Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

51 શક્તિપીઠ પરિક્રમાના પ્રથમ દિવસે 70 હજાર માઇભક્તો એ પરિક્રમાનો લાભ લીધો

શક્તિપીઠ અંબાજીમાં અનેરો ઉત્સવશક્તિ ભક્તિ અને આરાધનાનો ત્રિવેણી સંગમશ્રી અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો શુભારંભઅંબાજી તળેટીમાં સાંસ્ક્રુતિક કાર્યક્રમનું આયોજનયુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિ ગાંધીનગર દ્વારા કરાયું આયોજનશક્તિપીઠ અંબાજી (Ambaji)માં શક્તિ ભક્તિ અને આરાધનાનો પર્વ એટલે 51 શક્તિપીઠ પરિક્રમા ઉત્સવ. રાજ્ય સરકાર અને યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિ વિભાગ à
51 શક્તિપીઠ પરિક્રમાના પ્રથમ દિવસે 70 હજાર માઇભક્તો એ પરિક્રમાનો લાભ લીધો
  • શક્તિપીઠ અંબાજીમાં અનેરો ઉત્સવ
  • શક્તિ ભક્તિ અને આરાધનાનો ત્રિવેણી સંગમ
  • શ્રી અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો શુભારંભ
  • અંબાજી તળેટીમાં સાંસ્ક્રુતિક કાર્યક્રમનું આયોજન
  • યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવુતિ ગાંધીનગર દ્વારા કરાયું આયોજન
શક્તિપીઠ અંબાજી (Ambaji)માં શક્તિ ભક્તિ અને આરાધનાનો પર્વ એટલે 51 શક્તિપીઠ પરિક્રમા ઉત્સવ. રાજ્ય સરકાર અને યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્રારા 5 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે.
અરવલ્લીની સુંદર ગિરિમાળા પર માતાજીના બેસણા
ગુજરાત અને રાજસ્થાન સરહદ પાસે જગત જનની મા અંબા અરવલ્લીની સુંદર આહલાદક ગિરિમાળા પર બિરાજમાન છે. મા અંબાનું આ પ્રાગટય સ્થાનનું વેદો પુરાણોમાં પણ મહત્વ રહ્યું છે. આ સ્થાનક અતિ પવિત્ર માનવામાં આવે છે એટલે જ શ્રદ્ધાળુઓમાં આ સ્થાનક શ્રધ્ધાનું કેન્દ્ર રહ્યું છે. અહીં વર્ષ દરમિયાન લાખો શ્રધ્ધાળુઓ મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતાની અનુભૂતિ કરે છે . મા અંબાના સાનિધ્યમાં આવનાર દરેક માઇભક્તોની સઘળી મનોકામના પૂર્ણ થાય છે. અહીં દર્શન માત્રથી આધિ વ્યાધિ અને ઉપાધિ હણનાર મા અંબાની ભક્તો પર અમી દ્રષ્ટિ સદૈવ રહી છે.

મા અંબાના આંગણે તેજોમય ઉત્સવ
શક્તિપીઠ અંબાજીમાં માતાજીના પવન સાનિધ્ય હાલમાં અનેરો ઉત્સવ યોજાઈ રહ્યો છે. 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠ મહા મહોત્સવ નું આયોજન કહેવામાં આવી રહ્યું છે. જેમાં પ્રથમ દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સાધુ સંતોની પવન ઉપસ્થિતિમાં પરિક્રમા મહોત્સવને માઇભક્તો માટે ખુલ્લો મુકવમાં આવ્યો.  પ્રથમ દિવસે અનેક માઇભક્તો એ પરિક્રમનો લાભ લીધો. મા અંબાના જ્યાં બેસણા છે એવા ગબ્બર તેમજ નીચે જય અંબેના નાદ સાથે મોટી સંખ્યામાં માઇભક્તોની ઉપસ્થિતિ થી વાતાવરણ ભક્તિમય બન્યું

પ્રથમ દિવસે 70 હજાર માઇભક્તો એ પરિક્રમાનો લાભ લીધો
ભારતીય સંસ્ક્રુતિ માં 51 શક્તિપીઠ ના પાવનકારી દર્શનનું ખૂબ મહત્વ રહ્યું. માધ્યમ પરિસ્થિતિ ધરાવનાર લોકો માટે મોંઘી 51 શક્તિપીઠ ના દર્શન કરવા જવું શક્ય અને સરળ નથી હોતું ત્યારે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ની દીર્ઘ દ્રષ્ટિ અને ડ્રિમ પ્રોજેકટ સમાન અંબાજી માતાજી ગબ્બર ફરતે 51 શક્તિપીઠ બનાવવા એક સ્વપ્ન સેવ્યું હતુ તે આજે સાકર કરી બતાવ્યું છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ના પ્રથમ દિવસે એક અંદાજ મુજબ 70 હજાર લોકોએ આ પરિક્રમાનો લાભ લીધો. મોટી સંખ્યામાં માઇભક્તો જોડાયા હતા.

ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ સૌને  મંત્રમુગ્ધ કર્યા
પરિક્રમાના પ્રથમ દિવસે મા અંબાના  ગબ્બર નીચે યુવા અને સાંસ્ક્રુતિક વિભાગ ગાંધીનગર દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ફુલ ગુલાબી ઠંડીમાં સંગીત પ્રેમીઓ ની ઉપસ્થિતિમાં ઉપસ્થિત કલાકારોએ મા અંબાના ગરબા ગાઈ લોકોને ભક્તિ તરફ વધુ પ્રેરિત કર્યા હતા. પ્રથમ દિવસે સાંત્વની ત્રિવેદી અને ધર્મેશ બારોટ એમ બે કલાકારો એ પોતાની ગાઈકીની કળા થી સૌ કોઈને ડોલાવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.