Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાંથી આઇફોન ચોરી, બાંગ્લાદેશ પહોંચાડવાની મોડેસ ઓપરેન્ડી, પકડાયેલા આરોપીએ ચોર્યા હતા 500 આઇફોન

આમ તો iphone સૌથી સુરક્ષિત મોબાઇલ ગણવામાં આવે છે પરંતુ રાજ્યમાં એક એવી ભેજા બાજ ટોળકી સક્રિય થઈ છે. જે ખોવાઈ ગયેલા કે પછી ચોરાઈ ગયેલા આઈફોન ફોનના આઈકલાઉડ આઈ અને પાસવર્ડ બદલી નાખે છે અને પછી સસ્તા ભાવે બીજા લોકોને વહેંચી નાખે છે આ ટોળકીના એક શખ્સની સાયબર ક્રાઇમ બ્રાન્ચે નવસારી ખાતેથી ધરપકડ કરી લીધી છેએક આરોપીની નવસારીથી ધરપકડ છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક ભ
ગુજરાતમાંથી આઇફોન ચોરી  બાંગ્લાદેશ પહોંચાડવાની મોડેસ ઓપરેન્ડી  પકડાયેલા આરોપીએ ચોર્યા હતા 500 આઇફોન
આમ તો iphone સૌથી સુરક્ષિત મોબાઇલ ગણવામાં આવે છે પરંતુ રાજ્યમાં એક એવી ભેજા બાજ ટોળકી સક્રિય થઈ છે. જે ખોવાઈ ગયેલા કે પછી ચોરાઈ ગયેલા આઈફોન ફોનના આઈકલાઉડ આઈ અને પાસવર્ડ બદલી નાખે છે અને પછી સસ્તા ભાવે બીજા લોકોને વહેંચી નાખે છે આ ટોળકીના એક શખ્સની સાયબર ક્રાઇમ બ્રાન્ચે નવસારી ખાતેથી ધરપકડ કરી લીધી છે

એક આરોપીની નવસારીથી ધરપકડ 
છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક ભેંજા બાજ ટોળકીની મોડેસ ઓપરેન્ડીનો ટેક્નિકલ એનાલિસિસ કરી હતી. ભેજાબાજ ટોળકી આઈફોન આઈકલાઉડ આઈ.ડી પાસવર્ડ ચોક્કસ સોફ્ટવેર મારફતે બદલી નાંખીને ઓછી કિંમતે બજારમાં વેચી દેતી હતી સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ ટોળકીના એક શખ્સ એવા મોહસીન ખાન મન્સૂરની નવસારી માંથી ધરપકડ કરી લીધો છે.
આ મોડેસ ઓપરેન્ડીથી બદલી નાંખતા હતા આઇડી અને પાસવર્ડ 
સાયબર ક્રાઇમની ગિરફ્તમાં આવી ચૂકેલો આરોપી મોંઘા દાટ આઈફોન જે ચોરી થઈ જતા હોય છે તેવા મોબાઈલ માલિકોના ઓલ્ટરનેટ નંબર પર કે પછી તેના સીમનંબર પર એક ચોક્કસ સોફ્ટવેર મારફતે એક લિંક મોકલતો હતો અને તે લિંક પર ક્લિક કરતાંની સાથે જ મોબાઈલ માલિકની સ્ક્રીનમાં એક વિન્ડો ઓપન થતી હતી જેમાં વ્યક્તિએ પોતાના આઈફોનના આઈ કલાઉડ આઈ.ડી અને પાસવર્ડ નાંખવાના રહેતા હોય છે ત્યારબાદ એક મિનિટ માટે મોબાઈલ ગ્રાહક એટલેકે જેનો મોબાઈલ ફોન ચોરાયો હોય તેને 02 મિનિટ માટે એક લોકેશન જોવા મળતું હોય છે અને તેટલી જ વારમાં આ ટોળકીના લોકો જેનો મોબાઈલ ચોરાયો હોય તેનો આઈ.ડી અને પાસવર્ડ બદલી નાંખતા હતા જેથી તે મોબાઈલ સરળતાથી વેચી શકાય અને આ ચોરેલા આઈફોનની કિંમત ખૂબ જ ઓછી રહેતી હોય છે જેમકે લાખો રૂપિયા આઈફોન હજારોની કિંમતમાં ગ્રે માર્કેટમાં વેચાઈ જતા હતા.સાયબર ક્રાઇમે નવસારી ના શખ્સની ધરપકડ કરતા સમગ્ર મોડેસ હકીકત સામે આવી હતી વધુમાં આવા આઈફોન મોટેભાગે બાંગ્લાદેશ જેવા નાના ટાપુ વાળા દેશોમાં વેચવામાં આવતા હોવાનો પણ પોલીસને એક અંદાજો છે જેને લઈને તે દિશામાં સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે...
ચોરાયેલા iphone નું બાંગ્લાદેશમાં વેચાણ
અત્યાર સુધી આપણે સૌ કોઈએ એવું સાંભળ્યું હશે કે વિદેશથી આવેલા iphone ને ભારતમાં અનલોક કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો ઉપયોગ ભારતમાં વેચાયેલા iphone બાંગ્લાદેશ જેવા નાના દેશમાં વહેંચાય છે તેવો સૌ પ્રથમ કિસ્સો અને મોડેસ ઓપરેન્ડી અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ શોધી કાઢી છે, અત્યાર સુધી સોનુ હીરા અને અન્ય ચીજ વસ્તુઓની સ્મગલિંગ થતી હોવાનું પણ સામે આવી ચૂક્યું છે, પરંતુ iphone મોબાઇલ ફોનની સ્મગલિંગ થતી હોવાનો બનાવ પહેલી વખત સામે આવ્યો છે. જેને લઈને સાયબર ક્રાઇમ બ્રાન્ચે નવસારીથી એક આરોપીની તો ધરપકડ કરી લીધી છે. ઉપરાંત સાયબર ક્રાઇમ ની ગિરફ્તમાં આવી ચૂકેલા આ શખ્સ પાસે ચોરાઈ ગયેલા આઈફોન કેવી રીતે આવતા હતા અથવા તો આ આરોપીની ટોળકી માંથી કેટલાક લોકો આઈફોન ચોરી કરવા માટે બહાર ફરતા હોય છે આ દિશામાં પણ તપાસ શરૂ કરાઇ છે.પરંતુ હજી આ આખી ટોળકીને ઝડપી લેવા માટે થઈને સાયબર ક્રાઇમ બ્રાન્ચે કવાયત હાથ ધરી લીધી છે...
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.