Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહિલા T20 વિશ્વકપમાં ભારતની સતત બીજી જીત, વિન્ડીઝને 6 વિકેટે હરાવ્યું

ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ (ICC Women T20 World Cup 2023) માં પોતાના વિજય અભિયાનને જારી રાખતા વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે પરાજય આપ્યો છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવી સતત બીજી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા વિન્ડીઝની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 118 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 18.1 ઓવરમાં 119 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.  વેસ્ટ ઈન્ડિàª
04:52 PM Feb 15, 2023 IST | Vipul Pandya

ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ (ICC Women T20 World Cup 2023) માં પોતાના વિજય અભિયાનને જારી રાખતા વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે પરાજય આપ્યો છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવી સતત બીજી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા વિન્ડીઝની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 118 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 18.1 ઓવરમાં 119 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

વેસ્ટ ઈન્ડિઝે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને 32 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. સ્મૃતિ મંધાના 10 રન બનાવી આઉટ થઈ હતી. પાકિસ્તાન સામે મેન ઓફ ધ મેચ રહેલી જેમિમા રોડ્રિગ્સ માત્ર 1 રન બનાવી હેલી મેથ્યૂઝનો શિકાર બની હતી. શેફાલી વર્માએ 23 બોલમાં 5 ચોગ્ગા સાથે 28 રન ફટકાર્યા હતા. ભારતે 43 રન પર પોતાની ત્રીજી વિકેટ ગુમાવી હતી. 

હરમન અને રિચાની મહત્વની ભાગીદારી

રનચેઝ કરવા મેદાને ઉતરતા શાનદાર શરુઆતને લઈ ભારતીય ટીમનો જીતનો આત્મવિશ્વાસ શરુઆતથી જ બેવડાઈ ગયો હતો. ભારતીય મહિલા ટીમની ઓપનીંગ જોડીએ 32 રનની ભાગીદારી નોંધાવી હતી. શેફાલી વર્માએ 23 બોલનો સામનો કરીને 28 રન નોંધાવ્યા હતા. જ્યારે સ્મૃતિ મંધાનાએ 7 બોલમાં 10 રન નોંધાવ્યા હતા. જેમિમા રોડ્રિગ્ઝે 5 બોલનો સામનો કરીને 1 રનનુ યોગદાન આપીને પરત ફરી હતી. ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધા બાદ સુકાની હરમનપ્રીત કૌર અને રીચા ઘોષે મહત્વની ભાગીદારી નોંધાવી હતી.

હરમનપ્રીત કૌર અને રીચા ઘોષ વચ્ચે 65 બોલમાં 72 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી. રીચા અંત સુધી ક્રિઝ પર રહી હતી. જીત સુધી ક્રિઝ પર રહેનારી રિચાએ 32 બોલમાં 44 રનની અણનમ ઈનીંગ રમી હતી. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા નોંધાવ્યા હતા. ભારતીય સુકાની હરમનપ્રીતે 42 બોલમાં 33 રન નોંધાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા નોંધાવ્યા હતા. બંનેની રમતે જીતને આસાન બનાવી હતી.

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી 119 રનનુ લક્ષ્ય રાખ્યુ

કેપટાઉનમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 6 વિકેટના નુક્શાન પર વેસ્ટ ઈન્ડિઝની મદદથી 118 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન સ્ટીફન ટેલરે 40 બોલનો સામનો કરીને 42 રન નોંધાવ્યા હતા. દીપ્તી શર્માએ શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા 3 વિકેટ ઝડપી હતી. તેણે કરકસર ભરી ઓવર કરીને વેસ્ટ ઈન્ડિઝને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. પૂજા વસ્ત્રાકરે પણ પોતાની પ્રથમ ઓવર મેચમાં મેડન કરી હતી. મેચમાં પોતાની પ્રથમ ઓવર લઈને આવતા જ તેણે પ્રથમ બોલ પર વિકેટ ઝડપી હતી.

આપણ  વાંચો- ભાજપના મહિલા કારોબારી સભ્ય અને પુત્ર વિરોધ ઠગાઈ નો ગુનો નોંધાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GUjarat1stGujaratFirstIndiaVsWestIndiesINDVsWIt20worldcupTeamIndiaWomen'sT20WC2023WomensT20WCWomensT20WorldCup2023womensworldcup
Next Article