અમરેલીના ઇશ્વરીયામાં CM ભૂપેન્દ્ર પટેલ અને મોરારી બાપુ દ્વારા પ્રાથમિક શાળાનુ લોકાર્પણ, હેમા માલિની પણ હાજર
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના વતન અમરેલીના ઈશ્વરીયા ખાતે પ્રાથમિક શાળાના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મથુરાના સાંસદ હેમા માલિની, કથાકાર મોરારીબાપુ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ અને સુવિધા સભર પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમની સાથે સાથે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા આજà
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના વતન અમરેલીના ઈશ્વરીયા ખાતે પ્રાથમિક શાળાના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મથુરાના સાંસદ હેમા માલિની, કથાકાર મોરારીબાપુ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ અને સુવિધા સભર પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમની સાથે સાથે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા આજથી ‘સુપોષણ’ અભિયાનનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો.
આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાંથી કુપોષિત બાળકો ને શોધીને તેમની સારવાર અને તેમના માટે પોષણક્ષમ આહારની વ્યવસ્થા કરવામાં આવશે. આ તકે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે ઈશ્વરીયા ગામની પ્રાથમિક શાળાની વિશેષતા એ છે કે અહીં શહેરના બાળકો અભ્યાસ માટે આવી રહ્યા છે. અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામે ગાયકવાડ રાજવી સમયની પ્રાથમિક શાળા હતી. જેનું નવીનીકરણ કરીને ઇશ્વરીયા ગામે સુવિધા સભર પ્રાથમિક શાળા બનાવવામાં આવી છે.
પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા ઉદ્ઘાટક કથાકાર મોરારી બાપુએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અન્ય પ્રાંત કરતા શિક્ષણ અને શાળાઓ ખુબ સારી છે. સાથે જ ઉપસ્થિત રહેલા મથુરાના સાંસદ હેમા માલિનીએ પણ અહીંની શાળા અને શિક્ષણના ભરપેટ વખાણ કર્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ના શિક્ષણ મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ મુદ્દે રાજકારણ પણ ગરમાઈ રહ્યુ છે. તેવા સમયે જ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના વતન ઈશ્વરીયા ખાતે આ પ્રકારની શાળાનું ભવ્ય લોકાર્પણ કદાચ વિરોધીઓને સણસણતો જવાબ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
Advertisement