ચાલુ વર્ષે એકવાર ફરી ભારત-પાકિસ્તાનની ટીમ જોવા મળશે આમને-સામને, જાણો કોણે કર્યું એલાન
ક્રિકેટના ચાહકો ભારત અને પાકિસ્તાનની મેચની હર હંમેશા રાહ જોતા હોય છે. ત્યારે હવે તેમના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. એકવાર ફરી ક્રિકેટની મહાજંગ આ વર્ષના અંતમાં થવાની છે, જેમા ભારત અને પાકિસ્તાન (India and Pakistan) ની ટીમો આમને - સામને જોવા મળશે. આ ટૂર્નામેન્ટ એશિયા કપ છે. મહત્વનું છે કે, આ વર્ષે એશિયા કપ 2023 (Asia Cup 2023) સપ્ટેમ્બરમાં રમાવાનો છે. ત્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહ (Jay Shah) àª
Advertisement
ક્રિકેટના ચાહકો ભારત અને પાકિસ્તાનની મેચની હર હંમેશા રાહ જોતા હોય છે. ત્યારે હવે તેમના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. એકવાર ફરી ક્રિકેટની મહાજંગ આ વર્ષના અંતમાં થવાની છે, જેમા ભારત અને પાકિસ્તાન (India and Pakistan) ની ટીમો આમને - સામને જોવા મળશે. આ ટૂર્નામેન્ટ એશિયા કપ છે. મહત્વનું છે કે, આ વર્ષે એશિયા કપ 2023 (Asia Cup 2023) સપ્ટેમ્બરમાં રમાવાનો છે. ત્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહ (Jay Shah) એ એશિયા કપ સહિત 2023 અને 2024 માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલ શેડ્યૂલ (Asian Cricket Council Schedule) જાહેર કર્યું છે.
એક જ ગ્રુપમાં જોવા મળશે ભારત-પાકિસ્તાનની ટીમ
જય શાહે એશિયા કપના બે ગ્રુપમાં કઇ ટીમ હશે તેની પણ જાહેરાત કરી છે. ગ્રુપ સ્ટેજમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈપ્રોફાઈલ મેચ થશે, કારણ કે બંને એક જ ગ્રુપમાં છે. વર્ષ 2022 એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનની ટીમો બે વખત આમને-સામને જોવા મળી હતી. પ્રથમ મેચમાં ભારત અને બીજી વખત પાકિસ્તાનની ટીમ એશિયા કપ જીતી હતી. હવે વર્ષ 2023 દરમિયાન યોજાનાર એશિયા કપમાં ફરી એકવાર બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાવાનો છે. જેના માટે કઈ ટીમ ક્યા ગ્રુપમાં છે તેની માહિતી શેર કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટના એક ગ્રુપમાં જ્યાં ભારત અને પાકિસ્તાનની ટીમો મુકાબલો કરવા જઈ રહી છે. બીજા ગ્રુપમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ હશે. તેથી દર્શકો માટે ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવાની આ બીજી સારી તક હશે.
Advertisement
એશિયા કપનું શિડ્યુલ જાહેર
જય શાહે ટ્વીટ કરીને આગામી બે વર્ષનું શિડ્યુલ જાહેર કર્યું છે. એશિયા કપમાં કુલ 6 ટીમો ભાગ લેશે અને આ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે. એટલે કે મેચ કન્ફર્મ છે. આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાશે. આ પછી ટીમ ઈન્ડિયાની યજમાનીમાં વનડે વર્લ્ડ કપ પણ રમાવાનો છે.
ક્રિકેટ એશિયા કપ 2023: બંને જૂથોમાં કઈ ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે
એશિયા કપ ગ્રુપ 1 માં કઈ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે?
ભારત
પાકિસ્તાન
ક્વોલિફાયર 1
એશિયા કપ ગ્રુપ 2 માં કઈ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે?
શ્રીલંકા
બાંગ્લાદેશ
અફઘાનિસ્તાન
એશિયા કપ 2023માં કેટલી મેચ રમાશે?
એશિયા કપ 2023માં લીગ સ્ટેજ, સુપર 4 અને ફાઈનલ મેચ સહિત કુલ 13 મેચો રમાશે. જણાવી દઈએ કે ગત વખતે ગ્રુપ સ્ટેજમાં સારું પ્રદર્શન કર્યા બાદ ટીમ ઈન્ડિયા સુપર 4માં હારીને બહાર થઈ ગઈ હતી. આ સાથે જ શ્રીલંકાની ટીમ પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બની હતી. જોકે, એશિયા કપ 2023નું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે એશિયા કપ 2023 ના આયોજનને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. જય શાહે વાર્ષિક બેઠક બાદ સ્પષ્ટ કર્યું હતું કે એશિયા કપ પાકિસ્તાનની ધરતી પર નહીં યોજાય. વળી, તેના નિવેદન પછી, પાકિસ્તાન તરફથી સતત ધમકીઓ મળી રહી હતી કે તે પણ 2023 વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે.
પાકિસ્તાન પાસે હોસ્ટિંગ અધિકારો છે
એશિયા કપ 2023 ના આયોજનની જવાબદારી પાકિસ્તાનને સોંપવામાં આવી હતી. પરંતુ ACC પ્રમુખ જય શાહ પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. આવી સ્થિતિમાં આ ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે રમાશે. જય શાહે ટ્વીટ કર્યું, 'એશિયન ક્રિકેટ કાઉન્સિલના રૂટ સ્ટ્રક્ચર અને 2023 અને 2024 માટે ક્રિકેટ કેલેન્ડર પ્રસ્તુત કરી રહ્યાં છીએ! તે રમતને નવી ઊંચાઈઓ પર લઈ જવાના અમારા અપ્રતિમ પ્રયાસો અને જુસ્સાને પ્રતિબિંબિત કરે છે. તમામ દેશોના ક્રિકેટરો એક સુંદર પ્રદર્શન કરવા માટે તૈયારી કરી રહ્યા છે, તે ક્રિકેટ માટે શ્રેષ્ઠ સમય હોવાનું વચન આપે છે!”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement