ભારતે પાકિસ્તાન સામે ફરી કરી ડિજિટલ સ્ટ્રાઇક, જાણો શું થયું
ભારતે (India) પાકિસ્તાન (Pakistan)ની શાહબાઝ સરકાર સામે મોટી ડિજિટલ સ્ટ્રાઈક (Digital Strike') કરી છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જ પાકિસ્તાન સરકારે PFI પર પાંચ વર્ષના પ્રતિબંધના વિરોધમાં ટ્વિટ કર્યું હતું. તેના કારણે ભારતે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરી છે.PFIને સમર્થનમાં ટ્વિટ કર્યુંપોપà
06:09 AM Oct 01, 2022 IST
|
Vipul Pandya
ભારતે (India) પાકિસ્તાન (Pakistan)ની શાહબાઝ સરકાર સામે મોટી ડિજિટલ સ્ટ્રાઈક (Digital Strike') કરી છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જ પાકિસ્તાન સરકારે PFI પર પાંચ વર્ષના પ્રતિબંધના વિરોધમાં ટ્વિટ કર્યું હતું. તેના કારણે ભારતે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
PFIને સમર્થનમાં ટ્વિટ કર્યું
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ટ્વિટનો જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે પાકિસ્તાનમાં કેનેડિયન એમ્બેસીના એક ટ્વિટનો સ્ક્રીનશોટ હતો. અહેવાલો અનુસાર, પાકિસ્તાનના કોન્સ્યુલેટ જનરલ વૈકૂંવરના સત્તાવાર હેન્ડલે પ્રતિબંધિત PFIના સમર્થનમાં ટ્વિટ કર્યું છે. તેના પછી વાયરલ સ્ક્રીન શોટમાં ટ્વિટ કરાયું હતું.
સ્ક્રીન શોટ વાયરલ થયો હતો
વાયરલ સ્ક્રીનશોટ ટ્વિટમાં જણાવાયું હતું કે ભાજપ શાસિત રાજ્યોમાં અટકાયતના નામે મોટા પાયે ધરપકડો થઈ રહી છે. તે PFIને નિશાન બનાવતી કેન્દ્ર સરકાર વિરુદ્ધ લોકતાંત્રિક મૂલ્યોનું ઉલ્લંઘન છે. આ નિરંકુશ વ્યવસ્થા મુજબ આવી કાર્યવાહીની અપેક્ષા હતી.
અગાઉ પણ ભારતે ડિજિટલ સ્ટ્રાઇક કરી હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે ભારતે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી હોય. આ પહેલા પણ મોદી સરકાર દ્વારા 55 યુટ્યુબ ચેનલો અને દેશ વિરોધી કન્ટેન્ટવાળી બે વેબસાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ભારત જાન્યુઆરી 2022 અને ડિસેમ્બર 2021માં પાકિસ્તાન પર આવી કાર્યવાહી કરી ચૂક્યું છે.
તાજેતરમાં પણ ભારતે વિરોધ કર્યો હતો
તાજેતરમાં, બિડેન વહીવટીતંત્રે F-16 ફાઇટર જેટ માટે US $ 450 મિલિયન (રૂ. 45 કરોડ)ના જાળવણી પેકેજને મંજૂરી આપી હતી. ભારતે તેની સામે મોટો વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી મદદનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદ માટે આ પ્રકારના મેન્ટેનન્સ પેકેજનો ઉપયોગ કરી રહ્યું છે. જયશંકરે કહ્યું હતું કે આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન તેના F-16 ફાઈટર જેટ્સનો ઉપયોગ ક્યાં અને કોની વિરુદ્ધ કરે છે.
આ પણ વાંચો-- આજથી આ નિયમોમાં ફેરફાર, જાણો તમને શું અસર થઇ શકે
Next Article