Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ-અમદાવાદ હાઈવે પર સાયલા પાસે ચાંદીની લૂંટનો બનાવ બનતા ચકચાર

રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાયલા નજીક લૂંટની ઘટના સામે આવી છે. કીમતી મુદ્દામાલ ભરેલા વાહનને આંતરી ત્રણ કારમાં આવેલા લૂંટારાઓએ અંદાજે ૧૦૦૦ કિલો ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇજીની સૂચના મુજબ SPના સુપરવિઝન હેઠળ અલગ-અલગ 15 થી 17 ટીમ બનાવી નાકાબંધી કરી છે. અંદાજિત 3.90 કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવવા મામલે પોલીસે આરોપી
રાજકોટ અમદાવાદ હાઈવે પર સાયલા પાસે ચાંદીની લૂંટનો બનાવ બનતા ચકચાર
રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાયલા નજીક લૂંટની ઘટના સામે આવી છે. કીમતી મુદ્દામાલ ભરેલા વાહનને આંતરી ત્રણ કારમાં આવેલા લૂંટારાઓએ અંદાજે ૧૦૦૦ કિલો ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇજીની સૂચના મુજબ SPના સુપરવિઝન હેઠળ અલગ-અલગ 15 થી 17 ટીમ બનાવી નાકાબંધી કરી છે. અંદાજિત 3.90 કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવવા મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના સાયલા હાઇવે પર રૂ. 3.90 કરોડની ચાંદી અને ઇમિટેશન જ્વેલરીની લૂંટની ઘટનાથી ચકચાર મચી છે. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇ.જી.અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત, એલસીબી અને એસઓજી પીઆઇ સહિત રાજકોટ રેન્જ આઇજીની 15 થી 17 ટીમ દ્વારા નાકાબંધી કરવાની સાથે ત્રણ ગાડીમાં આવેલા લૂંટારાઓને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરાઇ હતી. આ લૂંટની ઘટનાથી સમગ્ર સાયલા હાઇવે પોલીસ-છાવણીમાં છવાઈ ગયો હતો.
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતે જણાવ્યું હતું કે રસ્તા વચ્ચે ત્રણ ગાડીવાળાએ એક ફોર-વ્હીલ ગાડીચાલકને રોક્યો હતો. બે લોકો ગાડીચાલકને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. ત્યાર બાદ ગાડીમાં જે કુરિયરનો જ્વેલરીનો સામાન હતો એ લઈને ફરાર થઈ ગયા હતા. આશરે રૂ. 3.90 કરોડની કિંમતની ચાંદીની તેમજ ઈમિટેશન જ્વેલરીની લૂંટ થઈ છે. આ ચકચારી ઘટના બાદ રાજકોટ રેન્જની 15 થી 17 ટીમ દ્વારા સમગ્ર પંથકમાં નાકાબંધી કરી લૂંટારાને ઝબ્બે કરવાનાં ચક્રો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રાજકોટના રણછોડનગર શેરી નંબર 4માં આવેલ ન્યુઝ એર સર્વિસ નામની પાર્સલ ઓફિસ ખાતે પોલીસની ટીમ પહોંચી છે અને સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. સાથે જ અલગ અલગ હાઇવે પરના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. હાઇવે પર પણ નાકાબંધી કરવામાં આવી છે. પાર્સલ ઓફિસથી શરૂ કરી હાઇવે સુધી તમામ સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. આ તપાસમાં ગાડી પાર્સલ ભરી રાત્રિના 9.40 વાગ્યે રણછોડનગરમાંથી રવાના થઈ હોવાનું સામે આવતા તે પહેલા અને પછીના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.
હાલ તો પોલીસે અલગ અલગ સ્થળો પર ના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ મામલે લૂંટનો ભોગ બનનાર બોલેરો પીકઅપ વાનના ચાલક અમિતકુમાર સીંગ રહે. રાજકોટ વાળાએ સાયલા પોલીસ મથકે અજાણ્યા ૦૭ શખ્શો સામે લૂંટ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.