Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત બનાવવાની ભારતની સફર? કેવી છે દુશ્મને હંફાવવાની તાકાત!

સ્વદેશી ભારતીય એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને 2 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે નેવીમાં સામેલ કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર દેશને સોંપશે. તેને મેક ઇન ઇન્ડિયા મિશન હેઠળ બનાવવામાં આવ્યું છે. ભારત પહેલા માત્ર પાંચ દેશોએ 40 હજાર ટનથી વધુ વજનનું એરક્રાફ્ટ કેરિયર બનાવ્યું છે. INS વિક્રાંતનું વજન 45 હજાર ટન છે. તે અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું એરક્રાàª
07:27 AM Sep 01, 2022 IST | Vipul Pandya
સ્વદેશી ભારતીય એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને 2 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે નેવીમાં સામેલ કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર દેશને સોંપશે. તેને મેક ઇન ઇન્ડિયા મિશન હેઠળ બનાવવામાં આવ્યું છે. ભારત પહેલા માત્ર પાંચ દેશોએ 40 હજાર ટનથી વધુ વજનનું એરક્રાફ્ટ કેરિયર બનાવ્યું છે. INS વિક્રાંતનું વજન 45 હજાર ટન છે. તે અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર છે. PM નરેન્દ્ર મોદી 1લી અને 2જી સપ્ટેમ્બરે કર્ણાટક અને કેરળના પ્રવાસે જશે. 1 સપ્ટેમ્બરના રોજ પીએમ કોચીન એરપોર્ટ નજીક શ્રી આદિ શંકર જન્મભૂમિ ક્ષેત્રમની મુલાકાત લેશે. 2 સપ્ટેમ્બરે તેઓ દેશના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતને નેવીને સોંપશે.

હાઈ રિસ્કી સમુદ્રી સીમાઓની રક્ષા માટે  તેમજ એર ડિફેન્સ માટે એરક્રાફ્ટ કેરિયર અતિ મહત્વનું 
વિમાનવાહક જહાજ સમુદ્રમાં ચાલતા કિલ્લા જેવું છે. આ એક એવું ફાઈટર જહાજ છે જે સમુદ્રમાં એરબેઝની જેમ કામ કરે છે. તેમાં એરક્રાફ્ટ ટેક ઓફ અને લેન્ડ કરવા માટે વિશાળ ડેક છે, જે વાસ્તવિક રનવે જેટલું જ કામ કરે છે.  એટલું જ નહીં, તેમાં એરક્રાફ્ટને રાખવા, સજ્જ કરવા, તૈનાત કરવા અને એરક્રાફ્ટને આરામ આપવાની તમામ સુવિધાઓ છે. ગ્રાઉન્ડમાં એર ડિફેન્સ એ એરફોર્સની જવાબદારી છે, પરંતુ હાઈ રિસ્કવાળી સીમા એર ડિફેન્સ માટે એરક્રાફ્ટ કેરિયર હોવું જરૂરી છે, જેથી કરીને કોઈપણ એરક્રાફ્ટને કોઈપણ અવરોધ વિના સતત ઓપરેટ કરી શકાય. આ રીતે, એરક્રાફ્ટ કેરિયર્સ તમામ ફાઇટર જહાજો અને વિનાશક મિશાઇલ માટે એક છત્ર તરીકે કાર્ય કરે છે જેથી સેના તેમના મિશનને  પાર પાડી  શકે. તેના દ્વારા સાથે ફાઈટર એરક્રાફ્ટ, અર્લી વોર્નિંગ હેલિકોપ્ટર, એન્ટી સબમરીન હેલિકોપ્ટર સહિત 30 થી વધુ વિવિધ પ્રકારના એરક્રાફ્ટ ઓપરેટ કરી શકાય છે.

