Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘બીજાને ખુશ કરવા ભારત કોઇનો પડછાયો ન બની શકે’ વિદેશ મંત્રી એસ. જયશંકરના ફરી પશ્ચિમી દેશો પર પ્રહાર

રાજધાની દિલ્હીમાં દેશ વિદેશના નેતાઓ અને નીતિ નિર્માતોઓ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સંગષ્ઠી ‘રાયસીના ડાયલોગ’ ચાલી રહી છે. જેની ચર્ચામાં ભાગ લઇને વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે ફરી એક વખત અમેરિકા સહિત યુરોપિયન દેશોને આડકતરી રીતે કડક શબ્દોમાં ભારતના સ્પષ્ટ વલણની વાત કરી છે. જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થયું છે ત્યારથી વિશ્વના દેશો બે જૂથોમાં વહેંચાઇ ગયા છે. જેમાં ભારતે બિàª
 lsquo બીજાને ખુશ કરવા ભારત કોઇનો પડછાયો ન બની શકે rsquo  વિદેશ મંત્રી એસ  જયશંકરના ફરી પશ્ચિમી દેશો પર પ્રહાર
રાજધાની દિલ્હીમાં દેશ વિદેશના નેતાઓ અને નીતિ નિર્માતોઓ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સંગષ્ઠી ‘રાયસીના ડાયલોગ’ ચાલી રહી છે. જેની ચર્ચામાં ભાગ લઇને વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે ફરી એક વખત અમેરિકા સહિત યુરોપિયન દેશોને આડકતરી રીતે કડક શબ્દોમાં ભારતના સ્પષ્ટ વલણની વાત કરી છે. જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થયું છે ત્યારથી વિશ્વના દેશો બે જૂથોમાં વહેંચાઇ ગયા છે. જેમાં ભારતે બિનજોડાણવાદી નીતિ અપનાવી છે. ભારતે નથી રશિયાનો પક્ષ લીધો કે નથી યુક્રેનનો. જે અમેરિકીકા સહિત યુરોપિયન દેશોને ખટકી રહ્યું છે. જેથી તેઓ અવનાર નવાર ભારત પર દાબણ પણ કરી રહ્યા છે. 
ભારતને કોઇ બીજા દેશની મંજૂરીની જરુર નથી
તેવામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે પરી એક વખત આ માટે કડક શબ્દોમાં ભારત કોઇ પણ જૂથમાં નહીં જોડાય તેવી વાત કરી છે. વિદેશમંત્રીએ બુધવારે કહ્યુપં કે ‘ભારતને પોતાનું વલણ નક્કી કરવા માટે કોઇ બીજા દેશની મંજૂરીની જરુર નથી. ભારત કોઇ અન્ય દેશને ખુશ કરવા માટે તેનો પડછાયો ના બની શકે.’ તેમણે આગળ કહ્યું કે ‘દેશ પોતાની ક્ષમતાઓ પર ભરોસો રાખે અને દુનિયા શું છે તે જાણવાને બદલે આપણે શું છીએ તે જાણીએ અને તકોો લાભ ઉઠાવીએ.’
રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટેનો રસ્તો
રશિયા અને યુક્રેનના યુદ્ધની વાત કરતા તેમણે કહ્યું કે ‘યુક્રેનમાં સંઘર્ષનો સામનો કરવા માટે બે શ્રેષ્ઠ રસ્તાઓ છે. લડાઈ બંધ કરો અને વાતચીતનો આગ્રહ રાખો. ઉપરાંત આ કટોકટીની સ્થિતિમાં ભારતનું વલણ આવી પહેલને આગળ વધારવાનું છે. ઉલ્લેખનીય છે કે ભારતે હજુ સુધી યુક્રેન પરના હુમલાની જાહેરમાં નિંદા કરી નથી અને વાતચીત અને કૂટનીતિ દ્વારા સંઘર્ષને ઉકેલવાની અપીલ કરી રહ્યું છે. 
અફઘાનિસ્તાન વખતે ક્યાં હતા?
એસ. જયશંકરે યુરોપિયન દેશોને કહ્યું કે યુક્રેન સંકટ તેમના માટે ચેતવણી સમાન સાબિત થઇ શકે છે, જેથી તેમનું ધ્યાન એ તરફ પણ જાણ કે એશિયામાં શું થઇ રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી એશિયા વિશ્વનો શાંત ભાગ નથી. પશ્ચિમી શક્તિઓ એશિયા સામેના પડકારોથી બેધ્યાન છે. તમે યુક્રેન વિશે વાત કરો છો. મને યાદ છે કે એક વર્ષ કરતાં પણ ઓછા સમય પહેલાં, અફઘાનિસ્તાનમાં શું થયું હતું? જ્યાં તમામ લોકોને પોતાના ફાયદા માટે દુનિયાએ એકલા છોડી દીધા હતા. 
ચીનના સંદર્ભમાં જયશંકરે કહ્યું કે એશિયામાં નિયમ આધારિત વ્યવસ્થાને પડકારવામાં આવી રહી હતી ત્યારે યુરોપ દ્વારા ભારતને વધુ વેપાર કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ અમે તમને આવી સલાહ નથી આપી રહ્યા. અમે તો યુરોપને એશિયા તરફ પણ નજર કરવાની સલાહ આપી છે, કે જેની સરહદો અસ્થિર હતી.
Advertisement
Tags :
Advertisement

.