Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝૂલતા પુલ દુર્ઘટના મામલો, જાળવણીનો કોન્ટ્રાક્ટ ધરાવનાર ઓરેવા કંપની વિશે જાણીલો આ માહિતી

ગુજરાતના મોરબી શહેરમાં કેબલ બ્રિજ ધરાશાયી થયા બાદ તપાસ હેઠળ આવેલું ઓરેવા ગ્રૂપ સીએફએલ બલ્બ, વોલ ક્લોક અને ઈ-બાઈકના ઉત્પાદનમાં નિષ્ણાત છે, પરંતુ તે વાત હજુ સુધી સામે નથી આવી કે તેને 100 વર્ષથી પણ વધુ જૂના પુલની જાળવણીનો કોન્ટ્રાક્ટ કઇ રીતે મળ્યો. ..5 દાયકા પહેલા ઓધવજી રાઘવજી પટેલ દ્વારા શરૂઆત લગભગ 5 દાયકા પહેલા ઓધવજી રાઘવજી પટેલ દ્વારા સ્થપાયેલી કંપની ઓરેવા અજંતા અને ઓરપટ બ્રાન્ડ્સ à
ઝૂલતા પુલ દુર્ઘટના મામલો  જાળવણીનો કોન્ટ્રાક્ટ ધરાવનાર ઓરેવા કંપની વિશે જાણીલો આ માહિતી
ગુજરાતના મોરબી શહેરમાં કેબલ બ્રિજ ધરાશાયી થયા બાદ તપાસ હેઠળ આવેલું ઓરેવા ગ્રૂપ સીએફએલ બલ્બ, વોલ ક્લોક અને ઈ-બાઈકના ઉત્પાદનમાં નિષ્ણાત છે, પરંતુ તે વાત હજુ સુધી સામે નથી આવી કે તેને 100 વર્ષથી પણ વધુ જૂના પુલની જાળવણીનો કોન્ટ્રાક્ટ કઇ રીતે મળ્યો. ..
5 દાયકા પહેલા ઓધવજી રાઘવજી પટેલ દ્વારા શરૂઆત 
લગભગ 5 દાયકા પહેલા ઓધવજી રાઘવજી પટેલ દ્વારા સ્થપાયેલી કંપની ઓરેવા અજંતા અને ઓરપટ બ્રાન્ડ્સ હેઠળ દિવાલ ઘડિયાળોનું ઉત્પાદન કરે છે. ઓઘવજી પટેલનું આ મહિનાની શરૂઆતમાં 88 વર્ષની વયે અવસાન થયું હતું. 1971માં 45 વર્ષની ઉંમરે બિઝનેસમાં હાથ અજમાવતા પહેલા તેઓ એક શાળામાં વિજ્ઞાન શિક્ષક હતા. આશરે રૂ.800 કરોડની આવક સાથે અજંતા ગ્રૂપ હવે ઘરગથ્થુ અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો,ઇલેક્ટ્રિક લેમ્પ્સ,કેલ્ક્યુલેટર,સિરામિક ઉત્પાદનો અને ઇ-બાઇકનું ઉત્પાદન કરે છે.
કચ્છમાં આવેલો છે આ કંપનીનો પ્લાન્ટ 
અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપની હેઠળ દિવાલ ઘડિયાળોના ઉત્પાદન સાથે શરૂઆત કરનાર મોરબી સ્થિત ઓરેવા ગ્રુપે તેના વ્યવસાયને અનેક ક્ષેત્રોમાં વિસ્તાર્યો છે.જૂથ તેની વેબસાઇટ પર દાવો કરે છે કે તે 6,000 થી વધુ લોકોને રોજગારી આપે છે, પરંતુ તેણે તેના બાંધકામ વ્યવસાયનો કોઈ ઉલ્લેખ કર્યો નથી..તે ગુજરાતના કચ્છમાં સમખિયાળી ખાતે ભારતનો સૌથી મોટો ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે જે 200 એકરમાં ફેલાયેલો છે.
Advertisement
Tags :
Advertisement

.