એર  ક્રાફ્ટ ભારત માટે કેટલું મહત્વનું છે
ભારતનો દરિયાકિનારો ઘણો વિશાળ છે, જે અરબી સમુદ્રથી હિંદ મહાસાગર, અને બંગાળની ખાડી સુધી વિસ્તરેલો છે. આવી સ્થિતિમાં ભારત માટે સરહદી દરિયાઇ  વિસ્તારમાં દેખરેખ રાખવા માટે એરક્રાફ્ટ કેરિયર જરૂરી હતું. ભારત પાસે પહેલેથી જ એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય છે (હાલમાં તેનું સમારકામ ચાલી રહ્યું છે), પરંતુ વિશાળ નૌકાદળ વિસ્તારને ધ્યાનમાં રાખીને એરક્રાફ્ટ કેરિયર અપૂરતું હતું. આવી સ્થિતિમાં, INS વિક્રાંત આવવાથી, દરિયાઈ વિસ્તારોમાં ભારતના ત્રીજા નેત્ર તરીકે તેની પહોંચ મજબૂત થશે. વધુમાં, પડોશી દેશોમાં વધતા પડકારો જોતા પણ ભારતને મજબૂત એરક્રાફ્ટ કેરિયરની જરૂરિયાત હતી, કારણકે ચીન હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની ઘૂષણખોરી વધારી રહ્યું છે. તેણે દિબૌટી ખાતે નૌકાદળની ચોકી બનાવી છે અને પાકિસ્તાન પણ ગ્વાદર પોર્ટના વિકાસ પર ઘણો ખર્ચ કરી રહ્યુ છે. ચીન પાસે પહેલેથી જ બે એરક્રાફ્ટ કેરિયર છે અને તેણે ત્રીજું એરક્રાફ્ટ કેરિયર હમણાં લોન્ચ કર્યું છે. ચીન તેના કાફલામાં ફ્રિગેટ્સ અને ડિસ્ટ્રોયર્સની સંખ્યા પણ સતત વધારી રહ્યું છે.

ગોવા-બાંગ્લાદેશ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી  
એરક્રાફ્ટ કેરિયર્સનું મહત્વ 1961ના ગોવા લિબરેશન વોર અને 1971ના બાંગ્લાદેશ લિબરેશન વોરમાં સ્પષ્ટ થાય છે. ત્યારે ભારત પાસે એરક્રાફ્ટ કેરિયરના રૂપમાં જૂનું વિક્રાંત હતું. જૂના વિક્રાંતને ઈંગ્લેન્ડથી લાવવામાં આવ્યું હતું. તે 1961માં નેવીમાં જોડાયું હતું. ગોવા મુક્તિ યુદ્ધ હોય કે 1971નું બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ હોય, વિક્રાંતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, 1997 માં નેવી દ્વારા તેને સેવામાંથી નિવૃત્ત કરાયું હતું. વિક્રાંત સિવાય INS વિરાટ પણ નેવી સાથે રહી ચૂક્યું છે. તે એરક્રાફ્ટ કેરિયર પણ હતું જે 1987 થી 2017 સુધી સેવામાં હતું. જો કે, આ પહેલીવાર છે જ્યારે નેવીને INS વિક્રાંતના રૂપમાં સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર મળ્યું છે.

મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં માઇલસ્ટોન
સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત સાથે, ભારત એવા દેશોના જૂથમાં જોડાય છે કે જેઓ આવા મોટા અને જટિલ યુદ્ધ જહાજો બનાવવાની ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન પાસે એરક્રાફ્ટ કેરિયર જેટલું મોટું યુદ્ધ જહાજ બનાવવાની ક્ષમતા હતી. ભારતની સંરક્ષણ જહાજ નિર્માણની સફર 1960માં શરૂ થઈ હતી. પછી કોલકાતાના ગાર્ડન રીચ વર્ક્સ (હવે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ) એ નેવી માટે 120 ટનની સંરક્ષણ બોટ બનાવી, જેનું નામ INS અજય છે. 

