Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતનો પ્રલય પાકિસ્તાન અને ચીનને લાવી દેશે પરસેવો, સરકારે લીધો આ નિર્ણય

ભારત સાથે જોડાયેલી સરહદો પર ચીન અને પાકિસ્તાન સમયાંતરે અવળચંડાઈ કરતા રહે છે. ચીન લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં સરહદનો વિવાદ તો પાકિસ્તાન આતંકવાદીઓને ભારતમાં મોકલવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં ભારતીય સેના પણ કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા માટે હંમેશા એલર્ટ છે ત્યારે હવે ભારત સરકારે ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.120 પ્રલય બેલાસ્ટિક à
ભારતનો પ્રલય પાકિસ્તાન અને ચીનને લાવી દેશે પરસેવો  સરકારે લીધો આ નિર્ણય
ભારત સાથે જોડાયેલી સરહદો પર ચીન અને પાકિસ્તાન સમયાંતરે અવળચંડાઈ કરતા રહે છે. ચીન લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં સરહદનો વિવાદ તો પાકિસ્તાન આતંકવાદીઓને ભારતમાં મોકલવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં ભારતીય સેના પણ કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા માટે હંમેશા એલર્ટ છે ત્યારે હવે ભારત સરકારે ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
120 પ્રલય બેલાસ્ટિક મિસાઈલ ખરીદવાની મંજૂરી
રવિવારે રક્ષા મંત્રાલયે સશસ્ત્ર દળો માટે 120 પ્રલય બેલાસ્ટિક મિસાઈલ ખરીદીને મંજૂરી આપી છે. એક વાર સશસ્ત્ર દળોને મળી ગયા બાદ પ્રલય મિસાઈલને ચીન સાથેની સરહદે તૈનાત કરવામાં આવશે. પ્રલય મિસાઈલ સરહદે 150થી 500 કિલોમીટરની વચ્ચે દુશ્મનના ઠેકાણે નષ્ટ કરી શકવાની તાકાત ધરાવે છે.
રાત્રે પણ હુમલો કરવાની ક્ષમતા
મિસાઇલ ગાઇડન્સ સિસ્ટમમાં અત્યાધુનિક નેવિગેશન અને ઇન્ટિગ્રેટેડ એવિઓનિક્સ નો સમાવેશ થાય છે. પ્રલય એક સરફેસ-ટુ-સરફેસ સેમી-બેલિસ્ટિક મિસાઇલ છે. આવી મિસાઇલો તેમના સૈનિકોને દુશ્મનના હવાઈ સંરક્ષણ સ્થળોને સંપૂર્ણપણે નાશ કરવાની તાકાત આપે છે. પ્રલય મિસાઈલ રાતે પણ હુમલો કરી શકે છે.
ચીન-પાકિસ્તાન
મિસાઈલની ઝડપ 2 હજાર કિમી પ્રતિ કલાક જેટલી હોવાની શક્યતા છે અને જો આ બંને પાડોશી દેશોની વાત કરીએ તો ચીન પાસે આ સ્તરની ડોંગફેંગ-12 મિસાઈલ છે. જ્યારે, પાકિસ્તાન પાસે ચીને આપેલી ગઝનવી, એમ-11 અને શાહીન મિસાઇલો છે. જેમાંથી ગઝનવી 320 કિમી, એમ-11 350 કિમી અને શાહીન 750 કિમી રેન્જની મિસાઇલ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.