Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમારી મિસાઈલ ભૂલથી પાકિસ્તાનમાં ઘુસી ગઈ, પાકિસ્તાનના આરોપ બાદ ભારતે આપ્યો જવાબ

રશિયા યુક્રેનના યુદ્ધ વચ્ચે પાકિસ્તાન તરફથી ભારત પર આરોપ લગાવવાાં આવ્યો હતો કે ભારતની એક મિસાઈલ પાકિસ્તાનમાં પડી છે. પાકિસ્તાન તરફથી ભારત પર આરોપ લગાવતા કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન દેશની સીમામાં ભારત તરફથી સુપરસોનિક મિસાઈલ છોડવામાં આવી હતી, આ મિસાઈલ પાકિસ્તાનની સીમાની લગભગ 124 કિમી અંદર આવી ગઈ હતી. જેને પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ટ્રેસ કરવામાં આવી હતી. હવે આ મા
અમારી મિસાઈલ ભૂલથી
પાકિસ્તાનમાં ઘુસી ગઈ  પાકિસ્તાનના આરોપ બાદ ભારતે આપ્યો જવાબ

રશિયા યુક્રેનના યુદ્ધ વચ્ચે પાકિસ્તાન તરફથી ભારત પર આરોપ લગાવવાાં આવ્યો હતો કે ભારતની એક મિસાઈલ પાકિસ્તાનમાં પડી છે. પાકિસ્તાન તરફથી ભારત પર આરોપ
લગાવતા કહેવામાં આવ્યું હતું કે
પાકિસ્તાન દેશની સીમામાં ભારત તરફથી સુપરસોનિક મિસાઈલ
છોડવામાં આવી હતી
, આ મિસાઈલ પાકિસ્તાનની સીમાની લગભગ 124 કિમી અંદર આવી ગઈ હતી.
જેને પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ટ્રેસ કરવામાં આવી હતી. હવે આ મામલે
ભારત તરફથી જવાબ આપવામાં આવ્યો છે. જેમાં ભારતે સ્વીકાર્યું છે કે મિસાઈલ છોડવામાં
આવી હતી.

Advertisement


ભારતીય રક્ષા મંત્રાલયે
પાકિસ્તાનમાં પડી ગયેલી મિસાઈલ પર સત્તાવાર જવાબ આપતાં કહ્યું હતું કે તેમાં ખરાબી
આવતા મિસાઈલ પાકિસ્તાનમાં આવી ગઈ હતી. અમને આ ઘટનાનો અફસોસ છે. આ મામલે ઉચ્ચ
સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એટલે કે
, ભારતે પાકિસ્તાનને કહ્યું
છે કે ભૂલથી આ મિસાઈલ પાકિસ્તાનની સરહદ પર છોડવામાં આવી હતી.

Advertisement


પાકિસ્તાને આરોપ લગાવ્યો
હતો કે
9 માર્ચે ભારત તરફથી 'સુપરસોનિક મિસાઈલ' છોડવામાં આવી હતી. પાકિસ્તાનને આશંકા હતી કે તે સુપરસોનિક મિસાઈલ છે
જે હરિયાણાના સિરસાથી છોડવામાં આવી હતી. સિરસામાં ભારતીય વાયુસેનાનું મહત્વનું
એરબેઝ છે. પાકિસ્તાનના એર-ડિફેન્સ દ્વારા તેનું ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. ખુદ
પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ
ISPRના ડીજીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ
મિસાઈલમાં કોઈ વિસ્ફોટક ન હતા અને મહાજન ફિલ્ડ ફાયરિંગમાં રાજસ્થાનમાં રેન્જ.માં
પડવાનું હતું.
પરંતુ તે પાકિસ્તાનના મિયા ચન્નુ વિસ્તારમાં પડ્યું. પાકિસ્તાનનો
આરોપ છે કે આના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી
, પરંતુ તે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષાની વિરુદ્ધ હતું અને તેનાથી
મોટી દુર્ઘટના થઈ શકે છે. તમને જણાવી દઈએ કે
, પાકિસ્તાનના મિયાં ચન્નુમાં
જે જગ્યાએ આ સુપરસોનિક મિસાઈલ પડી હતી
, તે વિસ્તાર બહાવલપુરમાં
આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના ઘરથી માત્ર
160 કિમી દૂર છે.

Advertisement

 

Tags :
Advertisement

.