ઉત્તર પ્રદેશમાં ચાચા ભતીજા વચ્ચે તિરાડ પહોળી બની, જુઓ શિવપાલસિંહનું ટ્વિટ
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનમાં તિરાડ જોવા મળી રહી છે. વીતેલા કેટલાક દિવસોમાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને તેમના કાકા તથા પ્રસપા અધ્યક્ષ શિવાપાલસિંહ યાદવ વચ્ચે મતભેદના સમાચારો આવ્યા હતા. હવે ફરી એક વાર બંને વચ્ચે મતભેદ બહાર આવ્યા છે. શિવપાલે મંગળવારે ઇદની શુભકામનાઓ આપીને પરોક્ષ રીતે અખિલેશ યાદવ પર આકરા પ્રહાર કર્યા àª
08:24 AM May 03, 2022 IST
|
Vipul Pandya
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનમાં તિરાડ જોવા મળી રહી છે. વીતેલા કેટલાક દિવસોમાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને તેમના કાકા તથા પ્રસપા અધ્યક્ષ શિવાપાલસિંહ યાદવ વચ્ચે મતભેદના સમાચારો આવ્યા હતા. હવે ફરી એક વાર બંને વચ્ચે મતભેદ બહાર આવ્યા છે. શિવપાલે મંગળવારે ઇદની શુભકામનાઓ આપીને પરોક્ષ રીતે અખિલેશ યાદવ પર આકરા પ્રહાર કર્યા હતા.
શિવપાલ યાદવે લખ્યું કે પોતાના સન્માનના છેલ્લા બિન્દુ પર જઇને મે તેને સંતુષ્ઠ રાખવાનો પ્રયાસ કર્યો. આમ છતાં જો હું નારાજ હોઉં તો કેટલીક હદે તેણે દિલને ચોટ આપી હશે. અમે તેમને ચાલતા શીખવાડયું અને તે અમને કચડતો ગયો. એક વાર ફરીથી પુર્નગઠન, આત્મવિશ્વાસ અને સહુના સહયોગની શક્તિથી ઇદ મુબારક.
વાસ્તવમાં બંને નેતાઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ભારે તકરાર જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલાં જ શિવપાલ યાદવ ભાજપમાં જાય છે તેના પર ચર્ચા શરુ થઇ હતી. તેના પર અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ મારા કાકાને લેવા ઇચ્છે તો સારી વાત છે, તેમને લઇ લે . વાર કેમ લગાડે છે. તેમણે કહ્યું કે તેમને કાકા સાથે કોઇ નારાજગી નથી
શિવપાલસિંહ યાદવ પોતાના ભત્રીજા અખિલેશથી નારાજ ચાલી રહ્યા છે. કાકા ભત્રીજાની નારાજગીની વાતો હવે છેડચોક સંભળાઇ રહી છે. તેમનું કહેવું છે કે સમાજવાદી પાર્ટીમાં તેમની સતત ઉપેક્ષા થઇ રહી છે.
Next Article