Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આગામી 9 મહિનામાં અર્બન-20 સહિત 15 મહત્ત્વની આંતરરાષ્ટ્રીય બેઠક ગુજરાતમાં યોજાશે

G20ની ભારતનીય અધ્યક્ષતા હેઠળ અમદાવાદ સહિત ગુજરાતના વિવધ સ્થળે આગામી 9 મહિનામાં 15 જેટલી વિવિધ આંતરરાષ્ટ્રીય બેઠકો યોજાશે. જેની શરુઆત ગાંધીનગરમાં બી-20 (બિઝનેસ 20) ઇન્સેપ્શન બેઠક સાથે થઈ ગઈ છે જેમાં દેશ વિદેશના 600થી વધુ ડેલિગેટ્સ ભાગ લઈ રહ્યા છે.કચ્છમાં ટૂરિઝ્મ વર્કિંગ ગૃપની બેઠક, અમદાવાદમાં અર્બન-20 ઈન્સેપ્શન બેઠકગુજરાત સરકારના આર્થિક બાબતો અંગેના મુખ્ય સચિવ મોના ખંધારે આ અંગે જાણકાàª
12:41 PM Jan 24, 2023 IST | Vipul Pandya
G20ની ભારતનીય અધ્યક્ષતા હેઠળ અમદાવાદ સહિત ગુજરાતના વિવધ સ્થળે આગામી 9 મહિનામાં 15 જેટલી વિવિધ આંતરરાષ્ટ્રીય બેઠકો યોજાશે. જેની શરુઆત ગાંધીનગરમાં બી-20 (બિઝનેસ 20) ઇન્સેપ્શન બેઠક સાથે થઈ ગઈ છે જેમાં દેશ વિદેશના 600થી વધુ ડેલિગેટ્સ ભાગ લઈ રહ્યા છે.
કચ્છમાં ટૂરિઝ્મ વર્કિંગ ગૃપની બેઠક, અમદાવાદમાં અર્બન-20 ઈન્સેપ્શન બેઠક
ગુજરાત સરકારના આર્થિક બાબતો અંગેના મુખ્ય સચિવ મોના ખંધારે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે અમદાવાદ, સુરત, કેવડિયા અને ધોરડો સહિતના સ્થળે અન્ય 14 બેઠકો આગામી દિવસોમાં રાજ્યમાં યોજાશે. કચ્છના ધોરડોમાં 7થી 10 ફેબ્રુઆરી દરમિયાન ટુરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક યોજાશે. એ પછી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં અર્બન-20 ઇન્સેપ્શન બેઠક યોજાશે.
ગાંધીનગરમાં એન્વાયરમેન્ટ અને ક્લાઈમેન્ટ વર્કિંગ ગૃપની બેઠક
B20 અંતર્ગત બીજી બેઠક સુરતમાં 13 અને 14 માર્ચના રોજ થશે. એ પછી એન્વાર્યમેન્ટ એન્ડ ક્લાઇમેટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક તથા એનર્જી વર્કિંગ ગ્રુપની બીજી બેઠક ગાંધીનગરમાં મળશે. આ બેઠકો માર્ચ અને એપ્રિલ દરમિયાન યોજાશે. અમદાવાદમાં 29 અને 30 મેના રોજ અર્બન-20 સમિટ મળશે. બાદમાં કેવડિયામાં 19 જૂનથી 21 જૂન દરમિયાન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક મળશે.
બાકીની બેઠકો ગાંધીનગરમાં યોજાશે
બાકીની 6 બેઠક ગાંધીનગરમાં યોજાશે, જેમાં ફાયનાન્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીઝની ત્રીજી બેઠક (21થી 23 જૂન), ફાયનાન્સ મિનિસ્ટર્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ગવર્નર્સની ત્રીજી બેઠક (24 અને 25 જુલાઇ), હેલ્થ વર્કિંગ ગ્રુપ બેઠક (2-3 ઓગસ્ટ), મિનિસ્ટેરિયલ હેલ્થ વર્કિંગ ગ્રુપ (4 ઓગસ્ટ), વુમન એમ્પાવરમેન્ટ અંગેની મિનિસ્ટેરિયલ બેઠક (9-10 ઓગસ્ટ) તથા ઇન્ટરનેશનલ ફાયનાન્સ આર્કીટેક્ચર વર્કિંગ ગ્રુપની ચોથી બેઠક (29 અને 30 સપ્ટેમ્બર) સામેલ છે.
આ પણ વાંચો - 32 કાર્યક્ષેત્રો, 50થી વધુ શહેરો, 200થી વધુ બેઠકોનું આયોજન થશે, ગુજરાતમાં આયોજીત થશે આટલી મીટિંગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
B20G20GujaratGujaratFirstInternationalMeetingsUrban20ગુજરાતગુજરાતીસમાચારજી20બી20
Next Article