વાઘવલ્લા ગામે પોલીસે વ્યાપક પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપ્યું
હાલ ઠેર ઠેર ખાનગી રાહે પ્રતિબંધત્મક કેફી દ્રવ્યો ગેરકાયદેસર વાવેતર કરવાના કિસ્સા બહાર આવતા જાય છે. ત્યારે બાયડ (Baid)ના વાઘવલ્લા(Waghwalla)ગામે ખેતરમાંથી વ્યાપક માત્રામાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. પાંચ જેટલા ખેતરોમાંથી ઝડપાયેલો ગાંજો (Marijuana) લાખો રૂપિયાનો હોવાની શક્યતા છે.ખેતરોમાંથી ઝડપાયેલો ગાંજો લાખોનો હોવાની શક્યતાબાયડના ખેડા જિલ્લા અને મહીસાગર જિલ્લાની સરહદે આવેલા વાઘવલ્લા ગા
05:27 PM Oct 18, 2022 IST
|
Vipul Pandya
હાલ ઠેર ઠેર ખાનગી રાહે પ્રતિબંધત્મક કેફી દ્રવ્યો ગેરકાયદેસર વાવેતર કરવાના કિસ્સા બહાર આવતા જાય છે. ત્યારે બાયડ (Baid)ના વાઘવલ્લા(Waghwalla)ગામે ખેતરમાંથી વ્યાપક માત્રામાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. પાંચ જેટલા ખેતરોમાંથી ઝડપાયેલો ગાંજો (Marijuana) લાખો રૂપિયાનો હોવાની શક્યતા છે.
ખેતરોમાંથી ઝડપાયેલો ગાંજો લાખોનો હોવાની શક્યતા
બાયડના ખેડા જિલ્લા અને મહીસાગર જિલ્લાની સરહદે આવેલા વાઘવલ્લા ગામે આવેલા ખેતરમાં પ્રતિબંધિત કેફી દ્રવ્ય ગાંજાની ખેતી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી. તેના આધારે અરવલ્લી જિલ્લા એલસીબી, એસઓજી અને બાયડ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરતાં લગભગ પાંચ જેટલા ખેતરોમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું છે. જેને લઈને આખા વાઘવલ્લા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગાંજાના ખેતરોના માલની સિલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી
જિલ્લાની મોટા ભાગની પોલીસ ઝડપાયેલા ગાંજાના ખેતર આસપાસ ખડકી દેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ગાંજાના ખેતરોના માલની સિલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોડી સાંજે કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે અને એ સમયે જ કેટલાનો મુદ્દામાલ એ સમગ્ર હકીકત જાણી શકાશે. પરંતુ પાંચ જેટલા મોટા ખેતરોમાં ઝડપાયેલો ગાંજો છેલ્લા ૧૦ કલાકથી પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે લગભગ ૧૫૦૦ ઉપરાંત ગાંજાના છોડ હોવાની શક્યતા છે જેમાં ૨૫ જેટલા મજૂરોની મદદથી ગાંજાના છોડ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ગાંધીનગર એફએસએલની ટીમ પણ કામે લાગી છે
Next Article