Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેક્સિકન સિટી હોલમાં અંધાધૂધ ગોળીબાર, મેયર સહિત 18ના મોત

અમેરિકા(America)માં ગોળીબાર (Firing)ની ઘટનાઓની અસર હવે પડોશી દેશોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાના પડોશી દેશ મેક્સિકો (Mexico)માં ગુરુવારે ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. મેક્સિકો સિટી હોલમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં મેયર સહિત 18 લોકોના મોત થયા હતા.મેયર સહિત 18ના મોતઘટનાસ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, બુધવારે બપોરે અચાનક બંદૂકધારી શખ્સ રાજ્યના સેન મિગુએલ ટોટોલાપનના સિટી àª
02:40 AM Oct 06, 2022 IST | Vipul Pandya
અમેરિકા(America)માં ગોળીબાર (Firing)ની ઘટનાઓની અસર હવે પડોશી દેશોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકાના પડોશી દેશ મેક્સિકો (Mexico)માં ગુરુવારે ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. મેક્સિકો સિટી હોલમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં મેયર સહિત 18 લોકોના મોત થયા હતા.

મેયર સહિત 18ના મોત
ઘટનાસ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, બુધવારે બપોરે અચાનક બંદૂકધારી શખ્સ રાજ્યના સેન મિગુએલ ટોટોલાપનના સિટી હોલમાં પહોંચી ગયો હતો અને લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીબારમાં માર્યા ગયેલા લોકોમાં મેયર કોનરાડો મેન્ડોઝા, તેમના પિતા અને ભૂતપૂર્વ મેયર જુઆન મેન્ડોઝા તેમજ સાત પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.  મેક્સીકન સિટી હોલમાં એક ઇવેન્ટ ચાલી રહી હતી તે દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ હોલમાં પ્રવેશી અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.

સમગ્ર શહેરમાં પોલીસની નાકાબંધી
પોલીસે હુમલા બાદ આખા શહેરની નાકાબંધી કરીને આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે હજુ સુધી તેઓની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ સમગ્ર ઘટનાને વ્યૂહરચના બનાવીને આચરવામાં આવેલો ગુનો ગણાવી રહી છે.
ઘટનાની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં સિટી હોલની દિવાલો પર ગોળીઓના નિશાન દેખાઈ રહ્યા છે. હોલની બારીના કાચ પણ તૂટેલા છે.
આ પણ વાંચો-- 66 બાળકોના મોત બાદ ભારતની કફ સિરપ કંપની સામે WHOની લાલ આંખ
Tags :
FiringGujaratFirstMexico
Next Article