Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય કોસ્ટ ગાર્ડે મધદરિયે માછીમારોનું કર્યું દિલધડક રેસ્ક્યૂ, 7 માછીમારોને બચાવ્યા

India Coast Guard Porbandarના દરિયાકાંઠે 50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ જય ભોલેના પાંચ ગુમ અને બે ઘાયલ ક્રૂને બચાવ્યા હતા. ICG મેરીટાઈમ રેસ્ક્યુ સબ સેન્ટર (MRSC) પોરબંદરને IFB જય ભોલે ઓનબોર્ડ પર લાગેલી આગ અંગે ડિસ્ટ્રેસ એલર્ટ પ્રાપ્ત થયું હતું. ફિશિંગ બોટમાંથી 7 માછીમારોને બચાવી લેવાયા હતા. કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી કરી હતી. માં બે માછીમારો ઈજાગ્રસ્ત થયા હતા ls તમામ
04:04 PM Jan 16, 2023 IST | Vipul Pandya
India Coast Guard Porbandarના દરિયાકાંઠે 50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ જય ભોલેના પાંચ ગુમ અને બે ઘાયલ ક્રૂને બચાવ્યા હતા. ICG મેરીટાઈમ રેસ્ક્યુ સબ સેન્ટર (MRSC) પોરબંદરને IFB જય ભોલે ઓનબોર્ડ પર લાગેલી આગ અંગે ડિસ્ટ્રેસ એલર્ટ પ્રાપ્ત થયું હતું. ફિશિંગ બોટમાંથી 7 માછીમારોને બચાવી લેવાયા હતા. કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી કરી હતી. માં બે માછીમારો ઈજાગ્રસ્ત થયા હતા ls તમામ ઈજાગ્રસ્તને સારવાર આપવા પોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોસ્ટ ગાર્ડ દ્વારા છેલ્લા 8 મહિનામાં ગુજરાતના દરિયામાં 60 થી વધુ લોકોના જીવ બચાવ્યા છે.
આ રીતે પાર પાડ્યું સમગ્ર રેસ્કયૂ
આ બોટ પોરબંદરના દરિયાકાંઠાથી 50 કિલોમીટર દૂર હોવાના અહેવાલ પ્રાપ્ત થતા પોરબંદર ખાતેના ICG જિલ્લા મુખ્યાલયે તરત જ પ્રતિક્રિયા આપી અને તેના ઇન્ટરસેપ્ટર ક્લાસ જહાજો C-161 અને C-156ને ડેટમ તરફ વાળ્યા હતા અને  પોરબંદરના ICG એર સ્ટેશનથી એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.  ICGજહાજો મહત્તમ ઝડપે રેસક્યૂ કરવા માટે  આગળ  વધ્યા હતા  સવારે 10:20 વાગ્યે ડેટમ પર પહોંચ્યા. ડેટમ પર પહોંચ્યા પછી, એવું જોવામાં આવ્યું કે ક્રૂ આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગઈ હતી.
જહાજ પરના સાત ક્રૂમાંથી, બેને નજીકમાં ઓપરેટિંગ કરતી ડીંગી બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને અન્ય પાંચ ગુમ હતા. ગુમ થયેલા માછીમારોને શોધીને  ગુમ થયેલા તમામ પાંચ ક્રૂને ICG હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. પાંચેય ક્રૂને બપોરે 1:00 વાગ્યે પોરબંદર લાવવામાં આવ્યા હતા.  ડીંગી બોટ દ્વારા બચાવાયેલા બે ક્રૂમાંથી એક ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું હતું. ઘાયલ ક્રૂને ICG જહાજ C-161 પર લઈ જવામાં આવ્યો હતો. ICG ટીમ દ્વારા દરિયામાં પ્રાથમિક તબીબી સારવાર બાદ ક્રૂને વધુ સારવાર માટે પોરબંદર લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ICGએ છેલ્લા 08 મહિનામાં ગુજરાત પ્રદેશમાં દરિયામાં 60 થી વધુ લોકોના જીવ બચાવ્યા છે.
પ્રાઇમસમાં બ્લાસ્ટ થતાં બોટની જળસમાધી!!
પોરબંદરના દરિયાકાંઠેથી 50 કિલોમીટર  દૂર સમુદ્રમાં પોરબંદરની જય ભોલે નામની બોટમાં આગની ઘટના બનતા કોસ્ટગાડે  રેસક્યુ ઑપરેશન હાથ ધયું હતું, સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બોટમાં પ્રાઇમસ બ્લાસ્ટ થતાં આગની ઘટના બની હતી, જેના લીધે બોટમાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. બોટમાં સવાર  માછીમારોએ આગને કાબુમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો,પરંતુ આગે વિકરાળરૂપ ધારણ કરતા અંતે ખલાસીઓએ દરિયામાં ઝંપલાવ્યું હતું,આ સમગ્ર ઘટનાની જાણ થતા કોસગાડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું,દરિયાઈ હવાના  કઠિન  સંકલિત  પ્રયાસમાં  આશરે. બે  કલાકની જહેમત બાદ  ગુમ  થયેલા  તમામ  પાંચ  ક્રૂને  ICG  હેલિકોપ્ટર  દ્વારા  એરલિફ્ટ  કરવામાં  આવ્યા  હતા,બોટમાં સવાર સાત માછીમારો ને સહી સલામત  કોસ્ટગાર્ડ પોરબંદર પહોંચાડ્યા હતા
આપણ  વાંચો-ભારતના સફળ પ્રયાસોના પરિણામે 2023ના વર્ષને, સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
fishermenGUjarat1stGujaratFirstIndiaCoastGuardPorbandarPorbandarNews
Next Article