Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તમામ શક્ય મદદ માટે ભારત તૈયાર, તુર્કી સાથે અમે ઉભા છીએ: PM MODI

તુર્કી (Turkey)માં સોમવારે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધીમાં 195 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ તુર્કીમાં આવેલા આ ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, તુર્કીમાં ભૂકંપના કારણે જાન-માલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના તેમજ ઘાયલોને ઝડપથી સ્વàª
06:57 AM Feb 06, 2023 IST | Vipul Pandya
તુર્કી (Turkey)માં સોમવારે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધીમાં 195 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ તુર્કીમાં આવેલા આ ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, તુર્કીમાં ભૂકંપના કારણે જાન-માલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના તેમજ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના.
આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારત તુર્કીના લોકો સાથે એકતામાં ઊભું છે અને આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે, ભૂકંપના કારણે દક્ષિણ પૂર્વ તુર્કી સહિત સીરિયામાં મોટું નુકસાન થયું છે.

તુર્કીમાં સવારે 4.17 વાગ્યે ભૂકંપના આંચકા
ભૂકંપનું કેન્દ્ર તુર્કી ગાડિયાન્ટેપેમાં હતું, જે સીરિયા સરહદથી લગભગ 90 કિલોમીટર દૂર છે. જેના કારણે સીરિયાના અનેક શહેરોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તુર્કીમાં સવારે 4.17 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની ઊંડાઈ જમીનથી 17.9 કિલોમીટર હતી. આ તીવ્ર ભૂકંપના કારણે અનેક ઈમારતો જોતજોતામાં ધરાશાયી થઈ ગઈ હતી અને ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો.
લોકોએ લગભગ 6 વખત આંચકા અનુભવ્યા
ભૂકંપ વિશે માહિતી આપતાં તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગને ટ્વીટ કર્યું કે પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ ભૂકંપ દરમિયાન લોકોએ લગભગ 6 વખત આંચકા અનુભવ્યા હતા. રાષ્ટ્રપતિએ અપીલ કરી કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રવેશ ન કરો.
તુર્કીએ મદદ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે હાથ લંબાવ્યો
તુર્કીએ મદદ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે હાથ લંબાવ્યો છે. તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપની અસર લેબનોન, સિરીયા અને ઇઝરાયેલ સુધી જોવા મળી છે અને ત્યાં પણ અનેક લોકોના મોત થયા છે અને ઘાયલ થયા છે. 
આ પણ વાંચો--તૂર્કીમાં તબાહી, લોકોની ચીસાચીસ અને પત્તાના મહેલની જેમ ઇમારતો ધરાશાયી, જુઓ વીડિયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BreakingnewsEarthquakeNarendraModiGujaratFirstturkey
Next Article