોર અને ગુજરાતનો સમાવેશ થાય છે.

Advertisement


10 ટીમ ટુર્નામેન્ટ
સ્ટાર સ્પોર્ટ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 16મી સિઝનના શેડ્યૂલની જાહેરાત કરી છે. 10 ટીમોની આ ટુર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત, શેડ્યૂલનું લાઇવ સ્ટ્રીમિંગ JioCinemaમાં કરવામાં આવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.