સરહદ અને સૈન્ય સાથે છેડછાડ થાય તો હવે ભારત પણ ઇઝરાયેલ અને અમેરિકાની માફક જવાબ આપે છે: અમિત શાહ
કર્ણાટકની રાજધાની બેંગલોરના એક દિવસના પ્રવાસ પર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને ભારતની તાકાત વિશે વાત કરી. અમિત શાહે મંગળવારે કહ્યું કે ભારત તેની સરહદો સાથે છેડછાડ કરનારાઓ પર અમેરિકા અને ઇઝરાયેલની જેમ જવાબી કાર્યવાહી કરી શકે છે. તેમણે પુલવામા આતંકી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈકતરફ પણ ઇશારો કર્યો. તેમણે પૂર્વેની કોંગ્રેસ સરકારને ઢીલી સુરક્ષા વ્યવસ્થા માટે જવાબદà
Advertisement
કર્ણાટકની રાજધાની બેંગલોરના એક દિવસના પ્રવાસ પર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને ભારતની તાકાત વિશે વાત કરી. અમિત શાહે મંગળવારે કહ્યું કે ભારત તેની સરહદો સાથે છેડછાડ કરનારાઓ પર અમેરિકા અને ઇઝરાયેલની જેમ જવાબી કાર્યવાહી કરી શકે છે. તેમણે પુલવામા આતંકી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈકતરફ પણ ઇશારો કર્યો. તેમણે પૂર્વેની કોંગ્રેસ સરકારને ઢીલી સુરક્ષા વ્યવસ્થા માટે જવાબદાર ગણાવીને કહ્યું કે, પહેલા જ્યારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ હુમલાઓ કરતા ત્યારે ભારત નિવેદનો કરતું હતું, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારથી આ વસ્તુઓમાં સુધારો થયો છે.
અમિત શાહે બેંગેલોરમાં નૃપતુંગા યુનિવર્સિટી, તેના શૈક્ષણિક વિભાગ અને અન્ય કેટલાક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યુ હતું. તેમણે કહ્યું કે અગાઉ માત્ર અમેરિકા અને ઇઝરાયેલ જ તેમની સરહદો અને સૈન્ય સાથે થતી છેડછાડનો બદલો લેતા હતા. પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે આપણો મહાન દેશ ભારત પણ આ સમૂહમાં જોડાયો છે.
સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરી
સભાને સંબોધતા શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી 2016માં ઉરીમાં અને 2019માં પુલવામામાં આતંકી હુમલા થયા અને અમે 10 દિવસમાં પાકિસ્તાનની અંદર સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરી. ગૃહમંત્રીએ કહ્યું, “કેટલાક લોકો પૂછે છે કે આ (સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક)ની શું અસર થઈ? હું તેમને કહું છું કે તેની મોટી અસર થઈ છે. હવે આખી દુનિયા જાણે છે કે કોઈ પણ ભારતીય સરહદ સાથે છેડછાડ નહીં કરી શકે, નહીં તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી
મોદી સરકારની સિદ્ધિઓ ગણાવતા શાહે કહ્યું કે કલમ 370, 35-A અને નાગરિકતા સંશોધન કાયદાના અમલ જેવા ઘણા મુદ્દાઓ સમયસર ઉકેલાઈ ગયા છે. તેમણે કહ્યું કે 5 ઓગસ્ટ 2019ને ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. લોકો કહેતા હતા કે કલમ 370 નાબૂદ કરવામાં આવશે તો ખૂન-ખરાબા થશે, પરંતુ કાંકરો ફેંકવાની પણ કોઈની હિંમત ના થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370ની જોગવાઈઓ નાબૂદ કરીને કાશ્મીરને બાકીના ભારત સાથે એક કર્યું છે.
શિક્ષણ સુધારણા માટેના પગલાં
દેશમાં શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા માટે લેવામાં આવેલા અનેક પગલાઓની ગણતરી કરતા અમિત શાહે કહ્યું કે મોદી સરકાર હેઠળ છ નવી કેન્દ્રીય યુનિવર્સિટીઓ, સાત ભારતીય પ્રબંધન સંસ્થાન, સાત ભારતીય ટેકનોલોજી સંસ્થાન, 209 મેડિકલ કોલેજો, 320 યુનિવર્સિટીઓ અને 5,709 નવી કોલેજો બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે દેશમાં 410 ગ્રામીણ યુનિવર્સિટીઓ અને ઘણી કોમર્શિયલ યુનિવર્સિટીઓ પણ ખોલવામાં આવી છે.