Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરા મહાનગરપાલિકામાં સરકારી કચેરીઓનો 39 કરોડ જેટલો વેરો બાકી, પાલિકા માત્ર નોટિસ આપીને મૌન

વડોદરા મહાનગર પાલિકા દ્વારા સામાન્ય નાગરિકો પાસેથી વેરાની કડક વસુલાત કરવામાં આવી રહી છે.જો કોઈ નાગરિક વેરા ની રકમ ન ભરે તો તેની મિલકત સિલ કરવામાં આવી રહી છે,વડોદરામાં આવેલી સરકારી કચેરીઓનો 39 કરોડ ઉપરાંતનો વેરો બાકી છે ત્યારે નાગરિકો પાસેથી વેરાની કડક ઉઘરાણી કરતી પાલિકા સરકારી કચેરીઓ સામે લાચાર બની હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.વડોદરા પાલિકા દ્વારા વેરામાં વધારો કરી સામા
વડોદરા મહાનગરપાલિકામાં સરકારી કચેરીઓનો 39 કરોડ જેટલો વેરો બાકી  પાલિકા માત્ર નોટિસ આપીને મૌન
વડોદરા મહાનગર પાલિકા દ્વારા સામાન્ય નાગરિકો પાસેથી વેરાની કડક વસુલાત કરવામાં આવી રહી છે.જો કોઈ નાગરિક વેરા ની રકમ ન ભરે તો તેની મિલકત સિલ કરવામાં આવી રહી છે,વડોદરામાં આવેલી સરકારી કચેરીઓનો 39 કરોડ ઉપરાંતનો વેરો બાકી છે ત્યારે નાગરિકો પાસેથી વેરાની કડક ઉઘરાણી કરતી પાલિકા સરકારી કચેરીઓ સામે લાચાર બની હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
વડોદરા પાલિકા દ્વારા વેરામાં વધારો કરી સામાન્ય નાગરિકો પર કરોડો રૂપિયાનો બોઝો ઝીંકવામાં આવ્યો છે.તો સાથે જ પાલિકા દ્વારા નાગરિકો પાસેથી વેરાની કડક વસુલાત પણ કરવામાં આવી રહી છે,પાલિકા દ્વારા શહેરના બાવીસ હજાર જેટલી રેહણાંક મિલકતોને વેરો ભરી દેવા નોટીસ ફટકારવામાં આવી છે તો સાથે જ વેરા ની રકમ નહિ ભરનાર 3500 મિલકતો સીલ કરી દેવામાં આવી છે,તેવામાં પાલિકામાં વેરો નહીં ભરતા રાજ્ય અને કેન્દ્ર સરકારની 135 કચેરીઓ નો હાલ 39.72 કરોડના વેરો બાકી નીકળતા પાલિકા ની બેવડી નીતિ ખુલ્લી પડી ગઈ છે, 
વડોદરા પાલિકાની વેરા વસૂલાતની આવક ચાલુ વર્ષે  અત્યાર સુધીમાં 500 કરોડને પાર પોહચી ગઇ છે. સાથે જ ગત વર્ષ 21 ફેબ્રુઆરીની સરખામણીએ 54 કરોડ 36 લાખથી વધુના  રૂપિયાની વેરા વસૂલાત થઇ છે.તેવામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંચાલિત કચેરીઓ દ્વારા કરોડો રૂપિયાનો વેરો નહિ ભરાતા કોંગી કાઉન્સિલર દ્વારા પાલિકાની બેવડી નીતિ સામે વેધક સવાલો ઉભા કરવામાં આવ્યા છે.
અત્યાર સુધી સરકારી કચેરીઓના 39 કરોડ જેટલો વેરો બાકી છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા આ તમામ કચેરીઓને ફક્ત નોટિસ આપવામાં આવે છે અને સરકારી કચેરીના બાકી પડતા વેરા જલ્દી આવી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાય છે સરકારી કચેરીના બાકી વેરાની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારના 33 વિભાગો-કચેરીઓના રૂ. 13.64 કરોડ અને રાજ્ય સરકારના 102 વિભાગોના રૂ. 26.07 કરોડ બાકી છે.
કેન્દ્ર સરકાર સંચાલિત જો કોઈ કચેરીનો વેરો બાકી હોય તો તે સૌથી વધુ વેસ્ટર્ન રેલવેના રૂ.8.59 કરોડ છે તો સાથે જ રાજ્ય સરકારની પોલીસ કમિશનર કચેરીના 8.78 કરોડ, SSGના રૂ. 3.72 કરોડ, ગોત્રી મેડિકલ કોલેજ-હોસ્પિટલના રૂ. 1.77 કરોડના બાકી વેરાની વસુલાત કરવામાં આવી નથી.
સમગ્ર મામલે પાલિકાના ડેપ્યુટી મ્યુનસિપલ કમિશ્નર એ કહ્યું હતું કે પાલિકા દ્વારા વેરો બાકી હોય તેવી સબંધિત કચેરીઓને નોટીસ બજાવવામાં આવી છે.અને અમને વિશ્વાસ છે કે વહેલી તકે આ તમામ કચેરીઓ દ્વારા બાકી વેરાની ભરપાઈ કરી દેવામાં આવશે તેનો સંપૂર્ણ વિશ્વાસ છે,સામાન્ય નાગરિકો ની જેમ સરકારી કચેરીઓ સિલ મારવા માં આવશે કે કેમ તેવો પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોને વારંવાર નોટીસ આપવા છતાં તેઓ વેરો ભરતા નથી જેથી જ તેમની મિલકત સિલ કરવામાં આવે છે.પરંતુ જો સામાન્ય નાગરિકો ની જેમ સરકારી કચેરીઓ ને સિલ મારવામાં આવે તો સરકારી કામકાજ ઠપ્પ થઈ જાય,જેના કારણે સરકારી મિલકતો સિલ કરવામાં આવતી નથી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.