કાશ્મીરમાં ફરી આતંકીઓનો આતંક, ઘરમાં ઘુસીને મારી દીધી ગોળીઓ
જમ્મુ કાશ્મીરમાં ફરી લોકોની હત્યા થવાનું શરૂ થઈ ગયું
છે. આતંકવાદીઓ ફરી સક્રિય થયા છે. જમ્મુ કાશ્મીરના બડગામ અને પુલવામા જિલ્લામાં
સોમવારે બે અલગ અલગ જગ્યાએ આતંકવાદીઓએ નાગરિકોને ગોળી મારીને હત્યા કરી દીધી છે.
જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ સાંજે 7 વાગ્યાની આસપાસ
આતંકવાદીઓએ મધ્ય કાશ્મીરના બડગામના ગોથપોરા વિસ્તારમાં તજમુલ મોહિઉદ્દીન રાથરના
ઘરમાં ઘુસીને ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે આનન ફાનન હોસ્પિટલમાં
લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.
Jammu & Kashmir | A non-local labourer shot at by terrorists in Gangoo village, Pulwama district; the labourer has been shifted to District Hospital Pulwama in an injured condition. Security forces cordoned off the area. Further details awaited: Police — ANI (@ANI) March 21, 2022 " title="" target="">javascript:nicTemp();
બીજી
તરફ પુલવામા જિલ્લાની બીજી ઘટનામાં બિહારના રહેવાસી બિસુજીત કુમારને પણ આતંકવાદીઓએ
સર્ક્યુલર રોડ પર ગોળી મારી દીધી હતી. ઘાયલોને ઈજાગ્રસ્ત હાલતમાં પુલવામા
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ
પહેલા રવિવારે જ પુલવામામાં એક બિન-સ્થાનિક મજૂરને ગોળી મારી દેવામાં આવી હતી.
હુમલા પછી, સુથાર મોહમ્મદ અકરમ
(40)ને નજીકની હોસ્પિટલમાં અને પછી અહીંની SMHS હોસ્પિટલમાં
લઈ જવામાં આવ્યો હતો. અકરમ ઉત્તર પ્રદેશના બિજનૌરનો રહેવાસી છે અને તે પુલવામાના
અરિહાલમાં નકલીનું કામ કરે છે. તાજેતરના
દિવસોમાં કાશ્મીરમાં નાગરિકો પર હુમલામાં વધારો થયો છે. માર્ચમાં આતંકવાદી
હુમલામાં પંચાયત સભ્યો સહિત અનેક લોકો માર્યા ગયા હતા.