ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજથી શરૂ થશે ભારત-દ.આફ્રિકા T20I સિરીઝ, જાણો ક્યા જોઇ શકશો મેચ

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે આજથી ત્રણ T20 મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. દરમિયાન, મેચના દિવસે જ ટીમ ઈન્ડિયા (Team India) મા ત્રણ નવા ખેલાડીઓની એન્ટ્રી થવા જઈ રહી છે. BCCIએ ત્રણ નવા ખેલાડીઓની જાહેરાત કરી છે અને એ પણ જણાવ્યું છે કે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં કયા ખેલાડીઓ ટીમ ઈન્ડિયા (Team India) નો ભાગ નહીં હોય. દક્ષિણ આફ્રિકા હાલ ભારતના પ્રવાસ પરઓસ્ટ્રેલિયા બાદ દક્ષિણ આફ્રિકા સાથેની શ્રેà
10:19 AM Sep 28, 2022 IST | Vipul Pandya
ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે આજથી ત્રણ T20 મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. દરમિયાન, મેચના દિવસે જ ટીમ ઈન્ડિયા (Team India) મા ત્રણ નવા ખેલાડીઓની એન્ટ્રી થવા જઈ રહી છે. BCCIએ ત્રણ નવા ખેલાડીઓની જાહેરાત કરી છે અને એ પણ જણાવ્યું છે કે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં કયા ખેલાડીઓ ટીમ ઈન્ડિયા (Team India) નો ભાગ નહીં હોય. 
દક્ષિણ આફ્રિકા હાલ ભારતના પ્રવાસ પર
ઓસ્ટ્રેલિયા બાદ દક્ષિણ આફ્રિકા સાથેની શ્રેણી માટે અલગ-અલગ ટીમોની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે ટીમમાં પણ ફેરફાર થયો છે. શ્રેયસ અય્યર અને શાહબાઝ અહેમદને ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે મોહમ્મદ શમી અને ઈજાગ્રસ્ત દીપક હુડ્ડાને બહાર રાખવામાં આવ્યા છે. અર્શદીપ સિંહ પણ ટીમનો ભાગ હશે. પ્રથમ T20 મેચ સાંજે 7 વાગ્યે તિરુવનંતપુરમમાં રમાશે. જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકા હાલ ભારતના પ્રવાસ પર છે. જ્યાં ટીમ ભારત સાથે ત્રણ મેચની T20 અને ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. T20 શ્રેણીની પ્રથમ મેચ આજે એટલે કે 28 સપ્ટેમ્બરે ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Greenfield International Stadium), તિરુવનંતપુરમમાં રમાશે.

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ભારત સામે રમવા ઉત્સાહિત
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં મળેલી T20 શ્રેણીની જીતથી ખૂબ જ ખુશ છે. હવે ટીમ રોહિતના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકા પર પણ જીત મેળવવા માંગે છે. વળી, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા પણ ભારતમાં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ સાથે, બંને ટીમો માટે આગામી T20 વર્લ્ડ કપ પહેલા તૈયારી કરવાની આ અંતિમ તક હશે. આ દૃષ્ટિએ બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની પૂરી શક્યા છે. જો તમે આ જબરદસ્ત મુકાબલાને જોવા માંગો છો, તો ચાલો તમને જણાવીએ કે તમે લાઈવ મેચ ક્યાં અને ક્યારે જોઈ શકો છો.
ક્યા જોઇ શકશો લાઈવ મેચ
ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે આજે એટલે કે 28 સપ્ટેમ્બરે ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમમાં T20 મેચ રમાવાની છે. જે સાંજે 7:00 કલાકે શરૂ થશે. જો તમે આ મેચ લાઈવ જોવા ઈચ્છો છો, તો આ સિરીઝની સત્તાવાર ચેનલ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક છે. જ્યાં તમામ મેચો સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી અને સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી હિન્દી ચેનલો પર બતાવવામાં આવશે. આ સિવાય યુઝર્સ ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્લિકેશન પર લાઈવ મેચ ટેલિકાસ્ટ પણ જોઈ શકે છે. જણાવી દઈએ કે, પાછલી સિરીઝની જેમ આ મેચ દૂરદર્શન પર ટેલિકાસ્ટ કરવામાં આવી રહી નથી. આ કારણે, તમે ફક્ત સ્ટાર સ્પોર્ટ્સ અને હોટસ્ટાર એપ્લિકેશન પર જ મેચ જોઈ શકશો.
આ પણ વાંચો - વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી થયો હોસ્પિટલમાં દાખલ
Tags :
CricketFirstT20IGujaratFirstINDvsSASportst20worldcupt20worldcup2022
Next Article