ત્રીજા નોરતે ટ્રેડિશનલ ડ્રેસ સાથે યુવાધન ઝૂમી ઉઠયું
આજે નવરાત્રિના ત્રિજા નોરતે નવરાત્રિના પર્વને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન પાર્ટી પ્લોટના આયોજનની છૂટ હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. શેરી ગરબાથી લઈ મોટા પાર્ટી પ્લોટ્સમાં ગુજરાતી ગીતોના તાલે ખેલૈયાઓ ઝુમ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત અનેક સ્થળોએ ખેલૈયાà
06:12 PM Sep 28, 2022 IST
|
Vipul Pandya
આજે નવરાત્રિના ત્રિજા નોરતે નવરાત્રિના પર્વને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન પાર્ટી પ્લોટના આયોજનની છૂટ હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. શેરી ગરબાથી લઈ મોટા પાર્ટી પ્લોટ્સમાં ગુજરાતી ગીતોના તાલે ખેલૈયાઓ ઝુમ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત અનેક સ્થળોએ ખેલૈયાઓ ડબલ ઉત્સાહ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.
અમદાવાદમાં સેટેલાઈટ રંગરાસમાં આજે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટ્યા હતા અને હિંદી ગુજરાતી ગીતો પર મનમુકીને રાસ લેતા જોવા મળ્યા. GMDC ગ્રાઉન્ડ, બામ્બુ શાસ્ત્રી મેદાન ખાતે આયોજીત નવરાત્રિ મહોત્સવમાં પણ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભાવનગરમાં ઈસ્કોન ક્લબ, રાજપથ ક્લબમાં રંગોલી પાર્કમાં ત્રીજા નોરતાની રંગત જામી છે. જામનગરના આશિર્વાદ રિસોર્ટ ક્લબમાં સંગીતના સથવારે ખેલૈયાઓ ઝુમ્યા. વડોદરામાં પણ હેરીટેજ ગરબાની મોજ જોવા મળી હતી. ભુજના ભારાપરમાં ત્રીજા નોરતાનો રંગ જામી છે
ત્યારે ત્રીજા નોરતામાં બોટાદના ધારાસભ્ય સૌરભભાઈ પટેલ દ્વારા હાઇસ્કુલ ગ્રાઉન્ડ નવરાત્રીનું રંગારંગ આયોજન કરાયું છે ત્યારે કન્યા કેળવણી અને મહિલા વિકાસ માટે નવરાત્રીનું સ્પેશિયલ આયોજન કરતા સૌરભભાઈ પટેલે માત્ર મહિલા ને દીકરીઓ નિર્ભય પણે રાસ ગરબા રમી શકે તેવા હેતુને સાર્થક કરતા સૌરભભાઈ પટેલે નવરાત્રીના રાસ ગરબામાં મહિલા અને દીકરીઓની હકડેઠઠ જનમેદનીઓ ઉમટી અને આખું ગ્રાઉન્ડ મહિલાઓથી ભરાયું મા જગદંબાની આરાધનામાં તાલીઓના તાલે જુમી ઉઠી
Next Article