Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતની સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનમાં પડી? ઈમરાન સરકારે કર્યો મોટો ઘટસ્ફોટ

એકબાજુ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દ્વારા અનેક મિસાઈલો વડે યુક્રેન પર હુમલા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પાકિસ્તાનમાં ભારતીય સુપરટોનિક મિસાઈલ પડી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. પાકિસ્તાને ગુરુવારે દાવો કર્યો હતો કે ભારત તરફથી એક સુપરસોનિક પદાર્થે તેની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને કહ્યું છે કે ભારત તરફથી 124 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી રહેલી àª
ભારતની સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનમાં પડી 
ઈમરાન સરકારે કર્યો મોટો ઘટસ્ફોટ

એકબાજુ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
રશિયા દ્વારા અનેક મિસાઈલો વડે યુક્રેન પર હુમલા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ
પાકિસ્તાનમાં ભારતીય સુપરટોનિક મિસાઈલ પડી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
પાકિસ્તાને ગુરુવારે દાવો કર્યો હતો કે ભારત તરફથી એક સુપરસોનિક
પદાર્થે તેની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને કહ્યું છે કે ભારત તરફથી
124 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી રહેલી એક વસ્તુ પાકિસ્તાનના ખાનવાલ
જિલ્લામાં મિયાં ચન્નુ પાસે પડી હતી
, જેના કારણે
નાગરિકોની સંપત્તિને નુકસાન થયું હતું. જો કે આના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.
પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસ પબ્લિક
રિલેશન્સ (
ISPR)ના મહાનિર્દેશક મેજર જનરલ બાબર
ઇફ્તિખારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે આ ઘટના
9 માર્ચે બની હતી. કાટમાળની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભારત
તરફથી મળેલી વસ્તુ સુપરસોનિક મિસાઈલ હતી. પરંતુ તે નાશ પામ
ી છે અને તેનાથી કોઈને નુકસાન થયું ન હતું.

Advertisement


મેજર જનરલ બાબર ઈફ્તિખારે કહ્યું, 'સાંજે 6.43 વાગ્યે પાકિસ્તાન એરફોર્સ [PAF]ના એર ડિફેન્સ ઓપરેશન સેન્ટર દ્વારા ભારતના ક્ષેત્રમાં એક હાઈ-સ્પીડ
ફ્લાઈંગ ઑબ્જેક્ટ જોવામાં આવ્યું હતું. પરંતુ તેજ ગતિએ આવી રહેલી વસ્તુ અચાનક
પાકિસ્તાન તરફ આગળ વધી હતી અને અંતે સાંજે
6.50 વાગ્યે મિયાં ચન્નુ પાસે પડી હતી. ભારત તરફથી આવેલા આ પદાર્થે
પાકિસ્તાનની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું હતું. 
તેણે આગળ કહ્યું, 'જ્યારે તે પડી ત્યારે તેણે નાગરિક
સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. સદનસીબે કોઈને ઈજા થઈ નથી અને કોઈનું
મૃત્યુ થયું નથી. મેજર જનરલે કહ્યું કે પાકિસ્તાન એરફોર્સ સતત ભારત તરફથી આવતા
સુપરસોનિક ઓબ્જેક્ટ પર નજર રાખી રહી છે.

Advertisement


પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ આ ઘટનાને ભારતની
આક્રમકતા ગણાવી છે. એક પાકિસ્તાની સમાચાર પત્રના અહેવાલ મુજબ

પાકિસ્તાની વિદેશ મંત્રીએ કહ્યું છે કે ભારતે
આની જવાબદારી લેવી પડશે. તેમણે કહ્યું
, 'આના માટે ભારતને
જવાબદાર ઠેરવવું જોઈએ. આ ઘટના અંગે ભારતની સ્પષ્ટતા બાદ અમે અમારું આગળનું પગલું
ભરીશું. આ ઘટના અંગે પાકિસ્તાને ભારતીય રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. આ ઘટના
અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શુક્રવારે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય રાજદ્વારીને
સમન્સ પાઠવ્યું હતું. તેના પર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જોરદાર વાંધો ઉઠાવ્યો
હતો. ભારતીય રાજદ્વારીને કહેવામાં આવ્યું હતું કે આવી બેજવાબદાર ઘટનાઓ હવાઈ
સુરક્ષા પ્રત્યે ભારતની અવગણના અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પ્રત્યે ઉદાસીનતા
દર્શાવે છે.

Advertisement


પાકિસ્તાને આ ઘટનાની સંપૂર્ણ અને પારદર્શક તપાસની માંગ કરી છે.
પાકિસ્તાને કહ્યું કે તપાસનું પરિણામ પાકિસ્તાન સાથે શેર કરવું જોઈએ. પાકિસ્તાને
ભારતને આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે માટે અસરકારક પગલાં ભરવા જણાવ્યું હતું.
પાકિસ્તાનના દાવા પર ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં
આવી નથી.

Tags :
Advertisement

.