Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 522 પોઇન્ટ તૂટયો

સપ્તાહના બીજા દિવસે પણ ભારતીય શેર બજારમાં કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 522 પોઇન્ટ તૂટયો હતો, જયારે નિફટી 155 પોઇન્ટ તૂટયો હતો. સપ્તાહના બીજા  દિવસે પણ શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે. મંગળવારે  સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોએ લાલ નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું છે. સેન્સેક્સ 522.05 પોઈન્ટ અથવા 0.94 ટકા ઘટીને 55,153.27 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. આ ઉપરાંત નિફ્ટી ઈન્ડેક્સ 155.50 પોઈન્ટ અથવા 0
ભારતીય શેર બજારમાં કડાકો  સેન્સેક્સ 522 પોઇન્ટ તૂટયો
સપ્તાહના બીજા દિવસે પણ ભારતીય શેર બજારમાં કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 522 પોઇન્ટ તૂટયો હતો, જયારે નિફટી 155 પોઇન્ટ તૂટયો હતો. 
સપ્તાહના બીજા  દિવસે પણ શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે. મંગળવારે  સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોએ લાલ નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું છે. સેન્સેક્સ 522.05 પોઈન્ટ અથવા 0.94 ટકા ઘટીને 55,153.27 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. આ ઉપરાંત નિફ્ટી ઈન્ડેક્સ 155.50 પોઈન્ટ અથવા 0.94 ટકાના ઘટાડા સાથે 16500ની નીચે સરકી ગયો છે.
આજે વૈશ્વિક બજારમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. SGX નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે, અમેરિકી બજારો મામૂલી વધારા સાથે બંધ થયા છે.
આજે તમામ સેક્ટર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આજે માત્ર નિફ્ટી ઓઈલ અને ગેસ સેક્ટર લીલા નિશાનમાં દેખાય છે. આ સિવાય નિફ્ટી બેન્ક, ઓટો, ફાઈનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
સેન્સેક્સના ટોપ-30 શેરોમાંથી માત્ર 3 શેર જ લીલા નિશાનમાં દેખાય છે. આ સિવાય 27 શેરોમાં ઘટાડો પ્રભુત્વ ધરાવે છે. આજે એનટીપીસી, રિલાયન્સ અને પાવર ગ્રીડના શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
પ્રી-ઓપનિંગ સેશનમાં પણ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સમયે સેન્સેક્સ 300 પોઈન્ટ નીચે દેખાઈ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી ઇન્ડેક્સ 100 પોઇન્ટના ઘટાડા સાથે 16500 ના સ્તર પર હતો.
Advertisement
Tags :
Advertisement

.