Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

U-20માં દેશ-વિદેશના મહેમાનોને જુવાર-બાજરી-કોદરી જેવા દેશી ધાનથી બનેલી વાનગીઓ પીરસાશે

અમદાવાદમાં આગામી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન U-20 (અર્બન-20) સમિટ યોજાશે. આ સમિટમાં ભાગ લેવા માટે અમદાવાદ આવનાર દેશ-વિદેશના મહેમાનોને જુવાર, બાજરી, કોદરી જેવા રાજ્યના પરંપરાગત દેશી ધાનમાંથી બનેલી વાનગીઓ પીરસવામાં આવશે. દેશી ધાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનો હેતુ ગુજરાતના દેશી ધાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે એ માટે U-20ના મહેમાનોને દેશી ધાનની વાનગીઓ પીરસવાનો નિર્ણય લેવાયો છે. વà
u 20માં દેશ વિદેશના મહેમાનોને જુવાર બાજરી કોદરી જેવા દેશી ધાનથી બનેલી વાનગીઓ પીરસાશે
અમદાવાદમાં આગામી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન U-20 (અર્બન-20) સમિટ યોજાશે. આ સમિટમાં ભાગ લેવા માટે અમદાવાદ આવનાર દેશ-વિદેશના મહેમાનોને જુવાર, બાજરી, કોદરી જેવા રાજ્યના પરંપરાગત દેશી ધાનમાંથી બનેલી વાનગીઓ પીરસવામાં આવશે. 
દેશી ધાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનો હેતુ 
ગુજરાતના દેશી ધાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે એ માટે U-20ના મહેમાનોને દેશી ધાનની વાનગીઓ પીરસવાનો નિર્ણય લેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અગાઉ પરંપરાગત દેશી ધાનને પ્રોત્સાહન આપી ચૂક્યાં છે. 9 અને 10 ફેબ્રુઆરીએ યોજાનાર સમિટની ઓપનિંગ સેરેમનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે. તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ સંબોધન કરશે. 

આ બેઠકમાં 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે.
ભારત સહિત વિશ્વના 19 દેશ અને યુરોપિયન યુનિયન જેના સભ્ય છે G-20નું અધ્યક્ષ પદ ભારતને પ્રાપ્ત થયું છે ત્યારે G-20 લીડરશીપ સમિટના ભાગરૂપ U-20 સાઇકલની બેઠક આગામી મહિને અમદાવાદમાં યોજાશે. U-20 શેરપાની આ બેઠકમાં 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે. 

અમદાવાદ દેશનું પ્રથમ શહેર છે જ્યાં આ બેઠક યોજાશે. 
આ બેઠકમાં પર્યાવરણની જાળવણી પ્રત્યેની જવાબદારી, પાણીનું સુરક્ષા કવચ, ક્લાઇમેટ ફાયનાન્સ, સ્થાનિક ઓળખને અગ્રતા સહિતના મુદ્દે નક્કર નિર્ણયો લેવાશે. U-20 સાઇકલની પાંચ બેઠક અત્યાર સુધી વિવિધ દેશોમાં યોજાઈ ચૂકી છે. અમદાવાદ દેશનું પ્રથમ શહેર છે જ્યાં આ બેઠક યોજાશે. ખાસ વાત એ છે અમદાવાદમાં યોજાનાર સમિટમાં ચર્ચાથી આગળ વધીને નક્કર પગલાં ભરવા માટેનો રોડમેપ નિર્ધારીત થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.