Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાઉદી એરેબિયાના વિઝા માટે હવે ભારતીય નાગરિકોને પોલીસ ક્લિઅરન્સ સર્ટિફિકેટની જરૂર નહીં

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતના વડાપ્રધાનનું પદ સંભાળ્યું ત્યારથી વિશ્વભરના દેશો સાથે  ભારતના સંબંધો ઉષ્માભર્યા બન્યા છે... જે દેશો સાથે ભારતના સંબંધો અગાઉ કરતા ખુબજ મજબૂત અને ગાઢ બન્યા છે તેમાં સાઉદી અરેબિયા પણ શામેલ છે. સાઉદી અરેબિયા અને ભારતની મિત્રતા પ્રધાનમંત્રીશ્રી મોદીના કાર્યકાળમાં વધુ ઘેરી બની.આ ગાઢ સંબંધોના પરિણાસ્વરુપે જ સાઉદી અરેબિયાએ ભારતીય નાગરિકોને એક મોટી છૂà
01:14 PM Nov 17, 2022 IST | Vipul Pandya
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતના વડાપ્રધાનનું પદ સંભાળ્યું ત્યારથી વિશ્વભરના દેશો સાથે  ભારતના સંબંધો ઉષ્માભર્યા બન્યા છે... જે દેશો સાથે ભારતના સંબંધો અગાઉ કરતા ખુબજ મજબૂત અને ગાઢ બન્યા છે તેમાં સાઉદી અરેબિયા પણ શામેલ છે. સાઉદી અરેબિયા અને ભારતની મિત્રતા પ્રધાનમંત્રીશ્રી મોદીના કાર્યકાળમાં વધુ ઘેરી બની.આ ગાઢ સંબંધોના પરિણાસ્વરુપે જ સાઉદી અરેબિયાએ ભારતીય નાગરિકોને એક મોટી છૂટ આપી છે. 
સાઉદી એમ્બેસીએ કર્યુ ટવીટ 
દિલ્હીમાં સાઉદી એમ્બેસીએ ટ્વિટ કરીને જણાવ્યું કે સાઉદી અરેબિયા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો અને વ્યુહાત્મક ભાગીદારીને પગલે સાઉદી અરેબિયાએ ભારતીય નાગરિકોને વીઝા માટે પોલીસ ક્લિરન્સ સર્ટિફિકેટ રજૂ કરવામાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. 
અત્યાર સુધી પોલીસ ક્લિઅરન્સ સર્ટિફિકેટ જરુરી હતી
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી તમામ ભારતીયોને વીઝા માટે પોલીસ ક્લીરન્સ સર્ટિફિકેટ રજૂ કરવુ ફરજિયાત હતું. લોકોને પણ આ સર્ટિફિકેટ મેળવવામાં ખૂબ પરેશાનીનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે ભારતીયોને મોટી રાહત મળી છે. 
આ પણ વાંચો  -  મસ્કે તેમની ટીકા કરનારા 20 કર્મચારીઓને બતાવી દીધો બહારનો રસ્તો
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચાર(news)માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
certificateGujaratFirstIndiancitizensnolongerpoliceclearanceSaudiArabiavisa
Next Article