ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઇન્દ્રનીલ રાજયગુરુ અને વશરામ સાગઠીયા હવે 'આપ'માં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે ત્યારે રાજયના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસના બે દિગ્ગજ નેતા આખરે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.  ઇન્દ્રનીલ રાજયગુરુ અને વશરામ સાગઠીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને બંને નેતા ગુરુવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બંને નેતાઓ આમ આદમી પાર્ટીના કાર્યોલયે પહોંચ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુને મનાવવામાં ગુજરà
06:13 AM Apr 14, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે ત્યારે રાજયના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસના બે દિગ્ગજ નેતા આખરે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.  ઇન્દ્રનીલ રાજયગુરુ અને વશરામ સાગઠીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને બંને નેતા ગુરુવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બંને નેતાઓ આમ આદમી પાર્ટીના કાર્યોલયે પહોંચ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુને મનાવવામાં ગુજરાત કોંગ્રેસને નિષ્ફળતા મળી છે. વશરામ સાગઠીયા પણ ઘણા સમયથી પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા છે. બીજી તરફ પાર્ટીથી નારાજ થયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામીની બા રાઠોડે પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજયગુરુ 'આપ'માં જોડાય તેવી અટકળોએ જોર પકડયું હતું. ઇન્દ્રનીલ રાજયગુરુ નારાજ જોવા મળી રહ્યા છે . તાજેતરમાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યોલય ખાતે યોજાયેલી બેઠકમાં પણ તે હાજર રહ્યા ન હતા. જેથી ઇન્દ્રનીલ રાજયગુરુ કોંગ્રેસ છોડે તેવી પ્રબળ શકયતા જોવા મળી રહી હતી.  ઇન્દ્રનીલ રાજયગુરુની આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે પણ બેઠક થઇ હોવાના અહેવાલો બહાર આવી રહ્યા હતા. ઇન્દ્રનીલ રાજયગુરુ અને વશરામ સાગઠીયા આપના કાર્યોલયે પહોંચ્યા ત્યારે આપના નેતા ઇશુદાન ગઢવીએ તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતા આપમાં જોડાયા હતા. 
'આપ'માં જોડાયા બાદ ઇન્દ્રનીલ રાજયગુરુએ કહ્યું કે 'આપ'ની નિયતમાં કોઈ ખોટ નથી, તે બાબત 2 રાજ્યના પરિણામ થી સાબિત થઈ હતી. જે ગુજરાતમાં આપણે નથી જોઇ શકતા તે પંજાબમાં જોવા મળે છે.પંજાબના CM જનતાને  ભ્રષ્ટાચાર રોકવા સીધા તેમને ફોન કરવા કહે છે. તેમણે કહ્યું કે  અરવિંદ કેજરીવાલની માન્યતાથી હું પ્રભાવિત થયો છું . તેમણે આરોપ લગાવ્યો કે  ભાજપે સત્તા પર રહી લોકોને મૂર્ખ બનાવવાની વાત કરી છે.  ભાજપ સત્તા પર છે તે દેશ માટે લાંછન છે અને કોંગ્રેસ સત્તાથી દુર રહે તે સ્થિતિ હવે  છે. લોકો માટે સમય આપવો તેનો વિકલ્પ  હવે મને 'આપ' લાગે છે. તેમણે કહ્યું કે  આવતા દિવસો હવે 'આપ'ના છે.  લોકોને આરોગ્ય મળે તે માટે જરૂરી છે કે 'આપ' આવે.
વાસરામ સાગઠિયાએ આરોપ લગાવ્યો કે પુષ્કળ મહેનત બાદ પણ લોકો કોંગ્રેસને મત આપવાના નથી. રાજકોટમાં આપને બીજા નંબર પર મત મળ્યા હતા. કાલે અમે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી અને કેજરીવાલને મળ્યા બાદ જ આપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની શિક્ષણ નીતિ અને આરોગ્ય ની સ્થિતિ અમે જોઇ છે. તમામ લોકોને સાથે ચાલીને ચાલવાની આપ ની નીતિ છે
ઉલ્લેખનિય છે કે ઇન્દ્રનીલ રાજયગુરુ 1995માં કોંગ્રેસમાં જોડાઇને સક્રિય રાજકારણમાં જોડાયા હતા અને 2000ના વર્ષમાં કોર્પોરેટર બન્યા હતા. તેઓ રાજકોટના ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બન્યા હતા. 2009માં તેઓ રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા હતા. તેમના કાર્યકાળમાં કોંગ્રેસને લોકસભાની બેઠક મળી હતી. 2012માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017માં પણ તેઓ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. તેઓ રાજયના અમીર ધારાસભ્ય ગણાતા હતા. તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સામે પણ વિધાનસભાની ચૂંટણી લડી હતી.
Tags :
AAPGujaratCongressGujaratFirstIndranilRajyaguruvasharamsagathia
Next Article