Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાગરામાં બંદૂકની અણીએ પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવી બુકાનીધારી રફુચક્કર

વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ વેલકમ પેટ્રોલ પંપ ઉપર બંદૂકની અણીએ 2 બુકાનીધારી લૂંટારુઓ લૂંટની ઘટનાને અંજામ આપી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર લૂંટની ઘટના અંગેના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા છે. CCTV ફૂટેજના આધારે વાગરા પોલીસે લૂંટારુઓનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.ઘટના અંગે વધુ મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આમોદ દહેજ રોડ પર આવેલ પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાતà«
વાગરામાં બંદૂકની અણીએ પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવી બુકાનીધારી રફુચક્કર
વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ વેલકમ પેટ્રોલ પંપ ઉપર બંદૂકની અણીએ 2 બુકાનીધારી લૂંટારુઓ લૂંટની ઘટનાને અંજામ આપી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર લૂંટની ઘટના અંગેના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા છે. CCTV ફૂટેજના આધારે વાગરા પોલીસે લૂંટારુઓનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.
ઘટના અંગે વધુ મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આમોદ દહેજ રોડ પર આવેલ પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાત્રે 2 જેટલા બુકાનીધારી લૂંટારુઓ બાઈકમાં પેટ્રોલ પુરાવવાનાં બહાને આવ્યા હતા અને ત્યાં હાજર કર્મચારીને ધક્કો મારી કેબિનમાં લઈ જઈ રૂપિયાની માંગણી કરી હતી. ફિલરે પૈસા આપવાની ના પાડતા બંદૂક બતાવી લૂંટની ઘટનાને અંજામ આપી બંને ફરાર થઈ ગયા હતા. 
પેટ્રોલ પંપ ઉપર આવેલ 2 બુકાનીધારી લૂંટારુઓએ બંદૂક બતાવી પેટ્રોલ પંપના કર્મચારીને ઓફિસમાં લઈ આવ્યા હતા. જ્યાં તેને માર મારીને ઓફિસમાં રહેલી રોકડ રકમની માંગણી કરી હતી. જેમાં અંદાજે ૩૦ હજાર ઉપરાંતની રોકડ રકમની લૂંટ ચલાવી લૂંટારુઓએ કર્મચારીને ઓફિસમાં જ ગોંધી દઇ ફરાર થઇ ગયા હતા. સમગ્ર બનાવની જાણ પેટ્રોલ પંપના સંચાલકને થતાં પોલીસને જાણ કરાઇ હતી.વાગરા પોલીસે CCTV ફૂટેજના આધારે વહેલી તકે લૂંટારુઓનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે.
વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ વેલકમ પેટ્રોલ પંપ ખાતે ઘટેલ ઘટનાની જાણ થતાંજ ભરુચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, જંબુસર ડિવિજનના નાયબ પોલીસ અધિક્ષક તેમજ વાગરા પોલીસ મથકના પો.સ.ઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસને વધુ વેગ આપ્યો હતો. રાત્રી દરમિયાન હાજર પેટ્રોલ પંપના કર્મીઓની પૂછપરછ કરી જરૂરી પુરાવાઓ એકત્ર કરવા સાથે પોલીસે CCTV ફુટેજના આધારે લૂંટારુઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Advertisement
Tags :
Advertisement

.