Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મંકીપોક્સને લઈને ભારતને મળી મોટી રાહત, પહેલો પોઝિટીવ દર્દી સાજા થઈને ઘેર પહોંચ્યો, દિલ્હીમાં 5માં કેસ

મંકિપોક્સ વાયરસ ચેપી છે પરંતુ તે 21 દિવસની અંદર મટી પણ જાય છે તે વાત એટલી જ સાચી છે. ભારતમાં મંકિપોક્સના કેસ વધી રહ્યાં છે ત્યારે હવે દિલ્હીમાં મંકિપોક્સના પાંચમા કેસની વચ્ચે પહેલો દર્દી સાજા થતા તેને રજા આપવામાં આવી છે જે ભારત માટે ખૂબ રાહતની વાત છે. દિલ્હીમાં મંકીપોક્સનો પાંચમો કેસ નોંધાયો દિલ્હીમાં મંકીપોક્સનો પાંચમો દર્દી મળી આવ્યો છે. અહીંની લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલ માં
મંકીપોક્સને લઈને ભારતને મળી મોટી રાહત  પહેલો પોઝિટીવ દર્દી સાજા થઈને ઘેર પહોંચ્યો  દિલ્હીમાં 5માં કેસ

મંકિપોક્સ વાયરસ ચેપી છે પરંતુ તે 21 દિવસની અંદર મટી પણ જાય છે તે વાત એટલી જ સાચી છે. ભારતમાં મંકિપોક્સના કેસ વધી રહ્યાં છે ત્યારે હવે દિલ્હીમાં મંકિપોક્સના પાંચમા કેસની વચ્ચે પહેલો દર્દી સાજા થતા તેને રજા આપવામાં આવી છે જે ભારત માટે ખૂબ રાહતની વાત છે. 

Advertisement


દિલ્હીમાં મંકીપોક્સનો પાંચમો કેસ નોંધાયો 

દિલ્હીમાં મંકીપોક્સનો પાંચમો દર્દી મળી આવ્યો છે. અહીંની લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલ માં દાખલ મહિલાનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાના હાથમાં તીવ્ર તાવ અને ફોલ્લીઓ થતાં તેને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ મહિલાની હાલત સ્થિર છે. મંકિપોક્સથી પોઝિટીવ થનાર 22 વર્ષીય યુવતી મૂળ આફ્રિકાની છે અને તે નાઈજેરિયાથી આવી હતી. 

દિલ્હીના પ્રથમ દર્દીને હોસ્પિટલમાં રજા આપવામાં આવી 

દિલ્હીની આ બીજી મહિલા છે જેનો મંકિપોક્સનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. આ સિવાય દિલ્હીમાં જોવા મળતા મંકીપોક્સ સંક્રમણના અન્ય ત્રણ દર્દીઓ પુરુષ છે. તે જ સમયે, સોમવારે દિલ્હીના મંકીપોક્સના પ્રથમ દર્દીને એલએનજેપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Advertisement


એલએનજેપી હોસ્પિટલના એમડી ડો.સુરેશ કુમારે શું કહ્યું 
આ માહિતી આપતા એલએનજેપી હોસ્પિટલના એમડી ડો.સુરેશ કુમારે જણાવ્યું હતું કે, એક દર્દીને એનએલજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના સેમ્પલની તપાસમાં મંકીપોક્સનો ચેપ જોવા મળ્યો છે. ડોક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી છે.  તેમણે કહ્યું કે દિલ્હીમાં મંકીપોક્સ સંક્રમણનો આ પાંચમો કેસ છે. હાલ મંકીપોક્સના કુલ 4 દર્દીઓ એલએનજેપી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે એક વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે જતો રહ્યો છે.
Tags :
Advertisement

.