Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિદ્યાનગરમાં રીક્ષાચાલકે સાગરિતોની મદદથી ચેઇન સ્નેચિંગને આપ્યો અંજામ

આણંદ નજીક આવેલા વિદ્યાનગરમાં એક વૃદ્ઘ મહિલાને રીક્ષામાં બેસાડીને જાણી જોઈને ભીડ કરી તેણીએ પહેરેલો ૬૦ હજાર રૂપિયાની કિંમતનો સોનાનો દોરો તોડીને મહિલાને અધવચ્ચે ઉતારીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.આ અંગે વિદ્યાનગર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને  તપાસ હાથ ધરી છે.અગાઉથીજ પાછળના ભાગે બે મુસાફરો બેઠા હતા મળતી વિગતો અનુસાર સહજાનંદ એલીગન્સમાં રહેતા દેવ્યાનીબેન રાજેન્દ્રભાઈ à
વિદ્યાનગરમાં રીક્ષાચાલકે સાગરિતોની મદદથી ચેઇન સ્નેચિંગને આપ્યો અંજામ
આણંદ નજીક આવેલા વિદ્યાનગરમાં એક વૃદ્ઘ મહિલાને રીક્ષામાં બેસાડીને જાણી જોઈને ભીડ કરી તેણીએ પહેરેલો ૬૦ હજાર રૂપિયાની કિંમતનો સોનાનો દોરો તોડીને મહિલાને અધવચ્ચે ઉતારીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.આ અંગે વિદ્યાનગર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને  તપાસ હાથ ધરી છે.
અગાઉથીજ પાછળના ભાગે બે મુસાફરો બેઠા હતા 
મળતી વિગતો અનુસાર સહજાનંદ એલીગન્સમાં રહેતા દેવ્યાનીબેન રાજેન્દ્રભાઈ પટેલ (ઉ. વ. 71)ગત 7મી તારીખના રોજ બપોરના પોણા એક વાગ્યાના સુમારે વિદ્યાનગરના પ્રગતિ મંડળ જવા માટે એક રીક્ષામાં સવાર થયા હતા. રીક્ષામાં અગાઉથી જ ડ્રાયવર સહિત પાછળના ભાગે બે મુસાફરો બેઠા હતા. રીક્ષા કામ્યા હોસ્ટેલ પાસે પહોંચી એ સાથે જ ત્રીજો શખ્સ પણ રીક્ષામાં પાછળ બેસી ગયો હતો.દરમ્યાન આ ત્રણેય શખ્સોએ જાણી જોઈને હલનચલન કરીને ભીડ કરી હતી.
ખુબજ ચાલાકીથી ગળામાંથી સોનાનો દોરો તોડી લીધો 
જેથી દેવ્યાનીબેને શાંતીથી બેસી રહેવાનું જણાવ્યું હતુ. જેની સાથે પેલા ત્રણેય શખ્સોએ તેમને શાંતિથી બેસી રહેવાની વાત કરી હતી. દરમ્યાન આ શખ્સોએ દેવ્યાનીબેને ગળામાં પહેરેલો સોનાનો દોઢ તોલા વજનનો દોરો કે જેની કિંમત 60 હજાર રૂપિયા જેટલી થવા જાય છે તે તોડીને ચોરી કરી લીધો હતો. રીક્ષા વિદ્યાનગરના રબારીવાસ પાસે આવેલા ખોડીયાર મંદિરે પહોંચી એ સાથે જ પાછળથી બેઠેલો શખ્સ તેમાંથી ઉતરીને જતો રહ્યો હતો. 
પેસેન્જર્સને ઉતારી પરત આવવાનું કહી થયો ગાયબ 
કસુંબલ હોટલ આગળ પહોચતા જ રીક્ષા ડ્રાયવરે દેવ્યાનીબેનને નીચે ઉતારી દીધા હતા અને જણાવ્યું હતુ કે, આ બે પેસેન્જરને ઉતારીને પરત આવું છુ તેમ જણાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 15 મિનિટ સુધી દેવ્યાનીબેને રાહ જોઈ હોવા છતાં રીક્ષાચાલક પરત ના આવતાં દેવ્યાનીબેન પોતાના ઘરે જતા રહ્યા હતા અને તપાસ કરતા સોનાનો દોરો ગાયબ હતો. જેથી આજદિન સુધી શોધખોળ કરવા છતાં પણ ઉક્ત રીક્ષા કે તેમાં સવાર શખ્સો ના મળી આવતાં વિદ્યાનગર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.પોલીસે ગુનો દાખલ કરીને દેવ્યાનીબેન પાસેથી મળેલા ચારેય શખ્સોના વર્ણનના આધારે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.