G-20 અંતર્ગત U-20 સમિટ અમદાવાદમાં 9 અને 10 ફેબ્રુઆરીએ યોજાશે, વિદેશી મહેમાનો કાંકરિયા લેક પર કરશે ડિનર
અમદાવાદમાં આગામી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન U-20 (અર્બન-20) સમિટ યોજાશે. 9 અને 10 ફેબ્રુઆરીએ યોજાનાર સમિટની ઓપનિંગ સેરેમનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે. તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ સંબોધન કરશે. મહેમાનો 9 ફેબ્રુઆરીએ સાબરમતી આશ્રમ, અટલ બ્રિજની મુલાકાત લેશેસમિટમાં સામેલ થનારા દેશ-વિદેશના મહે
Advertisement
અમદાવાદમાં આગામી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન U-20 (અર્બન-20) સમિટ યોજાશે. 9 અને 10 ફેબ્રુઆરીએ યોજાનાર સમિટની ઓપનિંગ સેરેમનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે. તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ સંબોધન કરશે.
મહેમાનો 9 ફેબ્રુઆરીએ સાબરમતી આશ્રમ, અટલ બ્રિજની મુલાકાત લેશે
સમિટમાં સામેલ થનારા દેશ-વિદેશના મહેમાનો 9 ફેબ્રુઆરીએ સાબરમતી આશ્રમ, અટલ બ્રિજની મુલાકાત લેશે તથા તેમની સમક્ષ સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરાશે. U-20 ડેલિગેટ્સ અડાલજની વાવની મુલાકાત લે એવી પણ સંભાવના છે. સમિટની પૂર્ણાહુતિ બાદ વિદેશી મહેમાનો કાંકરિયા તળાવની મુલાકાત લેશે તથા અહીં જ તેમના માટે ડિનર પણ યોજાશે.
આ બેઠકમાં 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે
ભારત સહિત વિશ્વના 19 દેશ અને યુરોપિયન યુનિયન જેના સભ્ય છે, તે G-20નું અધ્યક્ષ પદ ભારતને પ્રાપ્ત થયું છે ત્યારે G-20 લીડરશીપ સમિટના ભાગરૂપ U-20 સાઇકલની બેઠક આગામી મહિને અમદાવાદમાં યોજાશે. U-20 શેરપાની આ બેઠકમાં 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે.
અમદાવાદ દેશનું પ્રથમ શહેર છે જ્યાં આ બેઠક યોજાશે
આ બેઠકમાં પર્યાવરણની જાળવણી પ્રત્યેની જવાબદારી, પાણીનું સુરક્ષા કવચ, ક્લાઇમેટ ફાયનાન્સ, સ્થાનિક ઓળખને અગ્રતા સહિતના મુદ્દે નક્કર નિર્ણયો લેવાશે. U-20 સાઇકલની પાંચ બેઠક અત્યાર સુધી વિવિધ દેશોમાં યોજાઈ ચૂકી છે. અમદાવાદ દેશનું પ્રથમ શહેર છે જ્યાં આ બેઠક યોજાશે. ખાસ વાત એ છે અમદાવાદમાં યોજાનાર સમિટમાં ચર્ચાથી આગળ વધીને નક્કર પગલાં ભરવા માટેનો રોડમેપ નિર્ધારીત થશે. U-20 સમિટ છેલ્લે 2022માં ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાઈ હતી. જ્યારે 2021માં ઇટલીના રોમમાં, 2020માં રિયાધમાં તથા 2019ની U-20 સમિટ ટોકિયોમાં યોજાઈ હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