દુનિયાના આ છેડે 100 રૂપિયાથી પણ ઓછી કિંમતે મળશે તમારું ડ્રીમ હાઉસ
ઘર ખરીદવાનું સપનું તમામ લોકો જોતા હોય છે. પરંતુ બધા આ સપનું પૂરું કરી શકતા નથી. ઘણા એવા લોકો પણ છે કે જેઓ તેમનું પૂરું જીવન એક ઘર ખરીદવામાં પસાર કરી દે છે. વળી આ મોંઘવારીમાં કેટલાક લોકો માટે ઘર ખરીદવું ખરેખર સપનું બની જાય છે, ત્યારે ઈટલીમાં એક એવી જગ્યા છે કે જ્યા તમને માત્ર 83 રૂપિયામાં તમારું ડ્રીમ હાઉસ મળી શકે છે. આજે તમારા પાસે પોતાનું ઘર હોવું કેટલું જરૂરી છે, તે જેની પાસે નથી તેને à
Advertisement
ઘર ખરીદવાનું સપનું તમામ લોકો જોતા હોય છે. પરંતુ બધા આ સપનું પૂરું કરી શકતા નથી. ઘણા એવા લોકો પણ છે કે જેઓ તેમનું પૂરું જીવન એક ઘર ખરીદવામાં પસાર કરી દે છે. વળી આ મોંઘવારીમાં કેટલાક લોકો માટે ઘર ખરીદવું ખરેખર સપનું બની જાય છે, ત્યારે ઈટલીમાં એક એવી જગ્યા છે કે જ્યા તમને માત્ર 83 રૂપિયામાં તમારું ડ્રીમ હાઉસ મળી શકે છે.
આજે તમારા પાસે પોતાનું ઘર હોવું કેટલું જરૂરી છે, તે જેની પાસે નથી તેને જ ખબર છે. પોતાનું ઘર એક સુંદર સ્વપ્નથી અલગ નથી હોતું. ઘર ખરીદવું એટલે તમારી પૂરી જીંદગીની કમાણી તેમાં રોકવી, પરંતુ હવે તમારે ઘર ખરીદવા માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચવાની જરૂર નહીં પડે. હવે તમે ઈટલી જેવા શહેરમાં તમારું પોતાનું આલીશાન ઘર ખરીદી શકો છો, તે પણ માત્ર 83 રૂપિયામાં. જીહા, આશ્ચર્ય ન પામશો કે કોઈપણ વ્યક્તિ 100 રૂપિયાથી ઓછી કિંમતનું ઘર કેવી રીતે ખરીદી શકે છે. આ ઘર ઈટલીના સિસિલીમાં સ્થિત એક ટાઉનમાં બનાવવામાં આવ્યા છે.
કોનું સપનું ન હોય કે વિદેશમાં પોતાનું ઘર હોય? હવે આ સપનું સાકાર થઈ શકે છે. હા, હવે તમે ઈટલી જેવા સુંદર શહેરમાં તમારું પોતાનું ઘર ખરીદી શકો છો. તમે વિચારતા જ હશો કે ઈટલીમાં ઘર ખરીદવાનો અર્થ છે કે યુરોને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવાથી તમને કરોડો રૂપિયાનું આ ઘર મળી જશે. તો એવું બિલકુલ પણ નથી, આ ઘર તમને માત્ર 1 યુરો એટલે કે 83 રૂપિયામાં મળશે. આશ્ચર્ય પામશો નહીં, આ સ્વપ્ન નથી પરંતુ વાસ્તવિકતા છે.
મહત્વનું છે કે, ઈટાલીના સલેમી ટાઉનમાં 83 રૂપિયામાં ઘર મળવું આશ્ચર્યજનક છે, પરંતુ આટલી ઓછી કિંમતે ઘર વેચવાનું મુખ્ય કારણ અહીંની વસ્તી છે. ઇટલીમાં, ઘણા નાના નગરો અને શહેરોમાં વસ્તી વર્ષોથી નોંધપાત્ર રીતે ઘટી છે. તેમાંથી સલેમી છે. આ જ કારણ છે કે આવા શહેરોમાં આટલી ઓછી કિંમતે મકાનો વેચાઈ રહ્યા છે. આ મકાનો શહેરના જૂના ભાગમાં બનેલા છે.
અહીં રસ્તા, વીજળી, ગટરની પાઈપો વગેરે જેવી સુવિધાઓ છે, જેથી આ ઘર તમારા રહેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કોરોનાના કારણે ઈટલીની હાલત કોઈનાથી છુપી નથી. અહીંથી હજારો અને લાખો લોકોએ કોરોના સમયગાળામાં સ્થળાંતર કર્યું હતું. આવી સ્થિતિમાં, આ મકાનો વેચવા મુશ્કેલ બની રહ્યા હતા, તેથી સામાન્ય લોકો માટે આ ખાસ ઓફર બહાર પાડવામાં આવી હતી.
વળી તમે વિચારતા જ હશો કે આ સ્કીમ કદાચ માત્ર ઈટલીના નાગરિકો માટે જ હશે, તો એવું નથી કે કોઈ પણ વ્યક્તિ અહીં ઘર ખરીદી શકે. તેની પાસે ફક્ત તમામ દસ્તાવેજો હોવા જરૂરી છે. મહત્વનું છે કે, અગાઉ વર્ષ 2018માં ઈટલીના ઓલોલી શહેરમાં મકાનોની કિંમત માત્ર 84 રૂપિયા રાખવામાં આવી હતી. ત્યાં પણ આવી જ સ્થિતિ હતી. ઓલોલી શહેરમાં વસ્તી સતત ઘટી રહી હતી.