ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારત અને જાપાન આ તારીખથી પ્રથમ દ્વિપક્ષીય હવાઈ યુદ્ધ અભ્યાસ કરશે

ભારતીય વાયુસેના (IAF) અને જાપાનીઝ એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JASDF) 12થી 26 જાન્યુઆરી દરમિયાન જાપાનના હ્યાકુરી એરપોર્ટ અને ઇરુમા એરપોર્ટ પર તેમની પ્રથમ દ્વિપક્ષીય હવાઈ કવાયત 'વીર ગાર્ડિયન 23' (Veer Guardian 2023) કરવા માટે તૈયાર છે. સંયુક્ત કવાયતનો ઉદ્દેશ્ય બંને દેશોની વાયુ સેના વચ્ચે પરસ્પર સમજણ વધારવા અને સંરક્ષણ સહયોગને મજબૂત કરવાનો છે. આ એર કવાયતમાં ભાગ લઇ રહેલી ભારતીય ટૂકડીમાં ચાર Su-30 MKI, બે C-17 અને એક IL-78
11:53 AM Jan 07, 2023 IST | Vipul Pandya
ભારતીય વાયુસેના (IAF) અને જાપાનીઝ એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JASDF) 12થી 26 જાન્યુઆરી દરમિયાન જાપાનના હ્યાકુરી એરપોર્ટ અને ઇરુમા એરપોર્ટ પર તેમની પ્રથમ દ્વિપક્ષીય હવાઈ કવાયત "વીર ગાર્ડિયન 23" (Veer Guardian 2023) કરવા માટે તૈયાર છે. સંયુક્ત કવાયતનો ઉદ્દેશ્ય બંને દેશોની વાયુ સેના વચ્ચે પરસ્પર સમજણ વધારવા અને સંરક્ષણ સહયોગને મજબૂત કરવાનો છે. આ એર કવાયતમાં ભાગ લઇ રહેલી ભારતીય ટૂકડીમાં ચાર Su-30 MKI, બે C-17 અને એક IL-78 એરક્રાફ્ટ સામેલ હશે, જ્યારે JASDF ચાર F-2 અને ચાર F-15 એરક્રાફ્ટ સાથે ભાગ લેશે.
જાપાન પ્રથમ વખત ભારત સાથે સંયુક્ત હવાઈ યુદ્ધ અભ્યાસ કરશે
જાપાન પણ ધીમે ધીમે ભારત સાથે તેના સૈન્ય સંબંધોનું વિસ્તરણ કરી રહ્યું છે. આ કડીમાં, આ મહિને તે પ્રથમ વખત ભારત સાથે સંયુક્ત હવાઈ યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યું છે. 'વીર ગાર્ડિયન' (Veer Guardian) નામની આ સંયુક્ત હવાઈ અભ્યાસ 12 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન જાપાનના હ્યાકુરી અને ઈરુમા એર બેઝ પર યોજાવાની છે. અહીં ભારતની તરફથી સુખોઈ-30 MKI ફાઈટર જેટ્સ, મિડ-એર રિફ્યુઅલિંગ IL-78, વ્યૂહાત્મક લિફ્ટ એરક્રાફ્ટ C-17 ગ્લોબમાસ્ટર-3 તેમજ ભારતીય વાયુસેનાના 150 લડવૈયાઓ ભાગ લેશે. વળી, જાપાન તરફથી આ અભ્યાસમાં F-2 અને F-15 ફાઇટર જેટ ભાગ લેશે. 

ભારત-જાપાન લશ્કરી અભ્યાસ
હાલમાં બંને દેશો સંયુક્ત નૌકા અને સૈન્ય અભ્યાસ કરે છે. દ્વિપક્ષીય આર્મી ધર્મ ગાર્ડિયન અભ્યાસ 2018 માં શરૂ કરવામાં આવી હતી. લેટેસ્ટ અભ્યાસ ફેબ્રુઆરી 2022માં કર્ણાટકના બેલગાવી ખાતે કરવામાં આવ્યો હતો.
સંયુક્ત નૌકા અભ્યાસ
ભારતીય નૌકાદળ 2012 થી જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ સાથે દર વર્ષે જાપાન ઈન્ડિયા મેરીટાઇમ એક્સરસાઇઝ (JIMEX)નું આયોજન કરે છે. આ વર્ષે તે બંગાળની ખાડીમાં 11-17 સપ્ટેમ્બર દરમિયાન યોજાયો હતો.

અભ્યાસ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધો અને ઘનિષ્ઠ સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવશે
મહત્વનું છે કે, 08 સપ્ટેમ્બર 2022 ના રોજ જાપાનના ટોક્યોમાં યોજાયેલી બીજી 2 2 વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરની બેઠક દરમિયાન, ભારત અને જાપાન દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને આગળ ધપાવવા માટે અને પ્રથમ સંયુક્ત ફાઇટર જેટ ડ્રીલનું આયોજન કરવા સહિત વધુ સૈન્ય કવાયતોમાં જોડાવા માટે સંમત થયા હતા, જે બંને પક્ષો વચ્ચે સુરક્ષા સહયોગમાં થઇ રહેલી વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે. આમ, આ અભ્યાસ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંબંધો અને ઘનિષ્ઠ સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવાની દિશામાં એક બીજું પગલું હશે.
બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા મૈત્રી સંબંધને વધુ મજબૂત બનાવશે
આ અભ્યાસના ઉદ્ઘાટન વખતે બંને દેશોની વાયુ સેના વચ્ચે વિવિધ હવાઇ યુદ્ધ અભ્યાસને સમાવી લેવામાં આવશે. તેઓ જટિલ વાતાવરણમાં મલ્ટિ-ડોમેન એર કોમ્બેટ મિશન હાથ ધરશે અને એકબીજા સાથે શ્રેષ્ઠ આચરણોનું આદાનપ્રદાન કરશે. બંને પક્ષો તરફથી નિષ્ણાતો દ્વારા પરિચાલન સંબંધિત વિવિધ પાસાઓ પર તેમના કૌશલ્યનું આદાનપ્રદાન કરવા માટે ચર્ચા પણ કરાશે. 'વીર ગાર્ડિયન' અભ્યાસ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા મૈત્રી સંબંધને વધુ મજબૂત બનાવશે અને બંને દેશોની વાયુસેનાઓ વચ્ચે સંરક્ષણ સહયોગના માર્ગોમાં વધારો કરશે.
આ પણ વાંચો - એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારો શખ્સ ઝડપાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DharmaGuardianGujaratFirstIAFIndiaandJapanJASDFVeerGuardian2023Exercise
Next Article