ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લુચ્ચાં ચીન સામે ભારતીય સેના વધુ સજાગ: LAC પર સેના સંપૂર્ણ રીતે પીછેહઠ નહીં કરે

એપ્રિલ 2020 પહેલાના દિવસોમાં, પૂર્વી લદ્દાખમાં લગભગ 8,000 થી 10,000 સૈનિકો LAC સાથે તૈનાત કરવામાં આવ્યા હતા. તે જ વર્ષના ઉનાળાના મહિનાઓમાં અથડામણો પછી તેમાં નોંધપાત્ર વધારો કરાયો હતો. ગલવાન ઘાટીમા થયેલા સંધર્ષ બાદ ભારતીય સેના વધુ સજાગ થઇ છે. સૈન્ય વાટાધાટો બાદ પણ ભારત ચીનની કોઈપણ  ચાલાકીને લઈને ખૂબ જ સાવચેતભલે સૈન્ય વાટાઘાટો બાદ ભારત અને ચીનની સૈના પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્àª
07:23 AM Sep 18, 2022 IST | Vipul Pandya
એપ્રિલ 2020 પહેલાના દિવસોમાં, પૂર્વી લદ્દાખમાં લગભગ 8,000 થી 10,000 સૈનિકો LAC સાથે તૈનાત કરવામાં આવ્યા હતા. તે જ વર્ષના ઉનાળાના મહિનાઓમાં અથડામણો પછી તેમાં નોંધપાત્ર વધારો કરાયો હતો. ગલવાન ઘાટીમા થયેલા સંધર્ષ બાદ ભારતીય સેના વધુ સજાગ થઇ છે. 

સૈન્ય વાટાધાટો બાદ પણ ભારત ચીનની કોઈપણ  ચાલાકીને લઈને ખૂબ જ સાવચેત
ભલે સૈન્ય વાટાઘાટો બાદ ભારત અને ચીનની સૈના પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર મડાગાંઠનો અંત લાવવા સંમત થયા હોય પરંતુ ચીનની નાપાક હરકતો અને દોગલાપણાની નિતિ અને સરહદો વિસ્તારવા કોઇ પણ હદ સુધી જવાના મનસૂબાથી ભારતીય સેના સારી રીતે જાણે છે તેથી જ આ વાટાધાટો બાદ પણ ભારત ચીનની કોઈપણ  ચાલાકીને લઈને ખૂબ જ સાવચેત છે. આ જ કારણ છે કે ભારતીય સૈનિકોએ નિર્ણય લીધો છે કે સ્ટેન્ડઓફના વિસ્તારોને સંપૂર્ણપણે ખાલી કરશે નહીં. 
 
