Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને આપ્યો 169 રનનો ટાર્ગેટ, હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી

T20 વર્લ્ડ કપ 2022 ની બીજી સેમી ફાઈનલ મેચ (Second Semi Final Match) ભારત પ્રથમ બેટિંગ કરતા ભારતે ઈંગ્લેન્ડ સામે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ઇંગ્લિશ ટીમને 169 રનનો પડકારજનક ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. તેણે 33 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક છેલ્લા બોલ પર હિટ વિકેટ પર આઉટ થયો હતો. તેના સિવાય વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રનની ઇનિં
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને આપ્યો 169 રનનો ટાર્ગેટ  હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી
T20 વર્લ્ડ કપ 2022 ની બીજી સેમી ફાઈનલ મેચ (Second Semi Final Match) ભારત પ્રથમ બેટિંગ કરતા ભારતે ઈંગ્લેન્ડ સામે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ઇંગ્લિશ ટીમને 169 રનનો પડકારજનક ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. તેણે 33 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક છેલ્લા બોલ પર હિટ વિકેટ પર આઉટ થયો હતો. તેના સિવાય વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી.
ઈંગ્લેન્ડની ટીમે 1 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 108 રન  
ઈંગ્લેન્ડની ટીમે 11 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 108 રન બનાવી લીધા છે. જીતવા માટે 54 બોલમાં 61 રનની જરૂર છે. જોસ બટલર 38 અને એલેક્સ હેલ્સ 66 રન બનાવીને ક્રીઝ પર છે.11મી ઓવર હાર્દિક પંડ્યાએ નાંખી હતી.
12મી ઓવર અશ્વિન લઈને આવ્યો હતો.જેના પહેલા અને બીજા બોલ પર 1-1 રન આવ્યા હતા ત્રીજા બોલ પર ઈંગ્લેન્ડના ખેલાડીએ 2 રન લીધા હતા. ચોથા બોલ પર 1 રન આવ્યો હતો. પાંચમાં બોલ એલેક્સ હેલ્સ સિક્સ ફટકારી 6ઠ્ઠા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવર મોઁધી સાબિત થઈ હતી.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.