IND vs WI: રવિવારથી ODI સીરિઝની શરૂઆત
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન ડે (ODI) અને પછી ટી 20 (T20) મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝનો વર્ષ 2022માં ભારતનો પ્રવાસ ખૂબ જ રસપ્રદ બની રહેશે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝને ત્રણ ODI મેચમાં અને ત્રણ ટી 20 મેચમાં ટક્કર આપશે. આ મેચની સીરીઝ 06 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.મેચ પહેલા કોરોનાનું ગ્રહણ વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીની શરૂઆત પહેલા ચાર ખેલાડીઓ - શ્રેયસ અય્યર, શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ અને નવદ
Advertisement
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન ડે (ODI) અને પછી ટી 20 (T20) મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝનો વર્ષ 2022માં ભારતનો પ્રવાસ ખૂબ જ રસપ્રદ બની રહેશે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝને ત્રણ ODI મેચમાં અને ત્રણ ટી 20 મેચમાં ટક્કર આપશે. આ મેચની સીરીઝ 06 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.
મેચ પહેલા કોરોનાનું ગ્રહણ
વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીની શરૂઆત પહેલા ચાર ખેલાડીઓ - શ્રેયસ અય્યર, શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ અને નવદીપ સૈની સહિત સાત સભ્યો કોવિડ -19થી સંક્રમિત થયા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ બેટ્સમેન મયંક અગ્રવાલને ભારતની વનડે ટીમમાં સામેલ કર્યો હતો.
મુકાબલો રહેશે રસપ્રદ
BCCI એ આ સીરીઝ માટે તેમની ODI ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા(c), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ, રિશભ પંત, દીપક ચહર, શાર્દૂલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રસિધ ક્રિષ્ના, આવેશ ખાન. રોહિત શર્મા આ સીરિઝમાં તેની ફુલ ટાઈમ કેપ્ટનશિપની શરૂઆત કરશે.
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે આ સીરીઝ માટે તેમની ODI ટીમની જાહેરાત કરી છે. કાઈરન પોલાર્ડ(c), ડેરેન બ્રાવો, શમારહ બ્રુક્સ, બ્રેન્ડન કિંગ, ફેબિયન એલન, નક્રુમાહ બેનર, જેસન હોલ્ડર, શાઈ હોપ, નિકોલસ પૂરન, કિલ હોસિન, અલ્ઝારી જોસેફ, કેમાર રોચ, રોમેઈરો શેફર્ડ, ઓડિન સ્મિથ, હેડન વોલ્શ.
Advertisement
IND vs WI વચ્ચે મુકાબલો ODI સીરીઝ સાથે શરૂ થશે. પ્રથમ ODI 6 ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાશે. જ્યારે બીજી ODI 9 ફેબ્રુઆરી, 2022 અને છેલ્લી ODI 11 ફેબ્રુઆરી, 2022 એ યોજાશે. તમામ ODI મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તમામ ODI મેચ બપોરે 1 વાગ્યે શરૂ થશે.
Advertisement
IND vs WI ODI અને T20I સીરીઝનું Star Sports ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે એનું સૌથી મોટું કારણ એ છે કે ભારતમાં Star Sports નેટવર્ક IND vs WI સીરીઝનું ઓફિશિયલ બ્રોડકાસ્ટર છે. એની સાથે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પર પણ ઉપલબ્ધ થશે.