Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બે પાળીમાં ત્રણ ઓરડામાં એક થી આઠ ધોરણનું ચાલે છે શિક્ષણ, આમ તે કેવી રીતે ભણશે ગુજરાત

ભેંસાણ તાલુકાનું ગોરવિયાળી ગામ જૂનાગઢ જીલ્લાનું છેવાડાનું ગામ છે. ગામમાં અંદાજે 350 જેટલા ઘર છે અને અંદાજે 1200 ની વસ્તી છે, ગોરવિયાળી પ્રાથમિક શાળાની વાત કરીએ તો શાળામાં ધોરણ 1 થી 8 ના કુલ 101 વિધાર્થીઓ અભ્યાસ કરે છે, આ શાળામાં 6 શિક્ષકોનું સેટ અપ છે  જેમાં હાલ 5 શિક્ષકો ફરજ પર છે અને એક શિક્ષકની ઘટ છે. જે ધોરણ 1 થી 5 ના શિક્ષકોમાં એક શિક્ષકની ઘટ છે. શાળા હાલ બે પાળીમાં ચાલે છે. સવારની પાળીમાં ઘà«
05:54 PM Jan 17, 2023 IST | Vipul Pandya
ભેંસાણ તાલુકાનું ગોરવિયાળી ગામ જૂનાગઢ જીલ્લાનું છેવાડાનું ગામ છે. ગામમાં અંદાજે 350 જેટલા ઘર છે અને અંદાજે 1200 ની વસ્તી છે, ગોરવિયાળી પ્રાથમિક શાળાની વાત કરીએ તો શાળામાં ધોરણ 1 થી 8 ના કુલ 101 વિધાર્થીઓ અભ્યાસ કરે છે, આ શાળામાં 6 શિક્ષકોનું સેટ અપ છે  જેમાં હાલ 5 શિક્ષકો ફરજ પર છે અને એક શિક્ષકની ઘટ છે. જે ધોરણ 1 થી 5 ના શિક્ષકોમાં એક શિક્ષકની ઘટ છે. શાળા હાલ બે પાળીમાં ચાલે છે. સવારની પાળીમાં ઘોરણ 6 થી 8 અને બપોરની પાળીમાં ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓનો અભ્યાસ ચાલે છે. 
હાલના જર્જરીત બિલ્ડીંગના ડિમોલીશન માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે
ગોરવિયાળી પ્રાથમિક શાળાનું મુખ્ય બિલ્ડીંગ જર્જરીત થતાં ગ્રામજનો અને શાળા કક્ષાએથી લેખીત રજૂઆત કરવામાં આવી હતી, ચાર વર્ષ અગાઉ જ રજૂઆત થઈ હતી પરંતુ ત્યારબાદ કોરોના સમયને લઈને વિલંબ થયો ત્યારબાદ વર્ષ 2021માં ફરી આ કાર્યવાહી વેગવંતી બની અને તેની સબંધિત મંજૂરીઓ વગેરેની પ્રક્રીયા પૂર્ણ કરીને ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, ટેન્ડર બહાર તો પડ્યું પરંતુ ભરાયું નહીં, આમ શાળાની કામગીરી ફરી અટકી ગઈ, ગોરવિયાળી પ્રાથમિક શાળામાં જ્યાં હાલ જૂનું બિલ્ડીંગ છે ત્યાં નવા પાંચ ઓરડા બનાવવાના છે, હાલના જર્જરીત બિલ્ડીંગના ડિમોલીશન માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તેની ડિમોલીશનની મંજૂરી પણ મળી ગઈ છે પરંતુ જ્યાં સુધી કોઈ ટેન્ડર ન ભરે ત્યાં સુધી આ કામગીરી થઈ શકે તેમ નથી આમ ટેન્ડર નહીં ભરાવા પર શાળાના નવા ઓરડાનો પેચ ફસાયો છે. 
