Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શારજાહથી હૈદરાબાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું કરાચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

શારજાહથી હૈદરાબાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું કરાચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.  પ્લેનમાં ટેક્નિકલ સમસ્યા સર્જતા સુરક્ષાના કારણોસર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.  આજે વધુ એક ભારતીય ફ્લાઇટને પાકિસ્તાનના કરાચીના એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું. ઈન્ડિગોનું આ પ્લેન શારજાહથી હૈદરાબાદ આવી રહ્યું હતું. આકાશની વચ્ચે, પાઇલટને તકનીકી ખામીનો અહેસાસ થતા
શારજાહથી હૈદરાબાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું કરાચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
શારજાહથી હૈદરાબાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું કરાચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.  પ્લેનમાં ટેક્નિકલ સમસ્યા સર્જતા સુરક્ષાના કારણોસર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.  
આજે વધુ એક ભારતીય ફ્લાઇટને પાકિસ્તાનના કરાચીના એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું. ઈન્ડિગોનું આ પ્લેન શારજાહથી હૈદરાબાદ આવી રહ્યું હતું. આકાશની વચ્ચે, પાઇલટને તકનીકી ખામીનો અહેસાસ થતા આ ભારતીય ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીના એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું. ઈન્ડિગોનું આ પ્લેન શારજાહથી હૈદરાબાદ આવી રહ્યું હતું. આકાશમાં જ ઉડાન વચ્ચે, પાઇલટને તકનીકી ખામીનો અહેસાસ થયો. આ પછી પ્લેન સુરક્ષિત કરાચી એરપોર્ટ પર લેન્ડ  કરાયું. 
Advertisement

ઈન્ડિગોની શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી હતી જ્યારે પાઈલટે એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી હોવાની જાણ કરી હતી. એરપોર્ટ પર પ્લેનની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ તમામ યાત્રીઓને તેમના ગંંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા ઇન્ડિગો એરલાઇન કંપનીએ કરાચીમાં અન્ય એરક્રાફ્ટ મોકલ્યું છે. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "શારજાહ-હૈદરાબાદ ફ્લાઇટના પાઇલટને એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી જણાયા પછી સાવચેતીના પગલા તરીકે, એરક્રાફ્ટને કરાચી શહેર તરફ  લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ મુસાફરોને હૈદરાબાદ લાવવા માટે વધારાની ફ્લાઈટ કરાચી મોકલવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે 2 અઠવાડિયામાં કરાચીમાં લેન્ડ થનારી આ બીજી ભારતીય એરલાઈન છે. અગાઉ સ્પાઈસ જેટની ફ્લાઈટને પણ આવા જ કારણોસર પાકિસ્તાનના આ એરપોર્ટ પર ઉતરવું પડતું હતું. 5 જુલાઈના રોજ, સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનના બંદર શહેર કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં ટેકનિકલ ખામીના કારણે પ્લેનને કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. સ્પાઈસ જેટનું આ પ્લેન SG-11 દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હતા.
Tags :
Advertisement

.