LAC પર સૈનિકો પાછા ખેંચવા કે તૈનાત કરવા એ સેના પર નિર્ભર
'ધ ટ્રિબ્યુન'ના એક અહેવાલ અનુસાર, સૂત્રોનું કહેવું છે કે સૈનિકો પાછા હટાવવાની પ્રક્રિયા માત્ર થોડા કિલોમીટર દૂર ગોગરા હોટ સ્પ્રિંગ્સ (પેટ્રોલ પોઈન્ટ 15) પર થઈ હતી. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે એપ્રિલ 2020 પહેલા પરિસ્થિતિ  હતી ત્યાં સુધી LAC પર સૈનિકોની હાજરી ચાલુ રખાશે. સૂત્રોનું કહેવું છે કે LAC પર સૈનિકો પાછા ખેંચવા કે તૈનાત કરવા એ સેના પર નિર્ભર રહેશે કે ચીન આ નિર્ણનો કેટલો ચોક્સાઇથી અમલ કરે છે. જો આવખતે ચીનકોઇ ચાલાકી કરશે તો ભારતીય સેના તેને સહેજ પણ જગ્યા આપવા કે સમય આપવા રાહ જોવા નહીં દે. નવું ભારત તેની સહરડી સુરક્ષા મુદ્દે વધુ સજાગ છે એપ્રિલ 2020 પહેલાના દિવસોમાં, પૂર્વી લદ્દાખમાં લગભગ 8,000 થી 10,000 સૈનિકો LAC સાથે તૈનાત કરવામાં આવ્યા હતા. ઉનાળાના મહિનાઓમાં અહીં હિંમસક અથડામણ પછી આ ક્ષેત્રમાં આ વિસ્તારમાં વધુ  તેમાં નોંધપાત્ર વધારો થયો છે.
ભારતીય સૈનિકો પાછા ખેંચવામાં વિલંબના કારણો શું છે?
- સ્ટેન્ડઓફ સાઇટ્સ પરથી સૈનિકોની સંપૂર્ણ પાછી ખેંચવામાં વિલંબ થવાનું એક કારણ પર્વતીય વિસ્તાર પણ છે. 
- જ્યાં ચીન માત્ર બે દિવસમાં પોતાના સૈનિકોને પરત કરી શકે છે. તે જ સમયે, ભારતને ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ સાત અઠવાડિયા લાગી શકે છે. 
- તબેટીયન ઉચ્ચપ્રદેશને કારણે, ચીનને તેના સૈનિકો લાવવા અને ખસેડવામાં કોઈ વિલંબ થશે નહીં. તે જ સમયે,         ભારતીય સૈનિકોએ લેહથી LAC તરફ જવા માટે ખારદુંગ લા, ચાંગ લા અથવા ત્સ્ક લા જેવા ઊંચા પાસાઓ પાર કરવા  પડે છે. 
- આવી સ્થિતિમાં ભારત પોતાની સેનાને સંપૂર્ણપણે પાછી ખેંચવાના મૂડમાં નથી.
- ભારતીય સેના ચીનની દરેક સંભવિત યુક્તિથી સતર્ક છે. 
- એલએસી સાથેના મડાગાંઠ પછી પણ, ચીને આ સરહદીય વિસાતરમાં નવા રસ્તા, પુલ અને ભૂગર્ભ મિસાઇલ               આશ્રયસ્થાનો બનાવ્યા છે. સાથે જ તેના એરપોર્ટનું પણ વિસ્તરણ કર્યું છે. 
- તેણે વધુ ફાઇટર જેટ, હથિયાર-શોધ રડાર અને S300 જેવી ભારે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ પણ તૈનાત કરી છે.  
- તેથી જ આ સરહદો પર ભારતીય સેના પોતાના રડાર દ્વારા ચીનની તૈનાતીને સરળતાથી જોઈ શકે છે.


LACની બંને બાજુ હજારો સંપૂર્ણ સશસ્ત્ર ભારતીય અને ચીની સૈનિકો
પૂર્વી લદ્દાખમાં 832 કિલોમીટરના અવ્યાખ્યાયિત LACની બંને બાજુ હજારો સંપૂર્ણ સશસ્ત્ર ભારતીય અને ચીની સૈનિકો તૈનાત છે. બંને દેશોના સૈનિકો પાસે ટેન્ક, આર્ટિલરી ગન, હેલિકોપ્ટર, ફાઈટર જેટ અને મિસાઈલ જેવ સંસાધનોથી સુસજ્જ છે.


(પીએલએ) દ્વારા ભારતીય પેટ્રોલિંગ માર્ગને જાણી જોઈને અવરોધિત કરાય છે
સૂત્રોએ જણાવ્યું કે ભારત પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા ભારતીય પેટ્રોલિંગ માર્ગને જાણી જોઈને અવરોધિત કરવા સામે વાંધો ઉઠાવી રહ્યું છે. એપ્રિલ 2020 પહેલા, ભારતીય પેટ્રોલિંગ એવા રૂટ પર જતા હતા જેને ચીને હાલના સરહદી કરારોમાં આ વિસ્તારમાં અથડામણ કર્યા પછી અવરોધિત કરી હતી. PLA વાહનો આ વિસ્તારોમાં પ્રવેશ કરે છે અને પેટ્રોલિંગ માર્ગમાં રોડાં નાંખે  છે.
Tags :
ChinaDeadlockgalwangathiGujaratFirstIndia-Chinaindianarmyindo-chinaLAC
Next Article