મોંઘવારીએ મૂકી માઝા, LPG સિલિન્ડરના ભાવમાં એકવાર ફરી ભડકો
છેલ્લા ઘણા સમયથી સામાન્ય જનતાની સવાર એક કોઇને કોઇ નવા ઝટકા સાથે થઇ રહી છે. તાજેતરમાં ફરી એકવાર એક મોટો ઝટકો જનતાને લાગ્યો છે. જીહા, LPG સિલિન્ડરના ભાવમાં એકવાર ફરી વધારો થયો છે. મોંઘવારીએ દેશની જનતાને વધુ એકવાર તકલીફમાં મુકી દીધી છે. આજે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 3 રૂપિયા 50 પૈસાનો વધારો થયો છે, ત્યારબાદ હવે દેશભરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 1000 રૂપિયાને પાર કરી ગયો છે. વળી, કોમર્શà
છેલ્લા ઘણા સમયથી સામાન્ય જનતાની સવાર એક કોઇને કોઇ નવા ઝટકા સાથે થઇ રહી છે. તાજેતરમાં ફરી એકવાર એક મોટો ઝટકો જનતાને લાગ્યો છે. જીહા, LPG સિલિન્ડરના ભાવમાં એકવાર ફરી વધારો થયો છે.
મોંઘવારીએ દેશની જનતાને વધુ એકવાર તકલીફમાં મુકી દીધી છે. આજે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 3 રૂપિયા 50 પૈસાનો વધારો થયો છે, ત્યારબાદ હવે દેશભરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 1000 રૂપિયાને પાર કરી ગયો છે. વળી, કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો પણ આજથી એટલે કે 19મી મે 2022થી વધી છે. આ મહિનામાં બીજી વખત ઘરેલુ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. 7મી મેના રોજ પહેલીવાર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને આજે પણ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આજથી દિલ્હી, મુંબઈમાં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1003 રૂપિયા થઈ ગઈ છે. આ સાથે કોલકાતામાં સિલિન્ડરની કિંમત 1029 રૂપિયા અને ચેન્નાઈમાં 1018.5 રૂપિયા થઈ ગઈ છે. સિલિન્ડર દીઠ 8 રૂપિયાના વધારા સાથે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર રાષ્ટ્રીય રાજધાનીમાં 2354 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈ માટે નવા દરો અનુક્રમે રૂ. 2454, રૂ. 2306 અને રૂ. 2507 છે.
Advertisement
અગાઉ 7 મેના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઉપરાંત, 8 મેના રોજ ઘરેલુ એલપીજીના ભાવમાં સિલિન્ડર દીઠ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. બે મહિનામાં આ બીજો વધારો હતો. આ પછી આ મહિનાની શરૂઆતમાં રૂ. 102.50નો વધારો થયો હતો.