અમદાવાદની આ ફેક્ટરીમાં ઓઈલ ટેન્કર સાફ કરવા ઉતેરલા 3 શ્રમિકોના મોત
અમદાવાદ(Ahmedabad)ના ચાંગોદાર(Changodar)વિસ્તારમાં આવેલી ફેકટરી(factory)માં ઓઈલના ડ્રમમાં સાફ સફાઈ માટે ઉતરેલા શ્રમિકો(workers)ના ગૂંગળામણના કારણે મોત થયા હતા. બનાવની જાણ થતાં ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢીને ચાગોદાર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ચાંગોદરમાં આવેલી મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સહારા પેટ્રોલિયમ નામની કંપનીમાં ઓઇલ ડ્રમ સાફ
અમદાવાદ(Ahmedabad)ના ચાંગોદાર(Changodar)વિસ્તારમાં આવેલી ફેકટરી(factory)માં ઓઈલના ડ્રમમાં સાફ સફાઈ માટે ઉતરેલા શ્રમિકો(workers)ના ગૂંગળામણના કારણે મોત થયા હતા. બનાવની જાણ થતાં ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢીને ચાગોદાર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ચાંગોદરમાં આવેલી મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સહારા પેટ્રોલિયમ નામની કંપનીમાં ઓઇલ ડ્રમ સાફ કરવા માટે ત્રણ શ્રમિકો ઉતર્યા હતા. સાફ સફાઈ દરમિયાન ગૂંગળામણ થતા ત્રણેય શ્રમિકો અંદર બેભાન થઈ ગયા હતા. ત્રણેય શ્રમિકોને બહાર કાઢતા ત્રણેયના મોત થઈ ગયા હતા.
નિતેશ રાજા મોહન, રામ નરેશ બિપથ અને સંદીપ રામબુક્સ નામના ત્રણેય શ્રમિકોને મોત થયા હતા. ત્રણેય મૃતક મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને અમદાવાદમાં કામ કરવા આવ્યા હતા. બનાવ અંગે જાણ થતાં ફાયર અને પોલીસ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement