Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુનિયાના સૌથી ધનિક દસ લોકોની યાદીમાં મસ્ક ફરીએકવાર પ્રથમ ક્રમે, અદાણી ત્રીજા, તો અંબાણી આઠમા ક્રમે

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સના (Forbes Real Time Billionaires List) તાજેતરના રિપોર્ટમાં દુનિયાના દસ સૌથી વધુ ધનિક લોકોની યાદીમાં એલન મસ્ક (Elon Musk) ફરીએવાર નંબર વન પર છે.. ચાલો  નજર કરીએ આ યાદીમાં સમાવિષ્ટ દસ લોકોના નામ અને તેમની સંપતિ પર   1. એલોન મસ્કટેસ્લાના સહ-સ્થાપક અને CEO એલોન મસ્ક 191.2 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે.  જો કે આ વર્ષે તેમની નેટવર્થમાં લગભગ 200 બિલિયન ડોલર
દુનિયાના સૌથી ધનિક દસ લોકોની યાદીમાં મસ્ક ફરીએકવાર પ્રથમ ક્રમે  અદાણી ત્રીજા  તો અંબાણી આઠમા ક્રમે
ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સના (Forbes Real Time Billionaires List) તાજેતરના રિપોર્ટમાં દુનિયાના દસ સૌથી વધુ ધનિક લોકોની યાદીમાં એલન મસ્ક (Elon Musk) ફરીએવાર નંબર વન પર છે.. ચાલો  નજર કરીએ આ યાદીમાં સમાવિષ્ટ દસ લોકોના નામ અને તેમની સંપતિ પર  
 1. એલોન મસ્ક
ટેસ્લાના સહ-સ્થાપક અને CEO એલોન મસ્ક 191.2 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે.  જો કે આ વર્ષે તેમની નેટવર્થમાં લગભગ 200 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે, જેના કારણે તેમની અને અને આ યાદીમાં બીજા નંબરે આવતી વ્યક્તિ વચ્ચેની સંપતિમાં બહું મોટો ફરક રહ્યો નથી. 
2. બર્નાર્ડ આર્નોલ્ટ અને કુટુંબ
LVMH ના CEO અને ચેરપર્સન બર્નાર્ડ આર્નોલ્ટ 179.5 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે.
3. ગૌતમ અદાણી
ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની કુલ સંપત્તિ 133.6 બિલિયન  ડોલર થઈ ગઈ છે. ગૌતમ અદાણી (Gautam Adani) અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરપર્સન છે.
4. જેફ બેઝોસ
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 117.3 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ છે.
5. વોરેન બફેટ
વોરેન બફેટ બાર્કશાયર હેથવેના સીઈઓ છે અને વિશ્વના ટોચના 10 સૌથી ધનિક લોકોની યાદીમાં પાંચમા ક્રમે છે. તેમની કુલ નેટવર્થ 108.5 બિલિયન ડોલર છે.
6. બિલ ગેટ્સ
માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ 105.3 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ છે.
7. લેરી એલિસન
લોરેન્સ જોસેફ એલિસન ઓરેકલ કોર્પોરેશનના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી છે અને વિશ્વના સાતમા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ હાલમાં 104.8 બિલિયન ડોલર છે.
 
8. મુકેશ અંબાણી
ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી (Mukesh Ambani) વિશ્વના ટોચના 10 સૌથી અમીર લોકોની યાદીમાં 8મા ક્રમે છે. તેમની કુલ નેટવર્થ 96.4 બિલિયન ડોલર છે.
9. કાર્લોસ સ્લિમ હેલુ એન્ડ ફેમિલી
કાર્લોસ સ્લિમ હેલુ અને તેમના પરિવારની મેક્સીકન કંપનીઓમાં મોટી હોલ્ડિંગ છે જે તેમના વિશાળ સમૂહ હેઠળ આવે છે. તેઓ હાલમાં વિશ્વના નવમા સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની કુલ સંપત્તિ 86.2 બિલિયન ડોલર છે.
10. લેરી પેજ
લેરી પેજ આલ્ફાબેટના બોર્ડ સભ્યોમાંના એક છે અને વિશ્વના દસમા સૌથી ધનિક વ્યક્તિ છે, હાલમાં તેમની કુલ સંપત્તિ 84.4 બિલિયન ડોલર છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


Advertisement
Tags :
Advertisement

.