Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પશ્ચિમ બંગાળમાં હવે રાજ્યપાલની જગ્યાએ મુખ્યમંત્રી હશે યુનિવર્સિટીના ચાન્સેલર

પશ્ચિમ બંગાળમાં હવે રાજ્યપાલના સ્થાને મુખ્યમંત્રી તમામ યુનિવર્સિટીમાં ચાન્સેલર બનશે.મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારે આ મોટો નિર્ણય કરતાં બંગાળનું રાજકારણ ગરમ બન્યું છે.ટૂંક સમયમાં કેબિનેટમાં આ અંગેનું બિલ પણ લાવવામાં આવશે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી નજીકના ભવિષ્યમાં રાજ્યપાલના બદલે પોતે રાજ્યની યુનિવર્સિટીમાં ચાન્સેલર બની જશે.બંગાળની વિધાનસભામાં આ મામલે
પશ્ચિમ બંગાળમાં હવે રાજ્યપાલની  જગ્યાએ મુખ્યમંત્રી હશે યુનિવર્સિટીના ચાન્સેલર
પશ્ચિમ બંગાળમાં હવે રાજ્યપાલના સ્થાને મુખ્યમંત્રી તમામ યુનિવર્સિટીમાં ચાન્સેલર બનશે.મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારે આ મોટો નિર્ણય કરતાં બંગાળનું રાજકારણ ગરમ બન્યું છે.ટૂંક સમયમાં કેબિનેટમાં આ અંગેનું બિલ પણ લાવવામાં આવશે. 
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી નજીકના ભવિષ્યમાં રાજ્યપાલના બદલે પોતે રાજ્યની યુનિવર્સિટીમાં ચાન્સેલર બની જશે.બંગાળની વિધાનસભામાં આ મામલે સંશોધીત બિલ પણ રજૂ કરાશે. રાજ્યના શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે  ગુરુવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
ઉલ્લેખનિય છે કે કેટલાક દિવસો પહેલાં જ યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂકને લઇને બંગાળમાં રસાકસી જોવા મળી હતી. આ મુદ્દે રાજ્યપાલની સત્તા ઓછી કરવા માટે મમતા સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. 
વાસ્તવમાં તાજેતરમાં જ રાજ્યપાલ જગદીપ ધનખડ પર મોટો આરોપ લાગ્યો હતો કે તેમણે રાજ્ય સરકારની સહમતી લીધા વગર જ ઘણા કુલપતિઓની નિમણૂક કરી હતી. આ મુદ્દો હવે બંગાળમાં ફરીથી રાજકિય ધમાસાણ થશે તેમ માનવામાં આવી રહ્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.