ભારતમાં સ્વદેશી જહાજ બનાવવાની શરૂઆત 120 ટનના જહાજથી થઈ
ભારતમાં સ્વદેશી જહાજ બનાવવાની શરૂઆત 120 ટનના જહાજથી થઈ હતી, જે હવે 40 હજાર ટન સુધી પહોંચી ગઈ છે. એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત 42 હજાર ટનથી વધુ છે. સરકારે 1950 અને 1960માં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ, મઝાગોન ડોક્સ લિમિટેડ, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ, ગોવા શિપયાર્ડ લિમિટેડ - ચાર શિપયાર્ડ હસ્તગત કર્યા. આ સમયની આસપાસ, ભારતીય નૌકાદળે નેવલ કન્સ્ટ્રક્શન ડિરેક્ટોરેટની રચના કરી અને નૌકાદળના આર્કિટેક્ટ્સની ભરતી કરવાનું શરૂ કર્યું. તેમની જવાબદારી નૌકાદળ માટે યુદ્ધ જહાજો ડિઝાઇન કરવાની હતી. 1960થી IIT ખડગપુરે નેવલ આર્કિટેક્ટને તાલીમ આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ આઈઆઈટી દિલ્હી અને કોચી યુનિવર્સિટીમાં પણ આ ટ્રેનિંગ શરૂ થઈ. યુદ્ધ જહાજોની ડિઝાઇન અને નિર્માણનો અનુભવ આવવા લાગ્યો, પછી DRDO અને DPSU એ પણ શસ્ત્રો, ઇલેક્ટ્રોનિક્સ અને સંદેશાવ્યવહારની જટિલ તકનીક વિકસાવવાનું કામ શરૂ કર્યું. આ ટેક્નોલોજીનો ઉપયોગ શિપબોર્ડ વેપન અને સેન્સર સિસ્ટમમાં થાય છે.
એક જહાજથી હજારો લોકોને રોજગાર
હાલમાં દેશભરમાં અલગ-અલગ શિપયાર્ડમાં 39 યુદ્ધ જહાજો બનાવવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં 43 જહાજો અને સબમરીન પર પણ કામ શરૂ થશે. તેને બનાવવામાં લગભગ 2,000 લોકોને સીધી રોજગારી મળી છે. લગભગ 13,000 લોકોને રોજગારી મળી. 100 થી વધુ MSME અને સ્વદેશી OEM માંથી સાધનો પૂરા પાડવામાં આવે છે. 


નેવીમાં જોડાયા બાદ વિક્રાંત INS વિક્રાંત બનશે
તેની શરૂઆત ફેબ્રુઆરી 2009માં કરવામાં આવી હતી. ઓગસ્ટ 2013માં વિક્રાંતને પહેલીવાર પાણીમાં ઉતારવામાં આવ્યું હતું તેની બેસિન ટ્રાયલ નવેમ્બર 2020થી શરૂ થઈ હતી. જુલાઈ 2022માં સમુદ્રમાં ટ્રાયલ પૂર્ણ થઈહતી. 
જુલાઈ 2022માં જે શિપયાર્ડે તેને બનાવ્યું હતું તેણે તેને નેવીને પહોંચાડ્યું હતું.
ટાઉનશીપને જરૂરી વીજળીનો જથ્થોતેને બનાવવામાં લગભગ 20 હજાર કરોડનો ખર્ચ થયો છે.
21 હજાર ટનથી વધુ ખાસ ગ્રેડનું સ્ટીલ વપરાયું છે
2,600 કિમીથી વધુ ઇલેક્ટ્રિક કેબલનો ઉપયોગ થયો છે
150 કિમીથી વધુ પાઇપલાઇન
ટાઉનશીપ જેટલી વીજ પુરવઠો જરૂરી છે
બાંધકામમાં વપરાતી 76% સ્વદેશી સામગ્રી.
તેની ઝડપ લગભગ 28 નોટિકલ છે.
5 માળની ઇમારત જેટલી ઊંચાઈ

ઊંચાઈ 61.6 મીટર (15 માળની ઇમારતની સમકક્ષ)
ફ્લાઇટ ડેક વિસ્તાર 12,500 ચોરસ મીટર
લંબાઈ 262.5 મી
ક્રૂની સંખ્યા 1,600
2,300 કમ્પાર્ટમેન્ટ
સહનશક્તિ 7,500 નોટિકલ માઇલ
તે 53 એકરમાં ફેલાયેલું છે.

ભારત છઠ્ઠો  એરક્રાફ્ટ બનાવનાર દેશ બન્યો
ભારત પહેલા માત્ર પાંચ દેશોએ 40 હજાર ટનથી વધુ વજનનું એરક્રાફ્ટ કેરિયર બનાવ્યું છે. INS વિક્રાંતનું વજન 45 હજાર ટન છે. 

INS વિક્રાંતનું નિર્માણ
આ જહાજને નેવીના વોરશિપ ડિઝાઈન બ્યુરો દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. તે જ સમયે, બાંધકામ જાહેર ક્ષેત્રના શિપયાર્ડ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. તેણે ગયા વર્ષે 21 ઓગસ્ટથી દરિયાઈ પરીક્ષણોના ઘણા તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. જહાજને નૌકાદળ સેવામાં સામેલ કર્યા બાદ તેના પર વિમાન ઉતારવા માટે તેનું પરીક્ષણ કરવામાં આવશે.
Tags :
GujaratFirstindiannavyINSvikrantNavyfirstindigenousaircraftcarrierPMModistrengthwar
Next Article