છેલ્લા 8 વર્ષમાં, અમે પૂર્વોત્તરના વિકાસમાં અનેક અવરોધોને લાલ કાર્ડ બતાવ્યું : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે મેઘાલય અને ત્રિપુરા (Meghalaya and Tripura) ના પ્રવાસે છે. તેમણે બંને રાજ્યોને કરોડોની ભેટ આપી છે. ચીન સાથેના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અરુણાચલ પ્રદેશથી મેઘાલયનું અંતર સડક માર્ગે 20 કલાકનું છે. અને અરુણાચલથી ત્રિપુરાનું અંતર લગભગ 30 કલાકનું છે. તેઓ આજે ઉત્તર પૂર્વીય પરિષદના સુવર્ણ જયàª
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે મેઘાલય અને ત્રિપુરા (Meghalaya and Tripura) ના પ્રવાસે છે. તેમણે બંને રાજ્યોને કરોડોની ભેટ આપી છે. ચીન સાથેના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અરુણાચલ પ્રદેશથી મેઘાલયનું અંતર સડક માર્ગે 20 કલાકનું છે. અને અરુણાચલથી ત્રિપુરાનું અંતર લગભગ 30 કલાકનું છે. તેઓ આજે ઉત્તર પૂર્વીય પરિષદના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપવા મેઘાલયના શિલોંગ પહોંચ્યા છે. અહીં તેમણે કહ્યું કે, જ્યારે ફૂટબોલનો ફીવર આપણને બધાને જકડી રહ્યો છે ત્યારે ફૂટબોલની પરિભાષામાં કેમ વાત ન કરવી? જ્યારે કોઈ ખેલાડી ભાવના વિરુદ્ધ જાય છે, ત્યારે તેને લાલ કાર્ડ બતાવીને બહાર મોકલી દેવામાં આવે છે. એ જ રીતે, છેલ્લા 8 વર્ષમાં, અમે પૂર્વોત્તરના વિકાસમાં અનેક અવરોધોને લાલ કાર્ડ બતાવ્યા છે.
#WATCH | PM says, "...When football fever is gripping us all, why not talk in football terminology? When someone goes against the sportsman spirit, they're shown a red card & sent out. Similarly, in last 8 yrs, we've shown red card to several hurdles in development of northeast." pic.twitter.com/jF5x17QTv1
— ANI (@ANI) December 18, 2022
ઉત્તરપૂર્વીય રાજ્યોમાં સમાવિષ્ટ અરુણાચલના તવાંગ સેક્ટરમાં તાજેતરમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલી અથડામણે સમગ્ર દેશનું વાતાવરણ ગરમ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, સરકાર સરહદી સુરક્ષાને લઈને સતર્ક થઈ ગઈ છે. મહત્વનું છે કે, મેઘાલયમાં PM મોદીએ FIFA વર્લ્ડ કપની ફાઈનલ વિશે કરી ચર્ચા અને કહ્યું- સંયોગ છે, જ્યારે FIFA વર્લ્ડ કપની ફાઈનલ મેચ થઈ રહી છે, ત્યારે હું અહીં ફૂટબોલ મેદાન પર રમતપ્રેમીઓની વચ્ચે છું. એક તરફ ફૂટબોલની મેચો ચાલી રહી છે અને અહીં વિકાસની વાત થઈ રહી છે. દરેક વ્યક્તિ જાણે છે કે ફૂટબોલમાં જો કોઈ રમતની ભાવના વિરુદ્ધ કામ કરે છે તો તેને રેડ કાર્ડ દેખાડવામાં આવે છે, તેવી જ રીતે છેલ્લા 8 વર્ષમાં આપણે નોર્થ-ઈસ્ટના વિકાસ સાથે જોડાયેલા અનેક અવરોધોને લાલ કાર્ડ બતાવ્યા છે.
Advertisement
વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, અમે ભ્રષ્ટાચાર, ભેદભાવ, ભત્રીજાવાદ, હિંસા, પ્રોજેક્ટમાં વિલંબ, વોટ બેંકની રાજનીતિને દૂર કરવાના નિષ્ઠાવાન પ્રયાસો કરી રહ્યા છીએ. પરંતુ તમે જાણો છો કે આ રોગોના મૂળ ખૂબ ઊંડા છે. તેથી, આપણે બધાએ મળીને તેને જડમૂળથી ઉખેડી નાખવું પડશે. અગાઉ, વડાપ્રધાને શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની સુવર્ણ જયંતિ ઉજવણી દરમિયાન વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય નેતાઓ પહોંચ્યા હતા.
Advertisement
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ડિજિટલ કનેક્ટિવિટી માત્ર વાતચીત અને સંવાદમાં સુધારો નથી કરતી. પરંતુ પર્યટનથી લઈને ટેકનોલોજી સુધી, શિક્ષણથી લઈને આરોગ્ય સુધી દરેક ક્ષેત્રમાં સુવિધાઓ અને તકો વધે છે. અમારા માટે ઉત્તર પૂર્વ, અમારા સરહદી વિસ્તારો અંતિમ બિંદુ નથી પરંતુ સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રવેશદ્વાર છે. દેશની સુરક્ષા પણ અહીંથી સુનિશ્ચિત થાય છે અને અન્ય દેશો સાથે વેપાર પણ અહીંથી થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે અમે કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં ફેરફાર કર્યો છે ત્યારે તેની સકારાત્મક અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. આ વર્ષે કેન્દ્ર માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 7 લાખ કરોડ રૂપિયા ખર્ચી રહ્યું છે. 8 વર્ષ પહેલા તે 2 લાખ કરોડ રૂપિયાથી પણ ઓછો હતો. આઝાદીના 7 દાયકા પછી આપણે માત્ર 2 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શક્યા છીએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.