જૂનો નળીયાવાળો ઓરડો છે અને એક બે નવા બિલ્ડીંગના ઓરડા છે
શાળાના પટાંગણમાં જૂનો નળીયાવાળો ઓરડો છે અને એક બે નવા બિલ્ડીંગના ઓરડા છે આમ બે નવા બિલ્ડીંગના ઓરડા અને એક નળીયાવાળો ઓરડો એમ કુલ ત્રણ ઓરડામાં હાલ ધોરણ 1 થી 8 નું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. જે જર્જરીત બિલ્ડીંગ છે તેમાં સ્લેબના સળીયા દેખાય ગયા છે, ગમે ત્યારે પોપડા પડે છે અને ગમે ત્યારે છત પડવાનો ભય છે આમ આ બિલ્ડીંગને તાળા મારી દેવાયા છે અને શાળાના ઓરડા જાણે સ્ટોરરૂમમાં ફેરવાય ગયા હોય તેવા દ્રશ્યો નજરે પડે છે. સામાન્ય રીતે શિક્ષણ વિભાગ દ્વારા જો ભૌતિક સુવિધાનો અભાવ અથવા કોઈ તકલીફ હોય તો નજીકની અન્ય શાળામાં વિધાર્થીઓના શિક્ષણની વ્યવસ્થા કરવાની જોગવાઈ છે, આ અંગે પણ શિક્ષણ વિભાગે તૈયારી બતાવી હતી પરંતુ ગ્રામજનોની માંગ હતી કે ભલે થોડી અગવડતા પડે પરંતુ અમારા બાળકો અમારા ગામમાં જ ભણે તેવો આગ્રહ હતો જેથી શિક્ષણ વિભાગને ત્રણ ઓરડામાં વિધાર્થીઓને સમાવવાની ફરજ પડી છે.
 વિધાર્થીઓને શિક્ષણ માટે જરૂરી ભૌતિક સુવિધા ઉપલબ્ધ થઈ શકે. 
ગોરવિયાળી પ્રાથમિક શાળાના પાંચ ઓરડા ઉપરાંત જીલ્લામાં અન્ય શાળાઓના ઓરડા મળીને હાલ કુલ 20 જેટલા નવા ઓરડા બનાવવાની સરકાર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેની વહીવટી પ્રક્રિયા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા ચાલી રહી છે, આ તમામ કામ અંદાજે પોણા ત્રણ કરોડનું કામ છે, જોવા જઈએ તો સરકાર માટે પોણા ત્રણ કરોડનું કામ એ કોઈ મોટું કામ નથી તેથી સરકાર પણ ઈચ્છે કે નાના કામો માટે સ્થાનિક કોન્ટ્રાક્ટરો આગળ આવે જેથી કામ સારૂં અને ઝડપથી પૂર્ણ થાય, સામાન્ય રીતે એવું બનતું હોય છે સરકારી ટેન્ડરો મોટા કોન્ટ્રાક્ટરો જ ઉપાડતાં હોય છે એટલે નાના કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતાં નથી, મોટા કોન્ટ્રાક્ટરો નાના કામમાં ટેન્ડર ભરતાં નથી આમ સરકાર દ્વારા નિયત પ્રક્રિયા મુજબ ટેન્ડરીંગ થાય છે પરંતુ ટેન્ડર ભરાતું નથી તેમ છતાં પ્રક્રિયાના ભાગરૂપે આગામી દિવસોમાં આ અંગે રી ટેન્ડરીંગની પ્રક્રિયા શરૂ થવાની છે અને તંત્રનો પણ પ્રયાસ છે કે સ્થાનિક કક્ષાએ પણ કોઈ ટેન્ડર ભરે અને વહેલી તકે શાળાના નવા ઓરડાનું નિર્માણ થાય જેથી વિધાર્થીઓને શિક્ષણ માટે જરૂરી ભૌતિક સુવિધા ઉપલબ્ધ થઈ શકે. 
ગ્રામજનોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે
ગોરવિયાળી ગામે શાળાનું બિલ્ડીંગ તો જર્જરીત છે જ પરંતુ ગામને જોડતાં રસ્તા પણ બિસ્માર હાલતમાં છે, ગ્રામજનોને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, શાળા સાથે રસ્તા અંગે પણ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ગામના પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.
ભણતર નથી પરંતુ સરકાર ભણશે ગુજરાત નો નારો આપે છે
ગોરવિયાળી પ્રાથમિક શાળાના વિધાર્થીઓને જર્જરીત બિલ્ડીંગમાં ભણવું પડતું નથી, આમ ભયના ઓથા હેઠળ તો ભણતર નથી પરંતુ સરકાર ભણશે ગુજરાત નો નારો આપે છે ત્યારે ત્રણ ઓરડામાં એક થી આઠ ધોરણના ચાલતાં શૈક્ષણિક કાર્યથી કઈ રીતે ભણશે ગુજરાત..? અનેક રજૂઆતો પછી હવે નક્કર કાર્યવાહી થાય તેવી ગ્રામજનો માંગ છે અને શાળાના અચ્છે દિન આવે તેવી ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે. 
આપણ  વાંચો- દાંતા તાલુકામાં આવેલી સરકારી શાળામાં બાળકો મંદિરમા અને લોકોનાં ઘરે ભણે છે, આવી રીતે ભણશે ગુજરાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhensanTalukadilapidatededucationGorwialivillageGujaratFirstJunagadhPrimaryschoolvillagers
Next Article