Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જંત્રીમાં કરાયેલા વધારો હાલ પુરતો મોકૂફ, 15 એપ્રીલથી થશે અમલી, થશે આ ફાયદો, જાણો

ગુજરાત સરકારે (Gujarat Government) જંત્રીમાં વધારો કરતા બિલ્ડર એસોસિયએશનમાં (Builders Association) નારાજગી વ્યાપી ગઈ હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને (Ahmedabad Builders Association) નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક સૂચનો આપ્યા હતા. જે બાદ હવે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મોટો નિર્ણય
06:23 AM Feb 11, 2023 IST | Vipul Pandya
ગુજરાત સરકારે (Gujarat Government) જંત્રીમાં વધારો કરતા બિલ્ડર એસોસિયએશનમાં (Builders Association) નારાજગી વ્યાપી ગઈ હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને (Ahmedabad Builders Association) નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક સૂચનો આપ્યા હતા. જે બાદ હવે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મોટો નિર્ણય લીધો છે.
જંત્રી દર હાલ પુરતો મોકૂફ
રાજ્ય સરકારે રાજ્યમાં જંત્રી દરમાં કરાયેલો વધારો હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ગત 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખ્યો જે આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે.  આ અંગે ગઈકાલે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકારના અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બિલ્ડર એસોસિએશન પણ જંત્રીના નવા દરો હાલમાં લાગુ કરવાના વિરોધમાં હતું અને મુખ્યમંત્રીની બાંયધરી છતાં કોઈ નિરાકરણ ના આવવાને કારણે ગત રોજ રાજ્યભરમાં દરેક જિલ્લા કલેક્ટરને બિલ્ડર એસોસિયેશન દ્વારા જિલ્લા સ્તરે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
AMCનો નિર્ણય
જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા નવા જંત્રી દરને અમદાવાદ મહાનગરપાલિકાએ 3 વર્ષ માટે લાગૂ નહી કરવામાં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જંત્રીના અમલની તારીખ લંબાવવા મુદ્દે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે લોકોના વ્યાપક હિતમાં નિર્ણય કર્યો છે. બિલ્ડર્સ એસોસિયેશને અનેક વખત રજૂઆત કરી હતી. આ નિર્ણયથી અનેક લોકોને મોટો ફાયદો થશે.
ફાયદો
જંત્રીના નવા દર લાગૂ થવાનો સમયગાળો વધવાથી આવનારા દિવસોમાં ઘર ખરીદનાર, વેચનારને મળશે રાહત, બિલ્ડર્સને પણ ફાયદો  થશે. મકાનોના ખરીદ વેચાણ વધશે. તેમ  જે મકાનોના રજીસ્ટ્રેશન બાકી છે તેને વધારે સમય મળશે. સ્ટેમ્પ ડ્યુટી અને GST દરમાં લાગૂ પડેલા વધારાથી પણ રાહત મળશે.
જંત્રી એટલે શું?
જંત્રી એટલે જમીન કે કોઈ પણ પ્રૉપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવેલા લધુતમ ભાવ છે. ગુજરાતમાં આ ભાવ છેલ્લાં 12 વર્ષોથી વધ્યાં નહોતાં. હવે તેમાં ડબલ ભાવવધારો કરવામાં આવ્યો છે. આ એક એવો કાનૂની પુરાવો છે જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીને અલગ અલગ નામે પણ ઓળખવામાં આવે છે. તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા તો રેડી રૅકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો - PM મોદી રોકી શકે છે રશિયા-યુક્રેન યુદ્ધ, અમેરિકાએ વ્યક્ત કર્યો વિશ્વાસ, કહી આ મોટી વાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhupendraPatelGujaratGujaratFirstGujaratGovernmentImplementedinAprilJantriNewJantriNewRateStateGovernment
Next Article